________________
તિથિનો પ્રશ્ન આમ તો બહુ નાનો છે, પણ બનાવવામાં આવ્યો છે બહુ મોટો. જે સમજવા ઇચ્છે તેને સમજાવવાનો ઉદ્દેશ છેઃ
શ્રી વીતરાગ પરમાત્માના આગમો અને શાસ્ત્રોની આજ્ઞા મુજબ આરાધના કરવી હોય અને તે માટે સમજવા માંગતા હોય, તેમને સમજાવવાનો આ પ્રયત્ન છે. જેમને ન જ સમજવું હોય તેમને બલાત્કારે આ સમજાવાય નહીં.
ભગવાને કહેલી ધર્મક્રિયા કરનારો ભગવાનની આજ્ઞાને સમજવા પ્રયત્ન ન કરે, શાસ્ત્રોની વાતોને ગંભીરતાપૂર્વક ન સાંભળે, સાંભળીને તેને ન સહે અને શક્તિ મુજબ તેને અમલમાં ન મૂકે તો ખુદ ભગવાન પણ તેનું કાંડુ પકડીને મોક્ષમાં ન લઈ જઈ શકે.
ભગવાનના કાળમાં પણ ભગવાનની સાથે રહેનારા થોડા અને સામે રહેનારા ઘણા હતા. જેને મોક્ષ જોઈતો હોય અને સમજવાની શક્તિ હોય, તેણે તો સમજીને જ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
આજનો (વિ. સં. ૨૦૨૮ના પર્યુષણ પર્વમાં સંવત્સરી સંબંધી) વિગ્રહ ભાદરવા સુદ પક્ષમાં બે પાંચમો આવે છે, તેને લઈને છે. વિગ્રહ ઉભો થાય છે અણસમજથી. કોઈ આત્મા પોતાની રીતે જ કરવા માંગતો હોય તેને કાંડુ પકડીને ‘આમ જ કરો' એમ કહેવાનો કે કરાવવાનો આપણો ઈરાદો છે જ નહિ. પણ જે કોઈ જીવોને સમજવાનું મન થાય અને એ આવીને અમને કહે કે, “અમારે સમજવું છે તો તેમને શાસ્ત્રીય સત્ય સમજાવવાનો અમારો ધર્મ છે.' પર્વતિથિઓનું મહત્ત્વ ઃ
આપણે ત્યાં તિથિઓનું મહત્વ ઘણું જ છે. સાધુને અતિથિ કહ્યા છે, કેમકે એમણે તો ધર્મારાધન માટે ઘરબાર, કુટુંબ, પરિવાર બધું છોડીને જીવન ધર્મને જ સમર્પિત કર્યું છે. પરંતુ એમને પણ જ્યારે ચોમાસી, સંવત્સરી, પમ્બિ, જ્ઞાનપંચમી, મૌન એકાદશીની આરાધના કરવાની હોય ત્યારે તે નિયત તિથિએ જ કરવી પડે.
ગૃહસ્થો જે હંમેશા ધર્મક્રિયા ન કરી શકે તે પર્વતિથિએ તો અવશ્ય શક્તિ મુજબ ધર્મક્રિયાઓ કરે. વળી નવીન તીર્થની યાત્રાનો પ્રથમ દિવસ, ઉપધાનની માળનો દિવસ, ઈંદ્રમાળ પહેરવાનો દિવસ, ધ્વજા ચડાવવાનો દિવસ, પ્રતિષ્ઠા
૨ -
૨ - નટવર ના
પર્વતિચિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org