________________
પર્વતિથિ અને શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના અંગે
શાસ્ત્રાધારપૂર્વકનું મનનીય જાહેરુ પ્રવચન
: પ્રવચનકાર : પરમપ્રવચનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિહિત સામાચારી સંરક્ષક નિ:સ્પૃહ શિરોમણિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ
શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
: શુભ સ્થાન : મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય : ભૂલેશ્વર, મુંબઈ-૪. વિ. સં. ૨૦૨૮, વીર સં. ૨૪૯૮, અષાડ સુદિ-૧૨, તા. ૨૩-૬-૭૨,
રવિવાર સ્ટા. તા. સવારે ૯ થી ૧૧-૪૫
वीतराग ! सपर्याया-स्तवाज्ञापालनं परम् ।
आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ।। અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વીતરાગ ભગવાનની સ્તવના કરતાં જણાવ્યું છે કે, “હે પરમાત્મા ! તારી સેવા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન એ જ તારી મોટામાં મોટી સેવા છે. કેમકે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે. જ્યારે વિરાધેલી આજ્ઞા સંસારને વધારે છે.' આરાધના ક્યારે થાય ?
આરાધના ક્યારે થાય ? શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાને અનુસરીએ ત્યારે. આજ્ઞાને અનુસરવા માટે આજ્ઞા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સમજવા માટે ભગવંતના આગમો અને શાસ્ત્રોનો આધાર લેવો જોઈએ. વર્તમાન તિથિ વિષયનો પ્રશ્ન પણ એના આધારે જ વિચારવો જોઈએ.
નાક પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ હ... - - - - &3: ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org