________________
ચાલતા વર્ષના (૧૯૫૨ના) ભાદરવા માસમાં જોધપુરી પંચાંગમાં શુદ-૫નો ક્ષય છે. હવે આપણી સમાચારી અનુસારે તિથિનો ક્ષય થતો ન હોવાથી ક્ષયે પૂર્વા એ વચનને અનુસારે પૂર્વલી ચોથનો ક્ષય કરવા જતાં તે તિથિએ આપણું પર્વ-સંવચ્છરી છે. તેથી તેનો ક્ષય ઠીક લાગતો નથી. આ બાબત પંચાંગ છપાવ્યા અગાઉ કેટલીક જગ્યાએ સલાહ-વિચાર પૂછવામાં આવતાં કેટલીક જગ્યાએથી તો બિલકુલ જવાબ મળ્યો નહિ અને કેટલીક જગ્યાએથી જવાબ મળ્યો તેમાં અમારા વિચારથી જુદા પ્રકારના બે વિચારો આવ્યા. એક એવો વિચાર મળ્યો કે છઠ્ઠનો ક્ષય કરવો અને બીજો એવો વિચાર (મળ્યો) કે ત્રીજનો ક્ષય કરવો.
છઠ્ઠનો ક્ષય કરવાનો વિચાર એવા કારણસર આવ્યો કે મુંબઈનાં વર્તારાના ગુજરાતી પંચાંગોમાં અને લાહોરના પંચાંગમાં છઠ્ઠનો ક્ષય છે. માટે છઠ્ઠનો ક્ષય કરવો. પરંતુ આ વિચાર અમે માત્ર એટલા જ કારણસર અમલમાં મૂકવાનું દુરસ્ત ધાર્યું નહિ. કારણ કે અદ્યાપિ પર્યંત કાયમ જોધપુરી ચંડુ પંચાંગને પ્રમાણ્યું ગણતાં છતાં અત્યારે તેના વર્તારાને અમાન્ય ગણવો, તે ન્યાયયુક્ત ગણાય નહિ, તેથી એ વિચાર અમલમાં મૂક્યો નથી. પરંતુ આ વિચારમાં મુખ્ય વાંધો સંવચ્છરીનો તો આવતો નથી, કેમકે છઠ્ઠનો ક્ષય કરવાથી પારણાના દિવસને સુદ-પનો કહેવો કે સુદ-૬નો કહેવો એ જ વાંધામાં રહે છે.
ત્રીજનો ક્ષય કરવાનો વિચાર એવા કારણસર આવ્યો કે ક્ષયે પૂર્વા એ વાક્ય પ્રથમ પંચમીને લાગુ કરતાં ચતુર્થીનો ક્ષય કરવો પડે તે પણ સંવચ્છરી પર્વનો દિવસ હોવાથી ફરીને ક્ષયે પૂર્વા એ વાક્ય તેને (સુદ-૪ને) પણ લાગુ કરીને સુદ૩નો ક્ષય કરવો. આ કારણ પણ અમને વાસ્તવિક લાગતું નથી. કારણ કે ફરીને એ વાક્યનો ઉપયોગ કરવો એ મનકલ્પના વડે છે. શાસ્ત્રોક્ત પ્રમાણ એમ કરવા માટે નથી. વળી ત્રીજને ચોથ બંને ઉદયતિથિ બધા પંચાંગો પ્રમાણે હોવા છતાં ભાદ્રપદ માસને ત્રીજે દિવસે સંવચ્છરી લઈ જવી. એમ કરવાને યુગપ્રધાન સિવાય આપણને સત્તા નથી. આ વિચારને અમારા વિચાર સાથે મુખ્ય બાબતમાં પણ નોખાપણું છે. કારણ કે આમ કરવાથી સુદ૪, ગુરુવારે સંવચ્છરી થાય અને અઠ્ઠાઈધર પણ વદ-૧૧ ગુરુવારે કરવું પડે. આ વિચાર અમારા વિચારમાં ઠીક ન લાગવાથી અમે અમલમાં મૂક્યો નથી.
અમારો વિચાર બધી બાબતો લક્ષમાં લેતાં એવો થયો કે સુદી-પને બદલે સુદ૪નો ક્ષય કરવો એ પરંપરાગત પ્રવર્તન છે. ફક્ત ૪થે સંવચ્છરીનો દિવસ હોવાથી
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
Jain Education International
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org