________________
તેનો ક્ષય કરવો કે કહેવો અયોગ્ય છે. માટે સુદ-૫ની ક્રિયા સુદ-૪થે કરવી અને સુદી-૪ તથા સુદી-૫ ભેળા ગણવા. સંવચ્છરી ઉદયતિથિ ચતુર્થીએ શુક્રવારે જ કરવી. અરે બારે તિથિમાં હાનિ ન થવા માટે સુદ-પની ક્રિયા તે જ દિવસે કરીને સુદ-૫નો સમાવેશ તેમાં કરવો. આ પ્રમાણે કરવામાં કોઈ પ્રકારનો વિરોધ ન લાગવાથી અને પંચાંગ બહાર તાકીદ હોવાથી તેમ જ એ બાબત શ્રી સંઘ મળીને પર્યુષણની અગાઉ આટલી બધી મુદતે એકત્ર વિચાર બહાર પાડે એવો સંભવ ન હોવાથી “સુદ-૪-૫ ભેળા છે” અને “તે દિવસે-શુક્રવારે સંવચ્છરી છે.” એવો અમારો વિચાર અમે અમારા પંચાંગમાં પ્રદર્શિત કર્યો છે. તે છતાં પણ હવે પછી શ્રી સંઘ મળીને પરંપરા તથા શાસ્ત્ર વગેરેના આધારથી જે વિચાર નક્કી કરે તે અમારે કબૂલ છે. અમારે કોઈ પ્રકારનો આગ્રહ નથી અને એવો નિર્ણયકારક વિચાર જે કરશે તે અમે ઘણી ખુશીની સાથે અમારા ચોપાનીયામાં જ પ્રગટ કરીશું. કિ બહુના ? (જૈન ધર્મ પ્રકાશ પુસ્તક-૧૨, અંક૧લો, ચૈત્ર સુદ-૧૫, સંવત-૧૯૫૨ (પૃષ્ઠ-૧૦-૧૧-૧૨))
નોંધ
તિથિના આરાધનમાં હજારો વર્ષથી ચાલી આવતી તપાગચ્છની સમાચારી એ મુજબની છે કે – ‘તિથિના ક્ષયમાં એ તિથિની આરાધના પૂર્વની તિથિમાં ને તિથિની વૃદ્ધિમાં તે તિથિની આરાધના ઉપરની પાછળની બીજી તિથિમાં કરવાની' પણ આ પરિશિષ્ટમાં પેજ-૯૮માં જે જણાવેલ છે કે, “વૃદ્ધિમાં પૂર્વની તિથિને બેવડી કરવામાં આવે છે. એ હકીકત અશાસ્ત્રીય તથા સુવિહિત પરંપરાની વિરૂદ્ધ છે. આ જ કારણે ભીંતીયા પંચાંગની આ પદ્ધતિ જ્યારથી શરૂ થઈ ને પર્વતિથિના ક્ષય વૃદ્ધિ લખાતા બંધ થયા ત્યારથી જ જૈન સંઘમાં મોટો ઝઘડો ઉભો થયો છે. જૈન સંઘમાં પર્વતિથિઓની સાચી આરાધનાથી આરાધના કરનારા વર્ગને વંચિત રાખવામાં આવા ભીંતીયા પંચાંગોનો પણ જબ્બર હિસ્સો છે.
ઉપસંહાર તમે આ પુસ્તક પૂરેપૂરું વાંચી ગયા ને ? તમને હવે બરાબર સમજ પડી ગઈને ? કે બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ ને પૂનમ કે અમાવાસ્યા જેવી પર્વતિથિઓના ક્ષય-વૃદ્ધિ છે, કારણ કે જૈન પંચાંગ તો આજે પરાપૂર્વથી વ્યુચ્છેદ પામેલ છે. જેથી લૌકિક પંચાંગોથી જ આપણે તિથિનિયત કાર્ય
૧૪
--
અનિલ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org