________________
ગતિ ઉપરથી ગણાય છે. એટલે ચંદ્રના વિભાગના સોળ ભાગ કલ્પીએ, તે માંહેલો એક ભાગ રાહુ ઢાંકી રહે અથવા મૂકી રહે તેટલા વખતની એક તિથિ ગણાય. તેથી જો રાહુની ગતિ શીવ્રતાવાળી થાય, તો થોડા કાળમાં તિથિ પૂર્ણ થાય છે ને મંદગતિ કરે તો લાંબા વખત સુધી તિથિ પહોંચે છે. વળી જે દિવસે તિથિનો સાઠો પડે છે. એટલે ૬૦ ઘડી તિથિ છે એમ લખાય છે. તે દિવસે તિથિનો પ્રારંભ ઉદય વખતે હોતો નથી. કેમકે ક્યાં તો ચંદ્રનો પ્રથમનો ભાગ ગ્રસાઈ રહ્યો ન હોય અથવા મુકાઈ રહ્યો ન હોય એમ હોય છે. માટે વૃદ્ધિ તિથિમાં બીજી તિથિ જ પ્રમાણ છે એમ સમજવું.
(શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુસ્તક-૧૫મું, અંક-૧૧મો, મહા સુદ-૧૫, વિ. સં. ૧૯૫૬, પૃષ્ઠ-૧૭૨)
પરિશિષ્ટ-૧૦
પરિશિષ્ટ : ૨૦ માં લખવા મુજબ આ રીતે કુંવરજીભાઈએ પોતે જ કરેલી આ ભૂલને ત્યારબાદ વિ. સં. ૧૯૮૪ ના “શ્રી જૈન ધર્મ પ્રકાશમાં નિવેદન કરીને સુધારવા પ્રયત્ન કર્યો છે, જે આપણો અહિં પરિશિષ્ટ-૮માં જોયું, પણ તે ઘણું મોડું થઈ ગયું હોવાથી અજ્ઞાન ને મુઘલોકોમાં આજ માન્યતા ઘર કરી ગઈ છે કે, પર્વતિથિઓના ક્ષય-વૃદ્ધિ હોય જ નહિ.”
પણ જો કુંવરજીભાઈએ ભુતીયા પંચાંગની શરૂઆતથી જ આ રીતે પર્વતથિઓની ક્ષય- વૃદ્ધિમાં ઉપરોક્ત શાસ્ત્રીય પદ્ધતિએ તે તિથિઓને છાપવાની શરૂઆત કરી હોત તો આ વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થાત જ નહિ.
આજે તો જૈન સંઘમાં ગડરીયા પ્રવાહની જેમ એ ભ્રમણા ફેલાતી ગઈ. જેથી પર્વતથિઓની ક્ષય-વૃદ્ધિની વાત કરે તેને લોકો નવા પંથી ને નવું કાઢનાર તથા શાસ્ત્રવિરૂદ્ધ અને પરંપરા વિરૂદ્ધ કરનારા' વગેરે કહીને નવાજવા માંડ્યા છે.
જેમ પેલા બ્રાહ્મણની વાતમાં આવે છે કે, બે-ત્રણ ઠગોએ ભેગા થઈને બ્રાહ્મણની કરીને કુતરૂં કહીને તેની પાસેથી સિફતપૂર્વક જેમ બકરીને ઉપાડી લીધી. તેમ ભોલા અબુધ ગાડરીયા લોકોની પાસેથી પર્વતિથિઓની સાચી આરાઘના આવા લોકોએ યર્વતિથિઓની વૃદ્ધિના પ્રસંગે બે બીજ ન હોય, બે પાંચમ ન હોય, બે આઠમ ન હોય, બે અગીયારસ ન હોય, બે ચૌદશ ન હોય, તેમજ બે
અપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ~--~-૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org