________________
આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહેલ છે, તેથી વૃદ્ધિમાં બીજી તિથિ જ પ્રમાણ છે.
શ્રી જ્યોતિષ કરંડક પયત્રામાં કહ્યું છે કે, “જે તિથિ હાનિ પામે તે પહેલી તિથિમાં સમાપ્ત થાય છે. જે વૃદ્ધિ પામે તે ઉપરની તિથિને સ્પર્શે છે.”
આ પયજ્ઞાની ટીકા પ્રથમશ્રી પાદલિપ્તસૂરિએ સંક્ષેપથી કરેલી છે અને ત્યાર પછી શ્રી મલયગિરિસૂરિએ વિસ્તારથી કરેલ છે. જે કે હાલ પ્રવર્તમાન છે અને બંને આચાર્યો સર્વમાન્ય ગણાયેલા છે.
શ્રી ભગવતી સૂત્રના શતક પાંચમના ઉદ્દેશા પહેલામાં શ્રી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું છે કે, “હે ભગવન્! સૂર્યને આદિત્ય શા માટે કહો છો ?” તેનો ઉત્તર પ્રભુએ આ પ્રમાણે આપ્યો છે કે, “હે ગૌતમ ! સૂર્યોદયના સમયને આદિ લઈને જ સમય, આવલી, મુહૂર્ત, પક્ષ, માસ, વર્ષ, યાવતું ઉત્સર્પિણી, અવસર્પિણી સર્વ ગણવામાં આવે છે, તેથી સૂર્યને આદિત્ય કહેલો છે.” આ ઉત્તરથી પણ એમ સિદ્ધ થાય છે કે, સૂર્યોદયથી જ તિથિની આદિ ગણાય છે. તે જ સ્થળમાં કહ્યું છે કે, જે ક્ષેત્રમાં જે વખતે સૂર્યનું દશ્યપણું અને અદશ્યપણું થાય, તે ક્ષેત્રમાં તે જ વખતે પહેલો રૂદ્ર નામે મુહૂર્ત ગણવો. તેનો પાઠ આ પ્રમાણે –
जह जह समए समए पुरइ संचरइ भस्सरो गयणो तह तह इउवि नियमा जाई रयणीइ भावत्थ एवं च सइ नराणं उदयत्थमणाए हुंति तिथियाई सई देसकालभेए कस्सइ किंचिवि दिस्सए नियमा सइ चेवय निदिट्ठो रुदो मुहुत्तो कमेण सव्वेसिं केसिंचीदाणीपीय विसयपमाणो रवि जेसिं ।
ભાવાર્થ : જેમ જેમ સમયે સમયે આગળ સૂર્ય ગગનમાં ચાલ્યો જાય છે. તેમ તેમ સમય સમય પાછળ નિચ્ચે રાત્રિ ભાવ થતો જાય છે. એમ હોતે સતે મનુષ્યોને ઉદય અસ્તનો નિયત (સમય) ભિન્ન ભિન્ન થાય છે. દેશકાળનો ભેદ હોવાથી કોઈકને કોઈ વખત ઉદય અસ્તનો નિયત છે. તેને તે જ રૂદ્ર નામે પહેલો મુહૂર્ત ગણાય. એમ અનુક્રમે સર્વને જાણવો. તેથી હમણાં પણ કેટલાકને સૂર્યોદય વેળા છે. જેમને હમણાં જ સૂર્ય નજર વિષે આવ્યો છે તેમને.
આ પ્રમાણેના શ્રી ભગવતી સૂત્રના વચનથી પણ સૂર્યના ઉદયકાળવાળી તિથિ જ પ્રમાણ છે.
વળી અહોરાત્ર સૂર્યની ગતિ ઉપરથી થાય છે, તે તિથિ તો ચંદ્ર ને રાહુની હક ---- -નાખ્યતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org