________________
પ્રશ્નોત્તર શ્રી ઇંદોરથી એક ગૃહસ્થ લખી મોકલેલા પ્રશ્નનો પંચાસજી શ્રી ગંભીરવિજયજીએ આપેલો ઉત્તર વાચકવર્ગને ઉપયોગી હોવાથી અત્રે પ્રસિદ્ધ કર્યો છે.
પ્રશ્ન : રજપુતારામાં શ્રાવક લોકો જ્યારે જોધપુરી પંચાંગમાં બીજ, પાંચમ વગેરે તિથિ બે હોય છે, ત્યારે બે પાળે છે અને ગુજરાત-કાઠીયાવાડમાં તો પહેલી તિથિને મૂકીને બીજી તિથિને માને છે. આ તરફના શ્રાવકો તેમ કરતાં નથી. તેથી અત્રેના વિદ્વાનો સવાલ પૂછે છે કે કયા શાસ્ત્રના આધારે પહેલી બીજને એકમ ગણી, બીજી બીજને બીજ ગણો છો ? પરંપરાનો સવાલ બાજુ મૂકી શાસ્ત્રાધારથી જ એ બાબત પ્રસિદ્ધ કરશો.
ઉત્તર જ્યારે કોઈ પણ તિથિની વૃદ્ધિ હોય છે, એટલે કે બે હોય છે. ત્યારે પહેલી તિથિમાં સૂર્ય ઉગતો નથી. વાસ્તે અપ્રમાણ કરાય છે અને બીજી તિથિમાં સૂર્ય ઉગે છે, તેથી તે પ્રમાણ કરાય છે. પહેલી તિથિનો સૂર્યના ઉગ્યા પછી પ્રવેશ હોય છે. તેથી તે ન લેવાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. __तद्यथा अनुदयवती बह्वी अपि अप्रमाणा, उदयवती स्तोकापि समाचरणीया इति उमास्वातिवचनं
અનુદયવાળી તિથિ ઘણી (ઘડી) હોય, તો પણ તે અપ્રમાણ છે અને ઉદયવાળી તિથિ થોડી (ઘડી) હોય, તો પણ તે આચરવા યોગ્ય છે.” આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિ વાચકે કહેલું છે. વળી કહ્યું છે. यां तिथिं समनुप्राप्य, समुद्गते च भानवः । सा तिथि: सकला ज्ञेया, दानाध्ययनकर्मसु ।।
જે તિથિને પામીને સૂર્ય ઉગ્યો હોય, તે તિથિ દાનમાં, ભણવામાં તથા તપસ્યાદિક ક્રિયામાં સંપૂર્ણ જાણવી.” વળી કહ્યું છે કે –
वृद्धिस्तूत्तरा ग्राह्या हानौ ग्राह्या पूर्वा “તિથિની વૃદ્ધિ હોય, તો પાછળની તિથિ ગ્રહણ કરવી, ને હાનિ હોય, તો તેની પહેલીની ગ્રહણ કરવી.”
- - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ ---- -- --
-૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org