________________
જ્યારે બાર તિથિમાંની કોઈ પ૭ તિથિનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વની તિથિનો ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે, ત્યારે ઉત્તર તિથિનો એટલે બીજા દિવસને તિથિ તરીકે માન્ય રાખીને પ્રથમ દિવસ અત્યારે અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિનું દ્વિત્યપણું-બેપણું કરીએ છીએ.
(પ્રસ્તુત પુસ્તકો પરિશિષ્ટ : ૨૦) તિથિનો ક્ષય તથા તિથિની વૃદ્ધિના સ્થાને આ લખાણમાં કુંવરજીભાઈએ જે આપણી તપાગચ્છની સમાચારના અનુસાટે આગલી તિથિનું દ્વિત્વ-બે શું કરીએ છીએ એમ જણાવેલ છે, તે તેમની વાત તદ્દન અસત્ય છે, જે ભ્રાંતિમૂલક છે, કારણ કે, આપણી તપાગચ્છીય સમાચારીમાં કદિયે વૃદ્ધ કાર્યા તથોત્તરા’નો અર્થ વૃદ્ધિમાં આગલી તિથિને બેવડાવવાની પ્રણાલી સુવિદિત નથી જ, પણ આવી અસુવિદિત અશાસ્ત્રીય પ્રણાલીના કારણે જ તિથિ પ્રશ્નમાં મોટો ઝઘડો ઉભો થયો.
વાસ્તવિક આપણા શાસ્ત્રીય પ્રણાલી તે છે કે, બીજ, આઠમ, અગીયારસ, ચૌદશ, પૂનમ કે અમાસના ક્ષય પ્રસંગે ૨+૨, ૩+૪, ૭૧૮, ૨૦+૨, ૨૪+૨૫ કે ૨૪+૦)) એ રીતે ભેગા જ પંચાંમાં લખવા જોઈએ, જેથી પૂર્વના દિવસે બંને તિથિઓની આરાધના તે દિવસે આવી જાય છે તેની સમજ8ા રહે, જે પર્વતિથિઓની વૃદ્ધિમાં બે બીજ, બે પાંચમ, બે આઠમે, બે અગીયારસ, બે ચૌદશ તથા બે પૂનમ કે બે અમાવાસ્યા એ રીતે જ Íતીય પંચાંગમાં લખાવું જોઈએ. જેથી બીજી તિથિમાં તે યતિથિની આરાધના થાય અને આમ કરવાથી જે અત્યારે એ ભ્રમણા ઉભી થઈ છે કે, બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ, પૂનમ કે અમાવસ્યા અદિ પર્વતિથિઓ બેવડાય જ નહિ કે તેનો ક્ષય થાય જ નહિ,' - તે ભ્રમણા ઉત્પન્ન થાત જ નહિ ને તપાગચ્છ જૈન સંઘમાં ઠેઠ વિ. સં. ૧૯૫રથી જે તિથિ વિષયક ઝઘડો ઉભો થયો જે આરાધ્યતિથિઓની ક્ષય-વૃદ્ધિના પ્રસંગે શાસ્ત્રાનુસારી સુવિહત પરંપરામાન્ય જે આરાધના થતી હતી, તેમાં નવી ને ખોટી પ્રાલી જે શરૂ કરાઈ ને ભાદરવા સુ. ૫ના ક્ષયમાં ત્રીજનો ક્ષય ને ભાદરવા સુ. પની વૃદ્ધિમાં ત્રીજની વૃદ્ધિ તે રીતે કરવાની તેમજ તે દ્વારા વાર્ષિક મહાપર્વની વિરાધનાની પણ પ્રવૃત્તિ ઉભી ન જ થાત !
વિદ્વાન પં. મ.ની ગંભીરવિજયજી મહારાજનો ‘તિથિચર્ચા'ના વિષયમાં ઉપયોગી પત્રઃ તેઓ કહે છે કે, બે તિથિ હોય ત્યારે બીજી તિથિ જ પ્રમાણ કરવી.”
૯૪
-
- - -
, પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org