SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આ હકીકત સ્પષ્ટ કરે છે કે, પં. શ્રી ગંભીરવિજયજી મહારાજ સુધીની આપણી પરંપરા પટ્ટા તિથિની હાનિ-વૃદ્ધિમાં માનનાર હતી, પણ આ પત્રમાં પં. શ્રી ગંભીરવિજયજી મહારાજે (ઉત્તરના મથાળા પછી) જે જણાવેલ છે કે,‘ જ્યારે કોઈ પા તિથિની વૃદ્ધિ હોય એટલે કે બે હોય ત્યારે પહેલી તિથિમાં સૂર્ય ઉગતો નથી, માટે તે અપ્રમાડ઼ા કરાય છે.” તેવું તેમનું કથન બરાબર નથી, વૃદ્ધિતિથિ એટલે બે સૂર્યોદયને સ્પર્શતી તિથિ, પણ તેમાં તે પ્રમાણ રૂપે આરાઘ્યરૂપે ગાય કે,‘જે ઉદય તથા સમાપ્તિને સ્પર્શતી હોય’ – તેથી વૃદ્ધિમાં બીજી તિથિ આરાઘ્ય ગાાય છે. રિશિષ્ટ : ૬ માં હિં ડહેલાના ઉપાશ્રયના પ્રમાણભૂત મહાપુરુષ પૂ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજના પત્રમાં પણ તેઓશ્રીએ સ્પષ્ટ જણાવેલ છે કે, 'દોય ચઉદક્ષ થયે થકે દૂસરી જ ચઉદશ તિથિપણે માનવા જોગ્ય જાણવી.' આ સ્પષ્ટ ઉલ્લેખ જ કહી આપે છે કે, પં. મ. શ્રી પદ્મવિજયજી મહારાજ સુધી તો આપણી પરંપરા સ્પષ્ટ રીતે બે ચૌદશ આદિ પર્વતિથિની વૃદ્ધિને સ્વીકારતી હતી, તદુપરાંત પં. ગંભીવિજયજી મહારાજ જેવાના કાલમાં પણ આજ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા ચાલુ હતી. ફક્ત પર્વતિથિને અંગે ગોટાળો ઉભો કર્યો હોય તો આ ભીંતીયા પંચાંગની પતિએ જ. ને તે જ હકીકત અહિં પરિશિષ્ટ-૮ માં ખુદ તે ભીંતીયા પંચાંગના જૈન સંઘમાં આદ્ય ઉત્પાદક શ્રી કુંવરજીભાઈને પણ જણાવવી પડી છે કે, ‘જોધપુરી પંચાંગમાં ચૈત્ર સુદિ-૨ ૩ એક જ છે, પણ દિ-૪ બે એટલે બે ૨૪ પાલી ન શકાય માટે પહેલી ચૌદસને બીજી તેરસનું કૃત્રિમ નામ આપવામાં આવેલ છે.” વિ. સં. ૧૯૪૨થી જ્યારે પહેલ-વહેલાં ભીંતીયા પંચાંગનો પ્રારંભ . કુંવરજીભાઈએ કરેલ ત્યારે તેમણે ભતીયા પંચાંગોમાં જે રીત અપનાવી તેને અંગે પોતે વિ. સં. ૧૯૫૨માં જ્યારે ભાદરવા સુદિ-પના ક્ષય વખતે સંવત્સરી ક્યારે કરવી ! તે ચર્ચા ચાલી ત્યારે જણાાવેલ છે કે, ‘અમારા તરફથી ગ્રાહકોને દશ વર્ષ થયાં જૈન પંચાંગ ભેટ દાખલ આપવામાં આવે છે. આપણા જૈન સમુદાયમાં તિથિના નિર્ણયને માટે પંડિત શ્રીઘર શિવલાલ તરફથી પ્રગટ થતું જોધપુરી પંચાંગ હતું, તેના આધારે અદ્યાપિ પર્યંત અમે પંચાંગ તૈયાર કરીએ છીએ. તેમાં જ્યારે બાર તિથિ માહેની કોઈપણ તિથિનો ક્ષય હોય ત્યારે અથવા વૃષ્ટિ હોય છે, ત્યારે આપણી તપાગચ્છની સમાચારીને અનુસારે ‘ક્ષયે પૂર્વા-વૃદ્ધો ઉત્તરા' એટલે પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Jain Education International For Private & Personal Use Only €3 www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy