________________
પ્રકાશિત) નામના ગુજરાતી નિબંધમાં દર્શાવ્યા હેવાથી, તથા તેને સારાંશ, આ પ્રાકૃત-વિજ્ઞાન-પાઠમાલાની પહેલી આવૃત્તિમાં, પ્રાસંગિકમાં પ્રકટ થઈ ગયેલ હેવાથી અહિં પુનરુક્તિની અપેક્ષા રહેતી નથી.
આપણા દેશના–ભારતવર્ષના બહુ બુદ્ધિશાલી વિદ્વદરનેએ, નિઃસ્વાર્થ પરોપકાર કરનારા સંતોએ આપણા સૌના ભલા માટે પિતાના અમૂલ્ય સમય અને શક્તિને સદુપયોગ કરી વિવિધ પ્રકારની રચના એ ભાષામાં કરી છે. રત્નની ખાણ જેવી એ મહાપુરુષોની વાણુનું, વિશાલ જ્ઞાનથી ભરેલા અમૂલ્ય વારસાય એ ખજાનાનું રહસ્ય ઉકેલવા-આપણે પ્રયત્ન કરવો જોઈએ. એને લાભ આપણે લેવો જોઈએ અને બીજાઓને આપવો જોઈએ. એ કયારે બની શકે ? એ માટે એ ભાષાના વિજ્ઞાનની પ્રથમ આવશ્યક્તા છે, એ ભાષામાં રચાયેલ ગદ્ય અને પદ્ય, પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ વિશાલ સાહિત્યનું પઠન-પાઠન, તથા પ્રકાશન–પ્રચારાદિ કર્તવ્ય એ પછી કરી શકાશે. પ્રૌઢ ભાષા-જ્ઞાન થવાથી અર્થને નિર્ણય સુકર થશે, અનર્થોને પ્રચાર અટકાવી શકાશે. ધર્મ–કમ મમ ઉકેલવામાં સુગમતા થશે, જીવ, અજીવ, પુષ્ય, પાપ, બંધ અને મેક્ષ આદિ તત્વોના સૂક્ષ્મ વિચારે સમજવામાં સહાયતા થશે, અહિંસા, સંયમ અને તપોમય ધર્મને આદર્શ સમજી શકાશે. સુદેવ, સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજાશે. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષના માર્ગનું જ્ઞાન મેળવી શકાશે. દેવ મનુષ્ય, તિર્યંચ અને નારકી ગતિનાં સુખદુઃખને ખ્યાલ કરી શકાશે. દાન, શીલ, તપ, ભાવનારૂપ ધર્મને લક્ષ્યમાં લઈ શકાશે. સદ્દગૃહસ્થ – સુશ્રાવકે અને સુશ્રાવિકાઓની નીતિ-રીતિ, સુસાધુઓ અને સુસાવીઓની સદાચારમય રહેણી કરણ કેવી હતી ? અને હેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org