________________
વર્ગના સર્વ કઈ સમજી શકે તેવી ભાષામાં તેમનો તથ્ય પશ્ય મધુર ધર્મોપદેશ થતા હતા. એવા પરિપૂર્ણ જ્ઞાની મહાપુરુષોએ ધર્મ દેશનામાં સાધન તરીકે પસંદ કરેલી-વાપરેલી એ ભાષા હતી, રાજા અને રંક, જ્ઞાની અને અજ્ઞાની સર્વ લેક પર મહાન ઉપકાર એ ભાષા દ્વારા કર્યો હતો. તેમના અતિશયજ્ઞાની સુજ્ઞ ગણધરોએ-પદઘાએ પણું તેમના અર્થ–ભાવને ઝીલી લઈ, તેમની પાસેથી ત્રિપદી મેળવીને ગંભીર તત્વજ્ઞાનમય, સદાચારમય, સદુપદેશના ખજાનારૂપ જે સૂત્ર-સિદ્ધાંતની-આગમશાસ્ત્રની સુંદર રચના કરી, તે પણ તે જ ભાષા દ્વારા કરેલી છે, અને એમના અનુયાયીઓએ, વિશાલજ્ઞાની સુગ્ર ઉત્તરાધિકારીઓએ, પણ એ સૂત્રોની નિયુકિત, ભાષ્ય, ચૂર્ણ, વૃત્તિ નામથી ઓળખાતી વિશિષ્ટ વ્યાખ્યાઓ અને બીજી અનેક પ્રકારની રચનાઓ પણ એ જ ભાષા દ્વારા રચી એ ભાષાની મહત્તા અને ઉપયોગિતા આપણને સમજાવી છે. સર્વ ભાષાઓમાં એ ભાષાની વિશેષતા–શ્રેષ્ઠતા દર્શાવી છે. દેવે પણ એ ભાષામાં બોલતા હોઈ વાસ્તવિક રીતે દેવ-ભાષા એને કહી શકાય.
મહાપુરુષના મુખમાંથી નીકળેલાં અમૃત ઝરતાં સરસ સુવચનોને ઝીલનારી પ્રાકૃતભાષા પ્રકૃતિમધુર-સ્વાભાવિક મનહર હોવાથી બેલવામાં સરળ અને સમજવામાં સુગમ હોવાથી, સુકોમળ, લલિત સુભાષિત-સૂક્તિરત્નોથી ભરપૂર હોવાથી વિદ્ધજજનેને પણ હૃદયંગમ થઈ હતી. એવી રીતે લોકપ્રિય થયેલી એ પ્રાકૃતભાષા અને પ્રાકૃતિકાવ્યો સંબંધમાં વાસ્તવિક પ્રશંસાના હાર્દિક ઉદ્ગારે અનેક ગુણજ્ઞ સુજ્ઞ સજજોએ ઉચ્ચાર્યા હતા. આ સંબંધમાં પ્રાચીન પ્રમાણિક ઉલ્લેખો મેં આજથી વીશેક વર્ષો પહેલાં અપભ્રંશકાવ્યત્રયી (ગાયકવાડ પ્રાગ્ય ગ્રંથમાલા નં. ૩૭ સં. ૧૯૮૩માં પ્રકાશિત)ની સંસ્કૃત પ્રસ્તાવનામાં, અને પ્રાકૃતભાષાની ઉપચાગિતા” (ભાવનગરની જૈનધર્મપ્રસારક સભા દ્વારા સં. ૧૯૮૮ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org