________________
જોઈએ? મિથ્યાત્વ અને સમ્યકત્વ શું છે? અણુવ્રત અને મહાવતે કેવા પ્રકારના હોય છે ? એ વગેરે સમજવામાં અનુકૂળતા થશે. રાગદ્વેષાદિ આંતરિક શત્રુ પર વિજય, કષા પરને વિજય, ઈદ્રિયદમન, ચિત્ત-દમન આદિ અનેક પ્રકારના આધ્યાત્મિક ધાર્મિક સાધે મૂળભાષાના જ્ઞાન દ્વારા સહજ સમજી શકાશે.
એ સાથે વિવિધ દૃષ્ટિથી, શુભ આશયથી શોધખોળ કરનારાએને, તુલનાત્મક પદ્ધતિથી અભ્યાસ કરનારાઓને આ પ્રાકૃત સાહિત્યમાંથી વિવિધ પ્રકારનું જાણવાનું, શીખવા-સમજવાનું મળી શકે તેમ છે. પ્રાકૃતભાષામ ઉપદેશોમાંથી અને પ્રાચીન કાવ્ય કથા-ચરિત્રોમાંથી પણ ઘણું શિક્ષણ મેળવી શકાય તેમ છે. જુદા જુદા દેશોના, જુદા જુદા લેજના આચાર-વિચારે, સામાજિક રીત-રિવાજે, વિવિધ કળા-કૌશલ્ય, પ્રાસંગિક બુદ્ધિચાતુર્યો, અનુભ, સામાન્ય નીતિ, રાજનીતિ, વ્યવહાર-વિજ્ઞાને એમાં ઓતપ્રત થયેલાં છે. - ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસની શોધખોળ માટે પ્રાકૃતભાષાનું સાહિત્ય બહુ ઉપયોગી થઈ શકે તેવું છે. પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો-તીર્થકરે, ચક્રવતીઓ, બલદે, વાસુદેવો અને બીજા અનેક રાજા-મહારાજાઓ, રાજર્ષિઓ, પ્રત્યેકબુદ્ધો તથા બીજા પ્રભાવશાલી સત્પરુષોનાં જણાવેલાં જીવનચરિત્રોમાંથી ઘણું ઘણું જાણવાનું મળી શકે તેમ છે. આવી રીતે પહેલાં થઈ ગયેલા બુદ્ધિશાલી મહામંત્રીઓ, ઉદાર શ્રીમંત શ્રેષ્ઠીઓ, ધર્મનિષ્ઠ સજ્જન સાર્થવાહ, પુરોહિત અને સેનાપતિઓ, દેવ, માન અને વિદ્યાધરોનાં વર્ણનવૃત્તાંતમાંથી પણ સમજવા જેવું ઘણું મળી શકે તેમ છે. એવી જ રીતે વિશાળ ભારતને ઉજ્જવલ બનાવી ગયેલી સુશીલ સન્નારીઓનાં– સધર્મનિષ્ઠ સતી–મહાસતીઓનાં સચ્ચરિત્રોમાંથી પણ અનેક સબંધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org