________________
ગાથા ૧૪-૧૯]
ભાવાનુવાદ (૫) ગુણશ્રેણિ. આ પાંચ પહેલાં કદી પ્રાપ્ત નહિ થયેલા અપૂર્વ અધિકાર અહીં એકી સાથે પ્રવર્તે છે. તેથી આ કરણ અપૂર્વકરણ કહેવાય છે.
(૧૪) ૧ સ્થિતિઘાતઃ સ્થિતિવાત એટલે સ્થિતિસત્તાના અશ્ચિમ ભાગમાંથી સ્થિતિને ઘટાડવી. તે આ પ્રમાણે – જઘન્ય સ્થિતિખંડ ૫૫મના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિખંડ પણ પપમના સંખ્યામાં ભાગપ્રમાણ હોય છે. તેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિખંડ સંખ્યાતગુણે હોય છે. ઉક્ત સ્થિતિખંડમાંથી દરેક સમયે થોડા થોડા કર્મ પ્રદેશ પ્રહણ કરી નીચેની સ્થિતિમાં નાંખી અંતર્મુહૂતકાળમાં વિવક્ષિત સ્થિતિખંડની સર્વસ્થિતિમાંથી સર્વ પ્રદેશને ખાલી કરી નાખે છે. તેથી એટલી સ્થિતિ સત્તામાંથી ઓછી થાય છે. આ રીતે જીવ અપૂર્વકરણમાં સંખ્યાતા-સ્થિતિઘાતો કરે છે.
(૧૫) ૨ ગુણસંક્રમ : સત્તામાં રહેલી અબધ્યમાન અશુભપ્રકૃતિના દલિકને બધ્ધમાન સ્વજાતીય પ્રકૃતિમાં દરેક સમયે અસંખ્ય ગુણ અસંખ્યગુણ દલિકને નાંખે– સંજમાવે છે. દા. ત. સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનાવરણ કષાયના દલિકને વર્તમાનમાં બંધાતી મેહનીયની પ્રકૃતિઓમાં સંક્રમાવે.
(૧૬) ૩ રસઘાત ? રસઘાત એટલે રસને ઘટાડે. દરેક અંતર્મુહૂર્તે સત્તામાં રહેલ અશુભપ્રકૃતિના બહુઅનંતભાગપ્રમાણ રસનો સપક નાશ કરે છે. એક સ્થિતિઘાત દરમ્યાન આવા હજારે રસઘાત થાય છે. શુભપ્રકૃતિના રસને ઘાત થતો નથી.
(૧૭) ૪ અપૂર્વ સ્થિતિબંધ : અપૂર્વકરણના પ્રથમસમયે સ્થિતિબંધ અંતઃકટાકેટીસાગરેપમપ્રમાણ થાય છે. સ્થિતિસત્તા પણ અંતઃકોટાકોટીસાગરેપમપ્રમાણ હોય છે. પણ સ્થિતિસત્તા કરતાં સ્થિતિબંધ સંખ્યાતગુણહીન હોય છે. અપૂર્વકરણના પ્રથમસમયે શરૂ થયેલ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. અંતમુહૂર્ત પૂર્ણ થયા પછી, પૂર્વકરતાં પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ એ છે એ બીજે નવો સ્થિતિબંધ શરૂ થાય છે. તે પણ અંતમુહૂર્ત સુધી ચાલે છે. અપૂર્વકરણમાં આવા અપૂર્વ સ્થિતિબંધ સંખ્યાતા થાય છે.
(૧૮) ૫ ગુણશ્રેણિઃ ગુણશ્રેણિ એટલે અસંખ્યગુણકમે દલિની રચના. અપૂર્વ કરણમાં સત્તાગતકમંદલિડેમાંથી પ્રતિસમય અસંખ્યગુણ કર્મપ્રદેશને ગ્રહણ કરીને અંતમુહૂર્ત પ્રમાણ નિષેકેના ઉદયનિષેકથી માંડી છેલ્લા નિષેક સુધી અસંખ્યગુણ ક્રમે દલિકની રચના છવ કરે છે, પણ અનુદયવતી પ્રકૃતિના પ્રદેશને ઉદયાવલિકાના ઉપરના નિષેકથી માંડીને ગુણશ્રેણિના ચરમનિષેક સુધી ગુણશ્રેણિના આયામમાં અસંખ્યયગુણના ક્રમે નાંખે છે. ગુણશ્રેણિને આયામ (નિક્ષેપ) અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ બે કરણના કાળથી કંઈક અધિક હોય છે. આ ગુણશ્રેણિ આયામ ગલિતાવશેષ હોય છે એટલે કે જેમ જેમ એક એક નિષેક અનુભવાતો જાય, તેમ તેમ આયામ ઓછો થતું જાય. ' (૧૯) સત્તામાં રહેલા મેહનીયકર્મના પ્રદેશમાંથી અસંખ્યાતમા ભાગ જેટલા પ્રદેશને ઉખેડીને (લઈને) તેમાંના અસંખ્યાતમાભાગપ્રમાણ પ્રદેશની છવ ઉદ્વર્તન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org