SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ નવગસેઢી [ગાથા ૨૦-૨૭ છે. બાકીના બહુઅસંખ્યાતભાગોની અપવર્તન કરે છે. તેથી ઉદૂવર્તાનામાં જેટલા પ્રદેશ હોય છે. તેના કરતાં અપવર્તનમાં અસંખ્યગુણ હોય છે. તેના કરતાં સત્તાગત (નહિ ઉખેડેલા) પ્રદેશ અસંખ્યાતગુણ હોય છે. (૨૦-૨૧) અહીં અપૂર્વકરણના સરખા સાત ભાગ કલ્પીએ તો તેમાંનાં પહેલા ભાગને અંતે નિદ્રા અને પ્રચલાને બંધ વિચ્છેદ થાય છે, દેવદ્વિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, તેજસકામણુશરીર, સમચતુરસસંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શુભખગતિ, નિર્માણ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, જિનનામ, ત્રસદશકની નવ–(યશકીતિ સિવાય) આ ત્રીસ પ્રકૃતિનો છઠ્ઠા ભાગના અંતે બંધ વિછેર થાય છે. અપૂર્વકરણના ચરમસમયે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા-આ ચાર પ્રકૃતિએને બંધ વિચછેદ થાય છે. અને હાસ્ય, રતિ, શેક, અરતિ, ભય, જુગુપ્સા આ છ પ્રકૃતિને ઉદય વિચછેદ થાય છે. (૨૨) અપૂર્વકરણના પ્રથમસમયે થતા સ્થિતિબંધ કરતાં તેના ચરમસમયે સંખ્યાતગુણહીન સ્થિતિબંધ થાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે જે અંતઃકડાકડી સાગરોપમપ્રમાણુ સ્થિતિસત્તા હતી તે સંખ્યાતસ્થિતિઘાતોથી ઓછી કરાતી કરાતી ચરમસમયે સંખ્યાતગુણહીન થાય છે. (૨૩) અપૂર્વકરણની સમાપ્તિના અનંતરસમયે જીવ અનિવૃત્તિકરણ કરે છે. તેમાં અપૂર્વકરણની જેમ નવા સ્થિતિખંડને અને રસખંડને નાશ કરવાને પ્રારંભ કરે છે. અહીં જઘન્યસ્થિતિખંડ કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિખંડ સંખ્યાતભાગમાત્ર જ અધિક હોય છે. જે અપૂર્વકરણમાં સંખ્યાતગુણ અધિક હતે. (૨૪) અનિવૃત્તિકરણના પ્રથમસમયે સર્વ કર્મોના સર્વદલિકની દેશે પશમના, નિધત્તિ અને નિકાચના વિચછેદ પામે છે. અર્થાત્ અનિવૃત્તિકરણના પ્રથમસમયથી દેશથી ઉપશમિત નિદ્ધત અને નિકાચિત પ્રદેશે સત્તામાં રહેતા નથી. તેમજ નવા બંધાતા કર્મ પ્રદેશની દેશપશમના નિધત્તિ કે નિકાચના થતી નથી. અનિવૃત્તિકરણમાં પ્રથમસ્થિતિબંધ અંતર્લક્ષ સાગરોપમ-લાખ સાગરોપમથી પણ ઓછા હોય છે. (૨૫) અપૂર્વકરણના પ્રથમસમયે જે સ્થિતિસત્તા અંતઃકેડીકેડીસાગરોપમપ્રમાણ હતી. તેના કરતાં અનિવૃત્તિકરણના પ્રથમસમયે સ્થિતિ સત્તા સંખ્યાતગુણહીન રહે છે. ૨૬) અનિવૃત્તિકરણનો પ્રથમસ્થિતિખંડ નષ્ટ થયે છતે એકી સાથે પ્રવેશેલા સર્વ જીવોના પરસ્પર સ્થિતિસત્તા અને સ્થિતિખંડ તુલ્ય હોય છે. (૨૭) અનિવૃત્તિકરણમાં સંખ્યાતા સ્થિતિબંધે ગયા (થયા) પછી જ્યારે અનિવૃત્તિકરણના કાળને સંખ્યાત ભાગ બાકી રહે ત્યારે આયુષ્ય સિવાયના સાતકર્મને સ્થિતિબંધ અસંક્ષિપંચેન્દ્રિયના સ્થિતિબંધની તુલ્ય થાય છે. ત્યારબાદ સંખ્યાતસ્થિતિબંધ ગાયા (થયા) પછી ચતુરિન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય, ત્યારબાદ સંખ્યાતસ્થિતિબંધ ગયા (થયા) પછી ત્રીન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય ત્યારબાદ સંખ્યાત સ્થિતિબંધે ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy