________________
રૂ૮૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'सम्पातिमरजोरेणुप्रमार्जनार्थं' इति-एतन्निमित्तं वदन्ति मुखपोत्ति' तीर्थकरादयः, तथा 'नासां मुखं च बध्नाति तया वसत्या'दि 'प्रमार्जयन्', आदिशब्दादुच्चारभूमौ नासिकाझेदोषपरिहारायेति गाथार्थः ॥ ८१७ ॥
મુહપત્તિનું પ્રયોજન કહે છે–
બોલતાં સંપાતિમ (= ઉડતા) જીવો મુખમાં પેસીને મરી ન જાય તે માટે બોલતી વખતે મુખ ઉપર મુહપત્તિ રાખી શકાય તે માટે, તથા રજની (= સચિત્ત પૃથ્વીકાયની) અને રેણુની પ્રાર્થના માટે તીર્થકરોએ મુહપત્તિ રાખવાનું કહ્યું છે. વસતિ આદિનું પ્રમાર્જન કરતી વખતે મુખ વગેરેમાં ધૂળ ન પેસે એ માટે, તથા સ્પંડિલભૂમિમાં નાસિકામાં 'મસા ન થાય એ માટે સાધુ નાસિકા અને મુખ મુહપત્તિથી બાંધે છે. [૮૧૭] मात्रकप्रमाणमाह
जो मागहओ पत्थो, सविसेसयरं तु मत्तगपमाणं ।
दोसुवि दव्वग्गहणं, वासावासे अहीगारो ॥ ८१८ ॥ वृत्तिः- 'यो मागधः प्रस्थः' 'दो असतीओ पसती' इत्यादिनिष्पन्नः, एतद् ‘सविशेषतरं मात्रकप्रमाणं' भवति, 'द्वयोरपि' ऋतुबद्धवर्षाकालयोर्मात्रकग्रहणं वैयावृत्त्यकरसंघाटकं प्रति, तथा चाह- 'द्रव्यग्रहणं' गुर्वादिप्रायोग्यग्रहणमिति, एतच्च ध्रुवलाभेऽसंसक्तदेशे चैवम्, अन्यदा तु सर्वसङ्घाटकानामेव तद्ग्रहणमिति, तेषामप्यध्रुवलाभादावेव नान्यदा, यत आह-'वर्षावासेऽअधिकारो' मात्रकस्य, संसक्तादिसम्भवादिति गाथार्थः ॥ ८१८ ।।
માત્રકનું પ્રમાણ કહે છે–
મગધ દેશમાં પ્રસિદ્ધ પ્રસ્થ નામના પ્રમાણથી કંઈક અધિક પ્રમાણ માત્રકનું છે. બે અસતિની (= હથેળીઓની) એક પસતિ (= પસલી), બે પસતિની એક સેતિકા (= ખોબો), અને ચાર સેતિકાનો મગધ દેશનો એક પ્રસ્થક થાય છે.
આચાર્ય આદિને પ્રાયોગ્ય દ્રવ્ય અલગ લઈ શકાય એ માટે, તથા કોઈ દેશમાં જીવોથી સંસક્ત આહાર મળતો હોય તો પહેલાં માત્રકમાં લઈને પછી તેમાંથી જીવો દૂર કરીને શુદ્ધ આહાર પાત્રમાં નાખી શકાય એ માટે, માત્રક રાખવાનું છે. આથી માત્રક કેટલા સાધુ રાખે એ માટે બે વિકલ્પ છે. જો આચાર્ય આદિને પ્રાયોગ્ય દ્રવ્યો અવશ્ય મળતાં (સુલભ) હોય અને સંસક્ત આહાર મળે તેવો દેશ ન હોય તો વેયાવચ્ચકારી દરેક સંઘાટક ગોચરીમાં માત્રક સાથે રાખે. જો આચાર્ય આદિને પ્રાયોગ્ય દ્રવ્યો અવશ્ય મળતાં ન હોય (= દુર્લભ હોય), અથવા સંસક્ત આહાર મળે તેવો દેશ હોય તો બધા જ સંઘાટકો માત્રક રાખે. આચાર્ય આદિને પ્રાયોગ્ય દ્રવ્ય નિશ્ચિત ન મળતાં હોય વગેરે કારણે જ બધા સંઘાટકો માત્રક રાખે, તે વિના નહિ. આથી જ અહીં ગ્રંથકાર કહે છે કે ૧. ઝાડાને સ્પર્શીને આવેલા પવનના પુદગલો શ્વાસોશ્વાસ દ્વારા નાકમાં જાય તો નાસિકામાં મસા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org