________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३८३
वृत्तिः- 'द्वात्रिंशदङ्गलं दीर्घ' रजोहरणं भवति सामान्येन, तत्र 'चतुर्विंशतिरकुलानि दण्डः 'से' तस्य रजोहरणस्य 'शेषाः' अष्टाङ्गला 'दशाः, प्रतिपूणं' सह पादपुञ्छननिषद्यया 'रजोहरणं भवति 'मानेन' प्रमाणेनेति गाथार्थः ॥ ८१४ ॥
હવે અવસર પામીને રજોહરણનું માપ કહે છે
સામાન્યથી રજોહરણ ૩૨ આંગળ લાંબુ હોય. તેમાં ચોવીસ આંગણ પ્રમાણ દાંડી, અને આઠ આંગળ પ્રમાણ દશીઓ, એમ સંપૂર્ણ રજોહરણ બત્રીશ આંગળ પ્રમાણ સમજવું. આ માપ નિષદ્યા (= ઓઘાના અંદરના બે વસ્ત્રો) સહિત સમજવું. (જો દસિયો ટૂંકી હોય તો દાંડી લાંબી કરવી, જો દાંડી ટૂંકી હોય તો દસિયો લાંબી કરવી, એમ બંને મળીને બત્રીશ આંગળ લાંબો કરવો” એમ ઓઘનિર્યુક્તિ ગાથા ૭૦૮માં કહ્યું છે.) [૮૧૪] प्रयोजनमाह
आयाणे निक्खेवे, ठाणनिसीअणतुअट्टसंकोए ।
पुटिव पमज्जणट्ठा, लिंगट्ठा चेव रयहरणं ॥ ८१५ ॥ वृत्तिः- 'आदाने' ग्रहणे कस्यचित् 'निक्षेपे' मोक्षे 'स्थाननिषीदनत्वग्वर्त्तनसङ्कोचनेषु 'पूर्वम्' आदौ प्रमार्जनार्थं भूम्यादेः लिङ्गार्थं चैव' साधो रजोहरणं' भवतीति गाथार्थः ।। ८१५ ।।
રજોહરણનું પ્રયોજન કહે છે–
કોઈ વસ્તુ લેવી કે મૂકવી હોય, ભૂમિ ઉપર કાયોત્સર્ગ કરવો હોય, બેસવું હોય, શરીરનું પડખું ફેરવવું હોય, શરીરના અંગો સંકોચવા હોય વગેરે કાર્ય કરતાં પહેલાં ભૂમિ વગેરેનું પ્રમાર્જન કરવા અને સાધુનું ચિહ્ન (= સાધુને ઓળખાવનાર) હોવાથી રજોહરણ રાખવાનું છે. [૮૧૫] मुहपोत्तिकाप्रमाणमाह
चउरंगुलं विहत्थी, एअं मुहणंतगस्स उ पमाणं ।
बीओवि अ आएसो, मुहप्पमाणाउ निप्फन्नं ॥ ८१६ ॥ वृत्तिः- 'चतुरङ्गुलं वितस्तिः एतत्' सम्पृक्तं सत् ‘मुखानन्तकस्य तु 'प्रमाणं' प्रमाणरूपं, 'द्वितीयोऽपिच आदेशः' अत्रैव मुखप्रमाणान्निष्पन्नं', यावता मुखं प्रच्छाद्यत इति गाथार्थः ।। ८१६ ॥
મુહપત્તિનું પ્રમાણ કહે છે
મુહપત્તિ એક વેંત અને ચાર આંગળ પ્રમાણ ચોરસ થાય તેટલું મુહપત્તિનું માપ છે. મતાંતરથી મુહપત્તિનું માપ મુખ પ્રમાણે છે, અર્થાત્ જેટલાથી મુખ ઢંકાઈ જાય તેટલું છે. [૮૧૬] एतत्प्रयोजनमाह
संपातिमरयरेणूपमज्जणट्ठा वयंति मुहपोत्ती । णासं मुहं च बंधइ, तीए वसही पमज्जंतो ॥ ८१७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org