________________
३८२ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નવદીક્ષિત, પ્રાથૂર્ણક, આચાર્ય વગેરે વડિલ, અસહનશીલ અને આહાર મેળવવાની લબ્ધિથી રહિત એમ અનેક પ્રકારના સાધુઓ હોય. પાત્રમાં આહાર લાવીને આ બધાની યથાયોગ્ય ભક્તિ કરી शाय ने जेथी ( साधारणावग्रहनिमित्तं) सर्वसाधारण जघाने (अवग्रह =) टेडो भणे जे माटे पात्र राजवानुं ४ विनेश्वरो ऽधुं छे. [ ८१०-८११]
कल्पप्रमाणमाह
कप्पा आयपमाणा, अड्डाइज्जा उ आयया हत्था । दो चेव सुत्तिआ उन्नओ अ तइओ मुणेयव्वो ॥ ८१२ ॥
वृत्ति:- 'कल्पा आत्मप्रमाणाः', सातिरेका अनतिरेकमाना वा स्थविराणाम्, 'अर्द्धतृतीयांस्तु 'आयता' दीर्घा 'हस्तान्' जिनकल्पिकानां, 'द्वावेव सौत्र ऊर्णामयश्च तृतीयः', एतेषां ' मन्तव्य'
इति गाथार्थः ॥ ८१२ ॥
4
કપડાનું પ્રમાણ કહે છે—
કપડા સ્થવિરકલ્પીઓને સ્વશરીર પ્રમાણ કે તેનાથી કંઈક મોટા હોય, અને જિનકલ્પીઓને અઢી હાથ લાંબા હોય. બે સૂતરાઉ અને એક ઊનનો એમ ત્રણ કપડા હોય. [૮૧૨]
एतत्प्रयोजनमाह
तणगहणानलसेवानिवारणा धम्मसुक्कझाणट्ठा ।
दिट्टं कप्परगहणं, गिलाणमरणट्टया चेव ॥ ८१३ ॥
वृत्ति:- 'तृणग्रहणानलसेवानिवारणार्थं ' तथाविधसंहननिनां तथा 'धर्म्मशुक्लध्यानार्थं ' समाध्यापादनेन, 'दृष्टं कल्पग्रहणं' जिनैः, 'ग्लानमरणार्थं चैव' ग्लानमृतप्रच्छादनार्थमिति गाथार्थः ॥ ८१३ ॥
કપડાનું પ્રયોજન કહે છે—
નબળા સંઘયણવાળા સાધુઓને ઠંડીમાં કપડા ઓઢી લેવાથી ઘાસ ન લેવું પડે અને અગ્નિનો ઉપયોગ ન કરવો પડે, તથા સમાધિ રહેવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાન થઈ શકે, ગ્લાનને ઓઢવામાં કામ લાગે, મૃતકને ઢાંકવામાં કામ લાગે એ માટે જિનેશ્વરોએ કપડા રાખવાનું કહ્યું છે. [૮૧૩] अवसरप्राप्तं रजोहरणमानमाह
बत्तीसंगलदीहं, चउवीसं अंगुलाई दंडो से ।
सेस दसा पडिपुण्णं, रयहरणं होइ माणेणं ॥ ८१४ ॥
૧. ઓર્નિયુક્તમાં કપડાનું માપ લંબાઈમાં શરીરે ઓઢીને તેનો છેડો ખભા ઉપર બરોબર રહે તેટલું અને પહોળાઈમાં (પનામાં) અઢી હાથ કહેલ છે. (ઓ. નિ. ગા. ૭૦૬) બૃહત્કલ્પમાં લંબાઈમાં સાડાત્રણ હાથ અને પહોળાઈમાં (પનામાં) અઢી હાથ માપ જણાવેલ छे. गा. उ८६८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org