SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] थेरेण अणुण्णाए, उवठाणिच्छे व ठंति पंचाहं । તિપળમાંચ્છિડવુવાર, વત્યુસહાવેન નાહીગં ॥ ૬રરૂ ॥ वृत्ति:- अणुण्णाए खुडुं उवट्ठावेंति, अह नेच्छइ थेरो ताहे पण्णविज्जइ दंडियदिट्ठतेण, आदिसद्दाओ अमच्चाई, जहा एगो राया रज्जपरिब्भट्ठो सपुत्तो अण्णरायाणमोलग्गिउमाढत्तो, सो राया पुत्तस्स तुट्टो, तं से पुत्तं रज्जे ठावितुमिच्छड़, किं पिया णाणुजाण ?, एवं तव जइ पुत्तो महव्वयरज्जं पावइ किं ण मण्णसि ?, एवंपि पण्णविओ जइ निच्छइ ताहे चउति ( ठवति ) पंचाहं, पुणोऽवि पण्णविज्जइ, अणिच्छे पुणोऽवि पंचाहं, पुणोवि पण्णविज्जइ, अणिच्छे पंचाहं ठंति, एवतिएण कालेण जइ पत्तो जुगवमुवद्वावणा, अओ परं थेरे अणिच्छेऽवि खुड्डो उवट्ठाविज्जइ, अहवा 'वत्थुसहावेण जाधीतं 'ति वत्थुस्स सहावो वत्थुसहावो - माणी, अहं पुत्तस्स ओमयरो कज्जामित्ति उण्णिक्खिमिज्जा, गुरुस्स खुडुस्स वा पओसं गच्छिज्जा, ताहे तिन्ह वि पंचाहाणं परओऽवि संचिक्खाविज्जइ जाव अहीयंति गाथार्थः ॥ ६२३ ॥ અહીં વૃદ્ધવ્યાખ્યા આ પ્રમાણે છે- પિતા-પુત્ર બંનેએ સાથે દીક્ષા લીધી હોય ત્યારે જો તે બંને એક સાથે ભૂમિને પ્રાપ્ત થયા હોય તો બંનેની સાથે ઉપસ્થાપના કરવી. હવે જો નાનો (પુત્ર) સૂત્રાભ્યાસ વગેરેથી ઉપસ્થાપનાને યોગ્ય ન થયો હોય અને મોટો (પિતા) સૂત્રાભ્યાસ વગેરેથી યોગ્ય થઈ ગયો હોય તો મોટાની ઉપસ્થાપના કરવી. પણ જો નાનો સૂત્રાભ્યાસાદિથી યોગ્ય થઈ ગયો હોય અને મોટો યોગ્ય ન થયો હોય તો ઉપસ્થાપનાનો સારો દિવસ આવે ત્યાં સુધી મોટાને પ્રયત્નપૂર્વક ભણાવવો. ત્યાં સુધીમાં યોગ્ય થઈ જાય તો બંનેની સાથે ઉપસ્થાપના કરવી. જો ત્યાં સુધીમાં પણ મોટો યોગ્ય ન થાય તો એ વિધિ છે કે- મોટાની રજાથી નાનાની ઉપસ્થાપના કરવી. જો મોટો નાનાની ઉપસ્થાપના પોતાની પહેલાં કરવા ન ઈચ્છતો હોય તો તેને દડિક અને મંત્રી વગેરેના દૃષ્ટાંતથી સમજાવવો. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે- રાજ્યથી પરિભ્રષ્ટ થયેલ એક રાજા પુત્ર સહિત અન્ય રાજાની સેવા કરવા લાગ્યો. તે રાજા તેના પુત્ર ઉપર પ્રસન્ન થયો. આથી તેના પુત્રને રાજ્ય ઉપર સ્થાપવા ઈચ્છાવાળો થયો. શું તે પિતા રજા ન આપે ? આપે જ. તેમ તારો પુત્ર મહાવ્રતરૂપ રાજ્યને પામે છે તો તું કેમ માનતો નથી ? આ પ્રમાણે સમજાવવા છતાં જો ન માને તો ઉપસ્થાપનામાં પાંચ દિવસ વિલંબ કરવો, અને ફરી તેને સમજાવવો, જો ન માને તો ફરી પાંચ દિવસ વિલંબ કરવો, અને તેને સમજાવવો, છતાં ન માને તો ફરી પાંચ દિવસ વિલંબ કરવો. આટલા કાળ (ત્રણ વાર પાંચ દિવસ) સુધીમાં જો પિતા યોગ્ય થઈ જાય તો બંનેની સાથે ઉપસ્થાપના કરવી. આટલા કાળ સુધીમાં મોટો (પિતા) યોગ્ય ન થાય તો તેની ઈચ્છા વિના પણ પુત્રની ઉપસ્થાપના કરવી. (વત્યુસહાવે નાઽધીતં =) પણ જો પિતા અભિમાની હોય તો પિતાને છોડીને પુત્રની ઉપસ્થાપના કરવામાં આવે તો ‘મને પુત્રથી નાનો કરે છે' એમ વિચારીને પિતા દીક્ષા છોડી દે, અથવા ગુરુ કે પુત્ર ઉપર દ્વેષ કરે, આથી ત્રણ વાર પાંચ (= પંદર) દિવસ પછી પણ તે ભણી લે ત્યાં સુધી પુત્રની ઉપસ્થાપના રોકવી. [૬૨૨-૬૨૩] Jain Education International [ ૨૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy