________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३६९
[અન્ય ગ્રંથોમાં ઉપકરણ સંયોજના અને આહાર સંયોજના આ પ્રમાણે કહી છે- (૧) ઉપકરણ સંયોજના- ઉપકરણની સંયોજના કરતો સાધુ (નવા) ચોલપટ્ટાની પ્રાપ્તિ થતાં વિભૂષા નિમિત્તે સુશોભિત (નવા) કપડો (કે પાંગરણી) માગીને બહાર પહેરે એ બાહ્ય ઉપકરણ સંયોજના, અને એ રીતે મકાનમાં પહેરે તે અત્યંતર ઉપકરણ સંયોજના. (૨) આહાર સંયોજના- ભિક્ષામાં ફરતાં દૂધ, દહીં આદિ મળતાં સ્વાદિષ્ટ બનાવવા તેમાં ગોળ-સાકર વગેરે નંખાવે તે બાહ્ય આહાર સંયોજના અને મકાનમાં તે પ્રમાણે કરે તે અત્યંતરઆહાર સંયોજના. આહારની અત્યંતરસંયોજના પાત્રમાં અને મુખમાં એમ બે રીતે થાય છે. પાત્રામાં ખાખરો અને ગોળ, ઘી વગેરે ભેગું કરીને સ્વાદિષ્ટ બનાવીને વાપરે તે પાત્ર અભ્યતર સંયોજના છે, અને મોઢામાં તે ભેગું કરે તે મુખ અત્યંતર સંયોજના છે.] [૭૬૭]
बत्तीसकवल माणं, रागद्दोसेहिं धूमइंगालं ।
वेआवच्चाईआ, कारणमविहिम्मि अइयारो ॥ ७६८ ॥ वृत्तिः- 'द्वात्रिंशत्कवला मानं' आहारस्य, एतच्च पुंसः, स्त्रियाः पुनरष्टाविंशतिः, 'रागद्वेषाभ्यां धूमाङ्गारमि'ति, रागेण परिभोगेऽङ्गारश्चारित्रदाहात्, द्वेषेण तु धूमः, चारित्रेन्धनप्रदीपनात्, 'वैयावृत्त्यादीनि कारणान्या'हारपरिभोगे, आदिशब्दावेदनादिपरिग्रहः, 'अविधावतिचार' इति अत्राविधौ क्रियमाणे व्रतातिचारो भवतीति गाथार्थः ॥ ७६८ ॥
પુરુષ માટે ૩૨ કોળિયા અને સ્ત્રી માટે ૨૮ કોળિયા આહારનું પ્રમાણ છે. રાગથી આહાર કરવામાં ચારિત્ર (રૂપ કાઇને) બાળવાથી (અંગારા જેવું કરવાથી) અંગાર દોષ થાય, અને દ્વેષથી આહાર કરવામાં ચારિત્રરૂપ કાઇને બાળવાથી (ધૂમાડાવાળું કરવાથી) ધૂમ દોષ થાય. ભોજનના વેયાવચ્ચ, વેદના વગેરે કારણો છે. અહીં પ્રમાણ વગેરેમાં) અવિધિ કરવામાં આવે તો વ્રતસંબંધી અતિચાર લાગે. [૭૬૮] व्याख्यातं भक्तद्वारम्, अधुनोपकरणद्वारमाह
उवगरणंपि धरिज्जा, जेण न रागस्स होइ उप्पत्ती ।
लोगम्मि अ परिवाओ, विहिणा य पमाणजुत्तं तु ॥ ७६९ ॥ दारं ॥ वृत्तिः- 'उपकरणमपि' वस्त्रपात्रादि 'धारयेत्', किंविशिष्टमित्याह-'येन न रागस्य भवत्युत्पत्तिः', तदुत्कर्षादात्मन एव, ‘लोके च परिवादः'-खिसा येन न भवति, ‘विधिना च' यतनया प्रत्युपेक्षणादिना धारयेत् 'प्रमाणयुक्तं च' न न्यूनाधिकमिति गाथार्थः ॥ ७६९ ॥
ઉપકરણદ્વાર ભક્તદ્વારનું વ્યાખ્યાન કર્યું, હવે ઉપકરણાર કહે છે– વસ-પાત્ર વગેરે ઉપકરણો પણ જેનાથી આત્માને રાગ ન થાય અને લોકમાં ટીકા-નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org