SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ]. [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते લાગે છે. આમ છતાં, તેવી શક્તિ ન હોય તો અને નિરંતર સ્વાધ્યાય આદિ યોગોનો નિર્વાહ થાય વગેરે પુષ્ટ કારણોથી લેપવાળાં દ્રવ્યો લેવાં પડે તો સાવશેષ લેવાં, અર્થાતુ ભાજન તદન ખાલી ન થાય તેમ લેવું, થોડું પણ તેમાં રહેવા દેવું, જેથી ખાલી થયેલું વાસણ વગેરે ધોવાથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે.] (૧૦) છર્દિત- છર્દિત એટલે ઢોળેલું. આપવાની વસ્તુ નીચે ઢોળતાં ઢોળતાં આપે તે છર્દિત દોષ છે. વિહોરાવતાં દૂધ આદિ ઢોળાય કે તેના છાંટા પડે તો નીચે રહેલા જીવોની વિરાધના થાય, અથવા નીચે પડેલા છાંટાથી આકર્ષાઈને કીડી વગેરે જીવો આવે અને ગૃહસ્થના પગ નીચે ચગદાઈ જાય વગેરે રીતે મરી જાય.] [૭૬૫] एवं बायालीसं, गिहिसाहूभयसमुब्भवा दोसा । पंच पुण मंडलीए, णेआ संजोअणाईआ ॥ ७६६ ॥ वृत्तिः- ‘एवम्' उक्तेन प्रकारेण 'द्विचत्वारिंशत्'सङ्ख्या 'गृहिसाधूभयसमुद्भवा'-एतत्प्रभवा તોષા:'fપvg, પપુનર્જન્ય' પવિણસ્યા :'તોષ સંયોગનો'તિ થાર્થ ૭૬૬ // - ઉક્ત રીતે ગૃહસ્થથી, સાધુથી અને ગૃહસ્થ સાધુ ઉભયથી થનારા પિંડના દોષો બેંતાલીસ છે, અને માંડલીમાં બેઠેલા સાધુના સંયોજના વગેરે પાંચ દોષો (નીચે પ્રમાણે) જાણવા. [૭૬૬] एतानेवाह संजोअणा पमाणे, इंगाले धूम कारणे चेव । उवगरणभत्तपाणे, सबाहिरब्धेतरा पढमा ॥ ७६७ ॥ ત્તિ - “સંયોનના'-પીત્તના ‘પ્રમા' fપડ્ડી ૨ ‘મારો' બોઝન વિ : રૂ શૂ' द्वेषः ४ कारणं चैव' वेदनादि, ५ उपकरणभक्तपान' इत्युपकरणभक्तपानविषया सबाह्याभ्यन्तरा 'प्रथमा' संयोजना, तत्रोपकरणबाह्यसंयोजना श्लक्ष्णचोलपट्टादिलाभे बहिरेव तदुचितकम्बल्याद्यन्वेषणम्, अभ्यन्तरसंयोजना तु वसतौ तत्परिभोगे, एवं भक्तपानेऽपि योज्यमिति गाथार्थः ॥ ७६७ ।। માંડલીના દોષોને કહે છે– સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ (કારણાભાવ) એ પાંચ માંડલીના દોષો છે. (૧) સંયોજના એટલે (આહારાદિને સ્વાદિષ્ટ બનાવવા કેવિભૂષા કરવા) અન્યદ્રવ્યને મેળવવું. (૨) પ્રમાણ એટલે આહારના પરિમાણથી અધિક ભોજન કરવું. (૩) અંગાર એટલે ભોજનમાં રાગ કરવો. (૪) ધૂમ એટલે ભોજનમાં દૈષ કરવો. (૫) કારણ એટલે સુધાની વેદના વગેરે કારણ વિના ભોજન કરવું. સંયોજનાના ઉપકરણ અને ભક્તપાન એમ બે ભેદ છે. તે બંનેના બાહ્ય અને અત્યંતર એમ બે બે ભેદ છે. સુંવાળો ચોલપટ્ટો વગેરે મળતાં (વિભૂષા માટે) વસતિની બહાર જ તેને ઉચિત કાંબળી વગેરે શોધે (અથવા ઉપયોગ કરે) તે બાહ્ય ઉપકરણ સંયોજના છે, વસતિમાં તેનો ઉપયોગ કરે તે અત્યંતર ઉપકરણ સંયોજના છે. એ પ્રમાણે ભક્તપાનમાં પણ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy