________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३४३
[આધાકર્મ દોષની સ્પષ્ટતા માટે શાસ્ત્રમાં બતાવેલા કૃત અને નિષ્ઠિતના ચાર ભાંગા સમજવાની જરૂર છે. તે આ પ્રમાણે છે
(૧) સાધુ માટે કૃત અને સાધુ માટે નિષ્ઠિત. (૨) સાધુ માટે કૃત અને ગૃહસ્થ માટે નિષ્ઠિત. (૩) ગૃહસ્થ માટે કૃત અને સાધુ માટે નિષ્ઠિત. (૪) ગૃહસ્થ માટે કૃત અને ગૃહસ્થ માટે નિષ્ઠિત.
કૃત- આરંભનો પ્રારંભ કરે, એટલે કે સચિત્તને અચિત્ત બનાવવાનો કે અચિત્તને પકાવવાનો પ્રારંભ કરે, ત્યારથી આરંભ પૂર્ણ ન થાય ત્યાં સુધી, એટલે કે સચિત્ત વસ્તુ અચિત્ત ન થાય કે અચિત્ત વસ્તુ રંધાઈ ન જાય ત્યાં સુધી, કૃત કહેવાય. અર્થાત્ આરંભની શરૂઆત તે કૃત.
નિષ્ઠિત- સચિત્ત વસ્તુ સંપૂર્ણ અચિત્ત બની જાય કે રંધાતી વસ્તુ સંપૂર્ણ રંધાઈ જાય તે નિષ્ઠિત કહેવાય. (૧) સાધુ માટે કૃત અને સાધુ માટે નિષ્ઠિત- સાધુના (સાધુને આપવાના) સંકલ્પથી
આરંભનો પ્રારંભ કર્યો હોય અને નિષ્ઠિત બને ત્યારે પણ સાધુનો સંકલ્પ હોય. (૨) સાધુ માટે કૃત અને ગૃહસ્થ માટે નિષ્ઠિત- સાધુના સંકલ્પથી આરંભનો પ્રારંભ કર્યો
હોય, પણ નિષ્ઠિત બને ત્યારે ગૃહસ્થનો (ગૃહસ્થના ઉપયોગમાં લેવાનો) સંકલ્પ હોય. જેમકે- સાધુ માટે દૂધ ઉકાળવાની શરૂઆત કરે, પણ તે દરમિયાન મહેમાનોનું આગમન વગેરે કારણે એ દૂધ ઉકળતું હોય ત્યારથી સંપૂર્ણ ઉકળી રહે ત્યાં સુધીમાં
કે ગમે ત્યારે સંપૂર્ણ ઉકળી ગયું તે વખતે ગૃહસ્થના ઉપયોગમાં લેવાનો સંકલ્પ કરે. (૩) ગૃહસ્થ માટે કૃત સાધુ નિષ્ઠિત-ગૃહસ્થના સંકલ્પથી આરંભનો પ્રારંભ કર્યો હોય પણ
નિષ્ઠિત બને ત્યારે સાધુનો સંકલ્પ હોય. જેમકે- ઘરના માણસો માટે દૂધ ઉકાળવાની શરૂઆત કરી હોય, પણ દૂધ ઉકળતું હોય ત્યારે કે સંપૂર્ણ ઉકળી ગયું હોય તે જ વખતે સાધુ મહારાજ વહોરવા આવવાથી સાધુના સંકલ્પથી ચૂલા ઉપરથી નીચે ઉતારે, ખીચડી વગેરે બરોબર રંધાઈ ગયા પછી એમ જ ચૂલા ઉપર પડી રહેલ હોય
અને સાધુ આવે ત્યારે ચૂલા ઉપરથી ઉતારે તો સાધુ માટે નિષ્ઠિત ન કહેવાય. (૪) ગૃહસ્થ માટે કૃત અને ગૃહસ્થ માટે નિષ્ઠિત- ગૃહસ્થના સંકલ્પથી આરંભનો પ્રારંભ
કરે અને નિષ્ઠિત બને ત્યારે પણ ગૃહસ્થનો સંકલ્પ હોય. આ ચાર ભાગાઓમાં પહેલો અને ત્રીજો ભાગો અશુદ્ધ છે, અર્થાત્ તેવો આહાર સાધુને ન કલ્પે. બીજો અને ચોથો ભાંગો શુદ્ધ છે, અર્થાત્ તેવો આહાર સાધુને કહ્યું. (૨) કોના માટે બનાવેલો આહાર આધાકર્મ કહેવાય એ વિશે સ્પષ્ટતા કરતાં શાસ્ત્રમાં કહ્યું છે
કે- જે પ્રવચનથી અને લિંગથી સાધર્મિક હોય તેના માટે બનાવેલો આહાર આધાકર્મ ગણાય.
પ્રવચન એટલે ચતુર્વિધ સંઘ. લિંગ એટલે સાધુવેશ. જે ચતુર્વિધ સંઘમાં હોય અને સાધુનો ૧. [ ] આવા કાઉંસમાં આપેલું લખાણ પંચવસ્તકની આ ગાથાની ટીકામાં નથી, પણ ઉપયોગી હોવાથી પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથોના
આધારે આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org