________________
રૂ૪૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વેશ પહેર્યો હોય તેના માટે બનાવેલો આહાર આધાકર્મ ગણાય. ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન કરનાર અને સાધુવેશ ધારણ કરનાર સાધુઓ (અને અગિયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક) પરસ્પર સાધર્મિક ગણાય. આથી ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન ન કરતા હોય અને સાધુવેશ ધારણ ન કરતા હોય તેવા સાધુઓ પ્રવચનથી અને લિંગથી સાધર્મિક ન હોવાથી તેમના માટે બનાવેલો આહાર આધાકર્મ ન ગણાય=તેમના
માટે બનાવેલો આહાર ઉક્ત પ્રકારના સાધુઓને કલ્પી શકે. (૩) શાસ્ત્રમાં આધાર્મિક આહારની દુષ્ટતા જણાવતાં કહ્યું છે કે આધાર્મિક આહાર વિષ્ઠા, દારુ
અને માંસ તુલ્ય છે. આથી તેવા આહારનું ભક્ષણ તો ન કરવું, કિંતુ તેવા આહારથી ખરડાયેલ પાત્ર પણ રાખ વગેરેથી ઘસીને સાફ કર્યા પછી ત્રણ વાર પાણીથી ધોવું, અને સુકાઈ જાય પછી જ તેમાં શુદ્ધ આહાર લેવો કલ્પ.
તથા જે ઘરે આધાકર્ષિક આહાર બન્યો હોય તે ઘરે ચાર દિવસ સુધી સાધુને ગોચરી જવું ન કલ્પે. જે ઘરમાં આધાર્મિક આહાર બન્યો હોય તે ઘર પ્રથમ દિવસે (= આધાકર્મિક આહાર બન્યો હોય તે દિવસે) આધાર્મિક ગણાય અને પછીના ત્રણ દિવસ પૂતિ ગણાય, આમ ચાર દિવસ સુધી તે ઘરમાં ગોચરી જવું ન કલ્પે. આધાકર્મિક આહારની ઈચ્છા વગેરેમાં ક્યા કયા દોષો લાગે તે વિશે શાસ્ત્રમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર દોષો કહ્યા છે. (૧) આધાર્મિક આહાર લેવાની ગૃહસ્થ વિનંતિ કરે ત્યારે સાધુ વિનંતિને સ્વીકારે ત્યારથી ઉપયોગ કરે ત્યાં સુધી અતિક્રમ દોષ લાગે. અર્થાત્ વિનંતિ સ્વીકારે, પછી લેવા જવા માટે ઊભો થાય, પાત્રો લે, પાત્રો લઈને ગુરુ પાસે આવીને ઉપયોગ કરે ત્યાં સુધી અતિક્રમ લાગે. તેવો આહાર લેવા જવા માટે પગ ઉપાડે ત્યારથી માંડીને ગૃહસ્થને ત્યાંથી આધાકર્મિક આહાર લે નહિ ત્યાં સુધી વ્યતિક્રમ દોષ લાગે. આહાર ગ્રહણ કરે ત્યારથી મુખમાં ન નાખે ત્યાં સુધી અતિચાર દોષ
લાગે. મોઢામાં નાખે એટલે અનાચાર દોષ લાગે. (A) ભાવ ૪૩) (૫) આધાકર્મિક આહારના સેવનથી લાગતા દોષો અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે આધાકર્મિક આહારના
સેવનથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દોષો લાગે છે (૧) આધાર્મિક આહાર ન લેવાની જિનાજ્ઞા હોવાથી, આધાર્મિક આહાર લેવાથી જિનાજ્ઞાન ભંગ થાય. (૨) એક સાધુને આધાર્મિકનું સેવન કરતો જોઈને બીજો સાધુ તેમ કરે, તેને જોઈને ત્રીજો સાધુ તેમ કરે, આમ અનવસ્થા થાય. (૩) આધાર્મિકનું સેવન સ્વીકારેલ પાંચ મહાવ્રતના પાલનની પ્રતિજ્ઞાથી વિરુદ્ધ વર્તન હોવાથી આધાર્મિક આહાર લેનાર સાધુ ગૃહસ્થોને “આ સાધુઓ અસત્યવાદી છે, કેમ કે પ્રતિજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરે છે.” ઈત્યાદિ શંકા ઉત્પન્ન કરાવીને મિથ્યાત્વ પમાડે છે. (૪) વિરાધનાના આત્મ, સંયમ અને પ્રવચન એમ ત્રણ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org