________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[६८५
શુદ્ધભાવવાળો થયેલ જે પ્રાણના પ્રયાણ વખતે આત્માને પૂર્વના આત્માથી જુદા જેવો માને છે = 'અનુભવે છે, તેને તીર્થકરોએ અને ગણધરોએ આરાધક કહ્યો છે. [૧૬૯૦] આનું (= આરાધક જીવનું) જ વિશેષ રૂપે વર્ણન કરે છે. જે સર્વત્ર અપ્રતિબદ્ધ છે=આ લોક સંબંધી અને પરલોકસંબંધી આશંસાથી રહિત છે, જીવન-મરણમાં મધ્યસ્થ છે, એટલે કે (જલદી મરું એ પ્રમાણે) મરણને ઈચ્છતો નથી અને વધારે જીવું તો સારું એમ) જીવનને પણ ઈચ્છતો નથી, ચારિત્રના પરિણામથી યુક્ત છે, તેનાથી રહિત નથી, તેને તીર્થકરોએ અને ગણધરોએ આરાધક કહ્યો છે. [૧૬૯૧] આરાધકને મળતા ફલને કહે છે. આવો જીવ ચારિત્ર પરિણામના પ્રભાવથી જ શિથિલ વિહારથી બંધાયેલાં પૂર્વનાં અશુભ કર્મોને ખપાવીને ભવાંતરમાં અશુદ્ધ જાતિ વગેરે દોષોથી રહિત વિશુદ્ધ જાતિ આદિમાં જન્મને પામે છે, અને ત્યાં પણ ચારિત્રને યોગ્ય થાય છે. [૧૬૯૨) त्रिविध आराधको भवतीति तद्विशेषमभिधातुमाह
एसो अ होइ तिविहो, उक्नोसो मज्झिमो जहण्णो अ ।
लेसादारेण फुडं, वोच्छामि विसेसमेएसिं ॥ १६९३ ॥ वृत्तिः- 'एष' चाराधको 'भवति त्रिविधः', त्रैविध्यमेवाह-'उत्कृष्टो मध्यमो जघन्यश्च', भावसापेक्षं चोत्कृष्टत्वादि, यत एवमतो 'लेश्याद्वारेण' लेश्याङ्गीकरणेन 'स्फुटं' प्रकटं वक्ष्यामि विशेषमेतेषाम्'-उत्कृष्टादिभेदानामिति गाथार्थः ॥ १६९३ ।।
तत्र
सुक्काए लेसाए, उक्कोसगमंसगं परिणमित्ता ।
जो मरइ सो हुणिअमा, उक्कोसाराहओ होइ ॥ १६९४ ॥ वृत्ति:- 'शुक्लायाः लेश्यायाः' सर्वोत्तमायाः, 'उत्कृष्टमंशकं' विशुद्धं 'परिणम्य' तद्भावमासाद्य 'यो म्रियते' कश्चित् सत्त्वः ‘स नियमादेवोत्कृष्टाराधको भवति', स्वल्पभवप्रपञ्च इति गाथार्थः ॥ १६९४ ॥ मध्यमाराधकमाह
जे सेसा सुक्काए, अंसा जे आवि पम्हलेसाए ।
ते पुण जो सो भणिओ, मज्झिमओ वीअरागेहिं ॥१६९५ ॥ वृत्तिः- 'ये शेषाः' उत्कृष्टं विहाय शुक्लायाः 'अंशाः' भेदाः 'ये चापि पद्मलेश्यायाः' सामान्येन तान् पुनर्यः' परिणम्य म्रियते'समध्यमो भणितो'-मध्यमाराधको वीतरागैः' जिनैरिति गाथार्थः ॥ १६९५ ॥
૧. પૂર્વે આત્મા આ શરીર વગેરે મારું છે એમ મમત્વભાવમાં રમતો હતો, મરણ વખતે આત્મા નિર્મમ બની જાય, પૂર્વે આત્મા શબ્દાદિ
વિષયોમાં આસક્ત હતો, મરણ વખતે આત્મા અનાસક્ત બની જાય. આમ અનેક રીતે આત્માને પૂર્વના આત્માથી મરણ વખતે ભિન્ન જેવો અનુભવે, અર્થાત્ આત્મા બહિરાત્મદશાથી ભિન્ન અંતરાત્મદશાવાળો બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org