________________
૩૨૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'कुलप्रसूतः' पुमानिति, ‘इतरथा' अन्यथा 'उभयपरित्यागः', उभयं गृहिप्रव्रज्याकुलद्वयं, ‘स પુનરુ' ત્યા: ‘નિયમાનર્થકત્ર' કૃતિ નાથાર્થ: / ૬૬૧
પ્રતિદિન ગુણલાભ કેવી રીતે થાય છે એ જ કહે છે
ગુરુ પુણ્યપુંજ રૂપ હોવાથી તેમનું દર્શન પણ પ્રશસ્ત છે. ગુરુની પાસે રહેવાથી પ્રતિદિન પ્રશસ્ત ગુરુદર્શન થાય, વંદનાદિ કરવાથી મહાપ્રભાવવાળા ગુરુનો વિનય થાય. ગુરુકુલવાસ મોક્ષનો માર્ગ છે. આથી ગુરુની પાસે રહેવાથી બીજાઓને મોક્ષમાર્ગ જોવા મળે, તથા નિવેદનનું (આત્મસમર્પણભાવનું) પાલન થાય. દીક્ષા લેતી વખતે પોતાનો આત્મા ગુરુને સમર્પિત કરી દીધો છે. [૬૯] ગુરુ પાસે રહેવાથી ગુરુનું ઉત્તમ વેયાવચ્ચ થઈ શકે, ગુરુકુલનિવાસી શ્રી ગૌતમસ્વામી આદિ મહામુનિઓનું બહુમાન થાય, તીર્થકરની આજ્ઞાનું પાલન થાય. કારણ કે તીર્થકર ભગવાને ગુરુકુલવાસનો ઉપદેશ આપ્યો છે. વિધિપૂર્વક ગુરુસેવાથી શુદ્ધ જ્ઞાનાદિનો લાભ થાય. [૬૯૧] (એથી) સ્વીકારેલ દીક્ષા સફલ બને છે, કારણ કે દીક્ષા જ્ઞાનાદિનું સાધન છે. (સાધ્યની સિદ્ધિ થાય તો સાધન સફલ બને.) ગુરુકુલવાસથી દીક્ષાના ફલરૂપ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે અને એ જ્ઞાનાદિથી મુખ્ય = ભાવ) પરોપકાર પણ થઈ શકે. આ પ્રમાણે દીક્ષા પર્યાયરૂપ જન્મના પ્રારંભથી શુદ્ધ કુલની પ્રાપ્તિ થવાથી શુદ્ધ એવા શિષ્યની પ્રાય: શુભ શિષ્ય પરંપરા ચાલે છે. [૬૨] આ પ્રમાણે મોક્ષમાર્ગનું નિષ્કલંક કરાતું સેવન અભ્યાસ થવાના કારણે પરલોકમાં પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે, એથી પરલોકમાં પણ મોક્ષમાર્ગ મળે છે, અને પરંપરાએ અવશ્ય મોક્ષ થાય છે. દિ૯૩] ઉક્ત રીતે ગુરુકુલવાસ મોક્ષપદનું કારણ હોવાથી તદ્દભવમોક્ષગામી પણ શ્રી ગૌતમસ્વામી વગેરેએ તેનું સેવન કર્યું છે. કારણ કે મોક્ષપ્રાપ્તિ માટે ગુરુકુલવાસનું સેવન કરવું એ જ ન્યાયયુક્ત છે. [૬૯૪] આથી સાંસારિક સ્વકુલને છોડીને દીક્ષાના સ્વીકારથી ઉત્તમકુલમાં જન્મેલા પુરુષે ગુરુકુલવાસનું સેવન કરવું જોઈએ. અન્યથા સાંસારિક કુલ અને દીક્ષાકુળ એ બંને કુલનો ત્યાગ થાય. એ ઉભયકુલના ત્યાગથી નિયમો અનર્થની પ્રાપ્તિ થાય છે. [૧૯૫]
ગચ્છવાસ દ્વારા गुरुपरिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला ।
विणयाओ तह सारणमाईहिं न दोसपडिवत्ती ॥ ६९६ ॥ दारं ॥ वृत्तिः- 'गुरुपरिवारः' साधुवर्गो 'गच्छः, तत्र वसतां' गच्छे 'निर्जरा विपुला' भवति, कुत इत्याह-'विनयात्, तथा स्मारणादिभिः' करणभूतैः 'न दोषप्रतिपत्ति'र्भवतीति गाथार्थः | ૬૬૬ ||
સાધુસમુદાયરૂપ ગુરુપરિવાર એ ગચ્છ છે. ગચ્છમાં રહેનાર સાધુઓને વિનયના કારણે વિપુલ (ઘણી) કર્મનિર્જરા થાય છે, અને સારણા આદિ કારણોથી દોષો લાગતા નથી. [૬૯૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org