SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद વૃત્તિ:- ‘યેન પુન:' ારોન ‘તેપ ષાયા નેન્દ્રિયાઽયોગ ( ? નેન્દ્રિયયોગ) વિહિતા भवन्ति, तद्विनियमनमपि ततः' कारणा' त्तदर्थमेव' कषायविनियमनार्थमत्र 'कर्त्तव्यमिति ગાથાર્થઃ ॥ ૧૩૮૬ ॥ પરિકર્મ દ્વાર કહે છે— પ્રસ્તુતમાં પરિકર્મ એટલે ઈંદ્રિય વગેરેને કાબૂમાં રાખવાનો અભ્યાસ. ઈંદ્રિય આદિને કાબૂમાં ન રાખવાથી થતા નુકશાન વગેરેની વિચારણા રૂપ વિધિથી ઈંદ્રિય વગેરેનું સારી રીતે પરિકર્મ કરે. [૧૩૮૬] પ્રશ્ન- સાધુએ પહેલાં જ ઈંદ્રિય, કષાય અને યોગોને કાબૂમાં રાખી લીધા છે ને ? ઉત્તર- તમારી વાત સાચી છે. તો પણ “ઈંદ્રિયાદિના જયથી પ્રસ્તુત કાર્યની સિદ્ધિ થાય છે.” એમ માનતો સાધુ ઈંદ્રિયાદિના વિશેષ જય માટે પ્રયત્ન કરે છે. [૧૩૮૭] પ્રસ્તુતમાં ઈંદ્રિય અને યોગોના જય માટે તેવો અધિકાર નથી જેવો અધિકાર કષાયોના જય માટે છે, અર્થાત્ મુખ્યતયા કષાયોનો જય કરવાનો છે. કારણ કે કષાયો વિના ઈંદ્રિયો અને યોગો દુઃખવૃદ્ધિનું બીજ બનતા નથી. [૧૩૮૮] કષાયો પણ ઈંદ્રિય અને યોગોથી રહિત હોતા નથી, તેથી કષાયોને કાબૂમાં રાખવા માટે ઈંદ્રિય અને યોગોને પણ કાબૂમાં રાખવા જોઈએ. [૧૩૮૯] तपोभावनादिप्रतिपादनायाह इअ परिकम्मिअभावो ऽणब्भत्थं पोरिसाइ तिगुणतवं । कुणइ छुहाविजयट्ठा, गिरिणइसीहेण दिट्टंतो ।। १३९० ॥ ( दारं ५ ) वृत्ति:- ' इति परिकम्पितभावः' सन् इन्द्रियादिविनियमनेन 'अनभ्यस्तम्' - असात्मीभूतं પૂર્વ ‘પૌ ધ્યાની 'સુપનક્ષણમંતત્‘ત્રિશુળ' તપ: ‘તિ', ત્રિવાસેવનેન, ‘ક્ષુદ્ઘિનયાય’सात्मीभावेन क्षुद्विजयार्थं, 'गिरिनदीसिंहेना 'त्र 'दृष्टान्तः', यथाऽसौ गिरिनदीं वेगवतीमसकृदुत्तरणेनापि प्रगुणमुत्तरति, एवमसावबाधकं तपः करोतीति गाथार्थः ॥ १३९० ॥ તપભાવના વગેરે ભાવનાનું પ્રતિપાદન કરવા માટે કહે છે— ઈંદ્રિયાદિ ઉપર વિજય મેળવીને પરિકર્મિત ભાવવાળો થયેલ સાધુ પહેલાં જે તપનો અભ્યાસ ન કર્યો હોય=જે તપ આત્મસાત્ ન થયો હોય તે પોરિસિ વગેરે તપ ત્રણ ગણું કરે, અર્થાત્ ત્રણ વાર કરે. અહીં પોરિસિ આદિ એ ઉપલક્ષણ છે. (આથી જે તપનો અભ્યાસ ન હોય એ તપ ત્રણ ગણું કરે એમ સમજવું.) શા માટે કરે ? તપને આત્મસાત્ કરીને ક્ષુધા ઉપર વિજય મેળવવા માટે કરે. આ વિષે ગિરિનદીના સિંહનું દૃષ્ટાંત છે. જેમ ગિરિનદીનો સિંહ પાણીના વેગવાળી ગિરિનદી વારંવાર ઉતરવાનો અભ્યાસ હોવાથી અનેકવાર ઉતરવા છતાં સરળતાથી ઉતરે છે, તેમ સાધુ તપનો અભ્યાસ કરીને તપને અબાધક બનાવેગમે તેટલો તપ કરવા છતાં વાંધો ન આવે તેવો બનાવે. [૧૩૯૦] ૧. વિનેન્દ્રિયનયં નૈવ, ઋષાયાન્ નેતુમીશ્વર: | દન્યતે તેમનું બાહ્યં 7 વિના ખ્વતિતનસ્ત્રમ્ ॥ યો, શા. પ્ર. ૪ ગા. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy