________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[૧૯૭
__ वृत्तिः- 'अदृश्यकर्तृकं 'नो' नैव 'अन्यत् श्रूयते कथं न्वाशङ्का ?', विपक्षादृष्टेरित्यर्थः, अत्राह-'श्रूयते पिशाचवचनं, कदाचिल्लौ 'किकमेतद्, 'एतत्तु' वैदिकमपौरुषेयं 'न सदैव' श्रूयत રૂતિ થાર્થઃ || ૧૨૮૨ //
વેદવચનમાં આ બધું ઘટી શકતું નથી. કારણ કે વૈદિકમત અપૌરુષેય છે પુરુષે કહેલું નથી. વચન હોય અને અપૌરુષેય હોય એ અત્યંત વિરુદ્ધ છે. [૧૨૭૮] આ વિષયની વિચારણા કરે છેકારણકે વચન શબ્દનો “જે કહેવાય તે વચન' એવો વચન શબ્દની વ્યુત્પત્તિથી નીકળતો અર્થ છે. આ પ્રમાણે પુરુષ વિના વચન ન હોઈ શકે, અર્થાત્ પુરુષ વિના કહી શકાય નહિ. તેથી જો વચન અપૌરુષેય હોય તો નિયમા વચનનો અભાવ સિદ્ધ થાય છે. [૧૨૭૯] લોકમાં ક્યાંય પુરુષના પ્રયત્નથી રહિત વચન સાંભળવામાં આવતું નથી. કદાચ તેવું વચન સાંભળવામાં આવે તો પણ તે વચનનો અદશ્ય કર્તા હોવો જોઈએ એવી શંકા દૂર થતી નથી = સદા રહે છે. કારણ કે કર્તા વિના વચન હોય એમાં કોઈ પ્રમાણ નથી. [૧૨૮૦]
પ્રશ્ન- જેનો અદશ્ય કર્તા (= બોલનાર) હોય તેવું વચન સંભળાતું જ નથી, તો પછી તેની શંકા કેમ થાય ?
ઉત્તર- પિશાચનું વચન ક્યારેક સંભળાય છે. પિશાચ ક્યારેક અદશ્ય રહીને બોલે છે એમ લોકમાં પ્રસિદ્ધ છે. જ્યારે વૈદિક અપૌરુષેય વચન ક્યારેય સંભળાતું નથી. [૧૨૮૧] यथाऽभ्युपगमदूषणमाह
वण्णायपोरसेअं, लोइअवयणाणवीह सव्वेसि ।
वेअम्मि को विसेसो?, जेण तहिं एसऽसग्गाहो ॥१२८२ ॥ वृत्तिः- 'वर्णाद्यपौरुषेयं लौकिकवचनानामपीह सर्वेषां', वर्णसत्त्वादिवाचकत्वादेः पुरुषैरविकरणात्, वेदे को विशेषो येन तत्रैषोऽसद्ग्रहः' अपौरुषेयत्वासद्ग्रह इति गाथार्थः ॥ १२८२ ॥
વૈદિકોની માન્યતા પ્રમાણે તેમાં દૂષણ કહે છે–
એમ તો તમારા સિદ્ધાંત પ્રમાણે) સર્વ લૌકિક વચનોના પણ વર્ણ, શબ્દ વગેરે અપૌરુષેય છે. કારણ કે વર્ણ, શબ્દ વગેરેની રચના અને અમુક શબ્દ અમુક અર્થનો વાચક છે ઇત્યાદિ વિભાગ પુરુષોએ કરેલ નથી. (કિંતુ ઈશ્વરે કરેલ છે.) તો પછી વેદમાં એવી તે શી વિશેષતા છે, જેથી તમારો વેદ જ અપૌરુષેય છે એવો અસદાગ્રહ છે. [૧૨૮૨]. ૧. ટીકાના વિપક્ષદ એ પદનો “વિપક્ષ જોવામાં આવતો ન હોવાથી" એ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે. ન્યાયની પરિભાષા
પ્રમાણે જેમાં સાધાભાવ નિશ્ચિત હોય તે વિપક્ષ કહેવાય. જેમકે- પર્વતો હિમામ્ પૂજન્ એ સ્થળે વદ્ધિ સાધ્ય છે. સાધ્યાભાવ વન્યભાવ છે. સરોવરમાં વન્યભાવ નિશ્ચિત છે માટે સરોવર વિપક્ષ છે. એ રીતે પ્રસ્તુતમાં ‘ચિત્ વનપદથવાવ' ' દ રજ્ઞા'એવા અનુમાનની સામે વાદીએ નાદથર્વવનત્વા એવું અનુમાન મૂક્યું. આમાં અદેશ્યકતૃત્વાભાવ સાધ્ય હોવાથી સાધ્યાભાવ અદેશ્યકતૃકત્વાભાવાભાવ = અદેશ્યકતૃકત્વ છે. અદશ્યકતૃત્વ જેમાં નિશ્ચિત હોય તે વિપક્ષ કહેવાય.
અદેશ્યકત્વ જેમાં હોય તેવો વિપક્ષ જોવામાં આવતો નથી, અર્થાતુ જે વચનનો કર્તા અદેશ્ય હોય તેવું વચન જોવામાં આવતું નથી. ૨. વૈદિકો આ જગત ઈશ્વરે બનાવ્યું છે, એટલે કે જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વરે બનાવ્યું છે, એમ માને છે. વૈદિકોની આ માન્યતા
પ્રમાણે વેદ અપૌરુષેય છે એ વિશે દૂષણ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org