SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते णय णिच्छओवि हु तओ, जुज्जइ पायं कहिंचि सण्णाया। जं तस्सऽत्थपगासण-विसएह अइंदिया सत्ती ॥ १२८३ ।। वृत्तिः- 'न च निश्चयोऽपि 'ततो' वेदवाक्यात् 'युज्यते प्रायः क्वचिद्व'स्तुनि 'सन्न्यायाद्, 'यद्' यस्मात् 'तस्य' वेदवचनस्य 'अर्थप्रकाशनविषये 'इह' प्रक्रमे ऽतीन्द्रिया offત નાથાર્થઃ || ૧૨૮રૂ | नो पुरिसमित्तगम्मा, तदतिसओऽविहु ण बहुमओ तुम्हं । लोइअवयणेहितो, दिटुं च कहिंचि वेहम्मं ॥ १२८४ ॥ वृत्तिः- 'नो पुरुषमात्रगम्या' एषा, तदतिशयोऽपिन बहुमतो युष्माकम्', अतीन्द्रियदर्शी, 'लौकिकवचनेभ्यः' सकाशात् 'दृष्टं च कथञ्चिद्वैधयं वेदवचनानामिति गाथार्थः ।। १२८४ ॥ ताणिह पोरसेआणि, अपोरसेआणि वेयवयणाणि । सग्गुव्वसिअमुहाणं दिट्ठो तह अत्थभेओऽवि ॥ १२८५ ॥ वृत्तिः- 'तानीह पौरुषेयाणि'-लौकिकानि 'अपौरुषेयाणि वेदवचनानी'ति वैधऱ्या, 'स्वर्गोर्वशी-प्रमुखानां' शब्दानां 'दृष्टस्तथाऽर्थभेदोऽपि', अप्सरोादिरूप इति गाथार्थः । एवं य एव लौकिकास्त एव वैदिकाः स एव चैषामर्थ इति यत्किञ्चिदेतत् ॥ १२८५ ॥ તથા 'સુનીતિથી તો વેદવાક્યના આધારે પ્રાયઃ કોઈ વિષયમાં અમુક વિષય અમુક રીતે છે ઈત્યાદિ) નિશ્ચય પણ થઈ શકે નહિ. કારણ કે વેદવચનના અર્થનું પ્રકાશન (= પ્રગટ) કરવામાં અતીદિયશક્તિ જોઈએ. [૧૨૮૩] અતીન્દ્રિયશક્તિ કોઈ પણ પુરુષ મેળવી શકતો નથી. કારણ કે કોઈ પુરુષ અતીદ્રિયદર્શી હોય એમ તમે માનતા નથી. પૂર્વપક્ષ- લૌકિક વચનોના આધારે વૈદિકવચનોનો અર્થ સમજી શકાય છે. ઉત્તરપક્ષવૈદિકવચનો લૌકિક વચનોથી કોઈક રીતે વિરુદ્ધ જોવામાં આવે છે. [૧૨૮૪] (તે આ પ્રમાણે-) લૌકિક વચનો પૌરુષેય છે, અને વેદવચનો અપૌરુષેય છે એવો વિરોધ છે. (પૌરુષેયવચનોથી અપૌરુષેયવચનો શી રીતે સમજી શકાય ?) તથા લોકમાં સ્વર્ગોર્વશી વગેરે શબ્દોનો અર્થભેદ પણ છે, અર્થાત્ એક જ શબ્દના અનેક અર્થ થાય છે. સ્વર્ગોર્વશી શબ્દના અપ્સરા, ઉર્વી વગેરે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. (આથી અમુક શબ્દનો શો અર્થ છે એનો નિર્ણય કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે.) આ પ્રમાણે જે લૌકિક શબ્દો છે, તે જ વૈદિક શબ્દો છે. અને એ શબ્દોનો તે જ અર્થ છે એ તત્ત્વરહિત છે. [૧૨૮૫) ૧, અતીન્દ્રિયશક્તિથી વેદો રચાયા છે, માટે તેને જાણવા=સમજવા માટે પણ અતીન્દ્રિય શક્તિ જોઈએ એ સુનીતિથી. ૨. જેમ જૈનદર્શન પ્રમાણે અવધિજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની અને કેવલજ્ઞાની વગેરે અતીદ્રિયદર્શી પુરુષો હોય છે, તેમ વૈદિકદર્શન પ્રમાણે કોઈ પુરુષ અતીન્દ્રિયદર્શી હોતો નથી. ૩. અપ્સરા એટલે સ્વર્ગની રૂપવતી વેશ્યાઓ, ઉર્વી એક અપ્સરાનું નામ છે. અપ્સરા સ્વર્ગની સર્વસામાન્ય રૂપવતી વેશ્યા છે, અને ઉર્વી અપ્સરાવિશેષ છે એમ અર્થભેદ છે. યદર્શી હોતો મન:પર્યવશાનીમા જવા માટે પણ અar Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy