________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५०७
પૂર્વપક્ષ- જે જિનસંબંધી અનુષ્ઠાન હોય તે આજ્ઞાથી વિપરીત હોય તો પણ દ્રવ્યસ્તવ છે, એમ માનવાથી અતિ પ્રસંગ નહિ આવે, અર્થાત્ હિંસાદિ પાપની ક્રિયા દ્રવ્યસ્તવ નહિ બને. કારણ કે તે જિનસંબંધી નથી.
ઉત્તરપક્ષ- એમ માનવામાં તો જિન પ્રત્યે આક્રોશ કરવો વગેરે નિક્રિયા પણ દ્રવ્યસ્તવ બનશે. કારણ કે તે જિનસંબંધી છે.
પૂર્વપક્ષ- આજ્ઞાવિપરીત પણ જિનસંબંધી અનુષ્ઠાન જો ઉચિત હોય તો જ દ્રવ્યસ્તવ છે, અર્થાત્ આજ્ઞાવિપરીત પણ જિનસંબંધી ઉચિત જ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે. આથી જિન પ્રત્યે આક્રોશ કરવો વગેરે નિઘક્રિયા દ્રવ્યસ્તવ નહિ બને. કારણ કે તે ઉચિત નથી.
ઉત્તરપક્ષ- આમ માનવાથી જિનસંબંધી ઉચિત શું છે? એની તપાસ કરવાની પ્રવૃત્તિ થવાથી તે આજ્ઞાની આરાધના જ છે-આપ્તના ઉપદેશનું પાલન જ છે. કારણ કે ઉચિત ક્રિયા આપ્તની આજ્ઞાના પાલનરૂપ છે. આપની આજ્ઞાથી વિરુદ્ધ હોય તે ઉચિત ક્રિયા હોઈ શકે નહિ, અને જે ક્રિયા ઉચિત હોય તે આપની આજ્ઞાથી વિરુદ્ધ હોઈ શકે નહિ. [૧૧૪૬] भावार्थदर्शनेन प्रकृतयोजनामाह
जं पुण एअविउत्तं, एगंतेणेव भावसुण्णंति ।
तं विसअंमिवि ण तओ, भावथयाहेउओ निअमा ( उचिओ) ॥ ११४७ ॥ वृत्तिः- 'यत्पुन'रनुष्ठानं 'एतद्वियुक्तम्' औचित्यान्वेषणादिशून्यं 'एकान्तेनैव भावशून्यमित्या'ज्ञा-निरपेक्षतया 'तद्' अनुष्ठानं 'विषयेऽपि' वीतरागादौ 'न तक' इति न द्रव्यस्तवः कुत इत्याह-'भावस्तवाहेतुत्वात्' भावस्तवस्याकारणत्वेन, 'उचित' इति यथाभूतो भावस्तवाङ्गं न, अप्रधानस्तु भवतीति गाथार्थः ॥ ११४७ ॥
ભાવાર્થ બતાવવા પૂર્વક પ્રસ્તુતમાં યોજના કરે છે–
જે અનુષ્ઠાન ઔચિત્યથી રહિત છેઃઉચિત શું છે? એવી વિચારણાથી રહિત છે અને સર્વથા જ ભાવથી (= બહુમાનથી) શૂન્ય છે તે અનુષ્ઠાન આજ્ઞાનિરપેક્ષ હોવાથી વીતરાગ વગેરે સંબંધી હોય તો પણ દ્રવ્યસ્તવ બનતું નથી. કારણ કે તેવું અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ બનતું નથી. તેવું અનુષ્ઠાન ઉચિત દ્રવ્યસ્તવ નથી, એટલે કે ભાવસ્તવનું કારણ બને તેવું (થાભૂત: =) 'પ્રધાનદ્રવ્યસ્તવ નથી, પણ અપ્રધાનદ્રવ્યસ્તવ છે. (દ્રવ્યસ્તવના પ્રધાન અને અપ્રધાન એવા બે ભેદ છે. જે અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ બને તે પ્રધાનદ્રવ્યસ્તવ છે, અને જે અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ ન બને તે અપ્રધાનદ્રવ્યસ્તવ છે. અહીં “દ્રવ્યસ્તવ બનતું નથી” એમ જે કહ્યું છે તેનો અર્થ “પ્રધાનદ્રવ્યસ્તવ બનતું નથી” એવો છે.) [૧૧૪૭] ૧, યથાભૂત એટલે વાસ્તવિક. જે ભાવસ્તવનું કારણ બને તે વાસ્તવિક છે. પ્રધાન દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બને છે. આથી વાસ્તવિક
શબ્દનો તાત્પર્યાર્થ પ્રધાન દ્રવ્યસ્તવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org