________________
૧૦૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते भोगाइफलविसेसो, उ अत्थि एत्तोऽवि विसयभेएणं ।
तुच्छो अ तओ जम्हा, हवइ पगारंतरेणावि ॥ ११४८ ॥ वृत्तिः- 'भोगादिफलविशेषस्तु' सांसारिक ए वास्त्यतोऽपि'-द्रव्यस्तवात् सकाशाद् 'विषयभेदेन' स्तूयमानविशेषेण; 'तुच्छस्त्वसौ'-भोगादिफलविशेषः, 'कस्माद् ?, भवति प्रकारान्तरेणापि' अकाम-निर्जरादिना यत इति गाथार्थः ॥ ११४८ ।।
(અપ્રધાન દ્રવ્યસ્તવથી ફળ બહુ અલ્પ મળે છે...) મનોહર વિષયો વગેરે ફળ સાંસારિક છે અને તે ફળ તો અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ મળે છે.
પ્રશ્ન- અપ્રધાન દ્રવ્યસ્તવ આખ આજ્ઞાથી બાહ્ય હોવા છતાં તેનાથી મનોહર વિષયાદિ ફળ કેમ મળે છે ?
ઉત્તર- (fવસમેનક) વિષયવિશેષથી તે ફળ મળે છે. દ્રવ્યસ્તવનો વિષય વીતરાગ ભગવાન છે. આથી દ્રવ્યસ્તવનો વિષય પ્રધાન છે. વીતરાગ ભગવાન સંબંધી કોઈ પણ અનુષ્ઠાન આજ્ઞાબાહ્ય હોય તો પણ સાવ નિષ્ફળ તો ન જ બને. અપ્રધાન દ્રવ્યસ્તવ વીતરાગ ભગવાન સંબંધી હોવાથી આજ્ઞાબાહ્ય હોવા છતાં તેનાથી મનોહર વિષયો વગેરે ફળ મળે છે. પણ તે ફળ તુચ્છ-અલ્પ છે. કારણ કે તે ફળ તો પ્રકારોતરથી=દ્રવ્યસ્તવ સિવાય અકામનિર્જરા વગેરેથી પણ મળે છે. (જે બીજાં કારણોથી મળતું હોય તે જ જો વીતરાગ સંબંધી અનુષ્ઠાનથી પણ મળતું હોય તો એમાં વીતરાગ સંબંધી અનુષ્ઠાનની વિશેષતા શી? વીતરાગસંબંધી અનુષ્ઠાનની વિશેષતા તો જ કહેવાય કે જો જે બીજાથી ન મળે તે મળતું હોય. એટલે અપ્રધાન દ્રવ્યસ્તવથી મનોહર વિષયો વગેરે ફળ મળે છે એમાં કોઈ વિશેષતા નથી. વિશેષતા નથી એટલું જ નહિ, બલ્ક અપેક્ષાએ ન્યૂનતા છે. કારણ કે જેનાથી મોક્ષફળ મળી શકે તેનાથી માત્ર ભોગ ફળ જ મળે છે. જેમાંથી દારિદ્રયને દૂર કરનાર મણિ મળતા હોય તેવા સમુદ્રમાંથી માત્ર કાચનો ટુકડો મળે તો શું એ ન્યૂનતા ન કહેવાય? કાચના ટુકડાની પ્રાપ્તિને સમુદ્રનું ફળ કહેવાય? ન કહેવાય. જે પેઢીથી દરરોજ હજારોની આવક થઈ શકે તેમ હોય તે પેઢીથી માત્ર આજીવિકા ચાલે તેટલું જ રળે તો તે ન્યૂનતા ન કહેવાય? આને શું કમાણી કહેવાય? ન કહેવાય. તેમ મોક્ષ આપનાર વીતરાગ ભગવાન સંબંધી અનુષ્ઠાનથી માત્ર ભોગફળ જ મળે તો શું તેને વાસ્તવિક ફળ કહેવાય? અવિવેકીઓને ભલે તે ફળ તરીકે દેખાય, પણ વિવેકીઓને તો તે વાસ્તવિક ફળ તરીકે દેખાય નહિ.) [૧૧૪૮]
उचियाणुट्ठाणाओ, विचित्तजइजोगतुल्लमो एस ।
जं ता कह दव्वथओ?, तद्दारेणऽप्पभावाओ ॥ ११४९ ॥ वृत्तिः- 'अथोचितानुष्ठानकारणाद्विचित्रयतियोग्यतुल्य एवैषः' विहितत्वात्, यद्यस्मात् 'तत्' तस्मात् कथं द्रव्यस्तवः ?', भावस्तव एवास्तु, अत्रोत्तरं-'तद्वारेण'द्रव्यद्वारे णाल्पभावा'त्स्तोकभावोपपत्तेरिति गाथार्थः ॥ ११४९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org