________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[ ૪૬૨ यत एवम्
तम्हा बद्धस्स तओ, बंधोऽवि अणाइमं पवाहेण ।
इहरा तयभावम्मी, पुव्वं चिअ मोक्खसंसिद्धी ॥ ११०६ ।। વૃત્તિ - “તસ્માદ્ધિચૈવ ૩ણી'-મોક્ષ, ‘વન્યો નિવમીન ‘પ્રવાઇ' સલ્તત્યા, 'इतरथा' एवमनङ्गीकरणेन 'तदभावे' बन्धाभावे सति ‘पूर्वमेव' आदावेव 'मोक्षसंसिद्धिः', તદ્રુપત્નીત્તતિ નાથાર્થઃ || ૧૨૦૬ //
આથી બંધાયેલાનો જ મોક્ષ થાય છે. બંધ પણ પ્રવાહ (પરંપરા)થી અનાદિ છે. જો એમ (= બંધ અનાદિ છે એમ) ન માનવામાં આવે તો ક્યારેક બંધ ન હતો એમ સિદ્ધ થાય. એમ સિદ્ધ થાય તો પહેલાં જ મોક્ષ થઈ જાય. કારણ કે આત્મા (બંધાયેલો ન હોવાથી) મોક્ષ સ્વરૂપ છે. [૧૧૦૬] अत्राह
अणुभूअवत्तमाणो बंधो, कयगोत्तिऽणाइमं कह णु ? ।
जह उ अईओ कालो, तहाविहो तह पवाहेण ॥ ११०७ ॥ वृत्तिः- 'अनुभूतवर्त्तमान' इति अनुभूतवर्तमानभावो 'बन्धः कृतक इति'कृत्वा स एवम्भूतो ऽनादिमान् कथं नु ?', प्रवाहतोऽपीतिभावः, अत्रोत्तरम्-'यथैवातीतः कालः 'तथाविधः 'अनुभूतवर्त्तमानभावोऽप्यनादिमान् तथा प्रवाहेण' बन्धोऽप्यनादिमानिति गाथार्थः ।। ११०७ ।।
પ્રશ્ન- જે બંધે વર્તમાનભાવનો અનુભવ કરી લીધો છે તે બંધ કૃતક કહેવાય. તો આવો બંધ પ્રવાહથી પણ અનાદિ કેવી રીતે હોય ?
ઉત્તર- જેમ ભૂતકાળ અનુભૂત વર્તમાન ભાવવાળો હોવા છતાં પ્રવાહથી અનાદિ છે, તેમ બંધ પણ પ્રવાહથી અનાદિ છે.
ભાવાર્થ-બંધના ક્રિયમાણ અને કૃતક એમ બે ભેદ છે. વર્તમાનમાં જે બંધ થઈ રહ્યો છે તે ક્રિયમાણ બંધ છે. (ક્રિમણ = કરાતું) અને જે બંધ થઈ ગયો છે તે કૃતક બંધ છે. (ત = કરેલું.
ત એ જ કૃત) આ બે ભેદમાં ક્રિયમાણ કર્મની આદિ છે. કેમકે વર્તમાનમાં થઈ રહ્યું છે. પણ કૃતક કર્મ પ્રવાહથી અનાદિથી છે, એટલે કે ક્યારથી જીવને આ બંધ શરૂ થયો તેનો આદિ કાળ નથી. અહીં વાદી પ્રશ્ન કરે છે કે- કૃતક બંધને અનાદિ કેમ કહેવાય? કારણ કે કૃતકબંધની “જે બંધે વર્તમાન ભાવનો અનુભવ કરી લીધો છે તે બંધ કૃતક” એવી વ્યાખ્યા છે. આ વ્યાખ્યામાં વર્તમાનભાવ વર્તમાનપણું છે.તો વર્તમાનપણું અને અનાદિકાળ એ બેનો મેળ કેવી રીતે બેસે ? વર્તમાનભાવ (= વર્તમાનપણું) શબ્દ જ આદિનો સૂચક છે.
આ પ્રશ્નના સમાધાનમાં સિદ્ધાંતવાદી કહે છે કે- જેમ કાળના દરેક સમયમાં વર્તમાનપણું હોવા છતાં પોતપોતાના ઉત્તર સમયોની અપેક્ષાએ તે બધામાં ભૂતકાળપણું છે, અર્થાત્ તેમનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org