________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
तम्हा उभावसम्मं, एवंविहमेव होइ नायव्वं । पसमाइलिंगजणयं, निअमा एवंविहं चेव ॥ १०६५ ॥
वृत्ति:- यस्मादेवं 'तस्माद् भावसम्यक्त्वमेवंविधमेव' यथोक्तलक्षणं 'भवति ज्ञातव्यं પ્રશમાવિત્તિŞનની', સ્વાર્યવિત્યર્થ:, ‘નિયમાવેવવિધમેવ', નાન્યવિતિ ગાથાર્થ: II ૨૦૬૯ II तत्तो अ तिव्वभावा, परिसुद्धो होइ चरणपरिणामो ।
तत्तो दुक्खविमोक्खो, सासयसोक्खो तओ मोक्खो ॥ १०६६ ॥ वृत्ति:- 'ततश्च' यथोदितात् सम्यक्त्वात्' तीव्रो भाव: ' शुभः तीव्रभावात् ' परिशुद्धो भवति' निष्कलङ्क श्चरणपरिणामो' भावरूप इत्यर्थः, 'ततः ' चरणपरिणामात् सकाशाद् ' दुःखविमोक्षः 'घातिकर्म्मभवोपग्राहिकर्म्मविमोक्षः 'शाश्वतसौख्यस्ततो मोक्ष' इति गाथार्थः ॥ १०६६ ||
આ જ વિષયને વિચારે છે—
જ્યારે ચિંતામણી વગેરે કોઈ રત્નનું થોડુંક 'જ્ઞાન હોય ત્યારે તેમાં જેટલી (આ ઉપાદેય છે એવી) શ્રદ્ધા હોય, તે જ રત્નનું વિશેષજ્ઞાન થાય છે, ત્યારે તેમાં પૂર્વ કરતાં અનંતગણી શ્રદ્ધા થાય છે. માટે પૂર્વોક્ત ભાવસમ્યક્ત્વનું લક્ષણ જેમાં હોય તે જ ભાવસમ્યક્ત્વ જાણવું. આવું જ સમ્યક્ત્વ પ્રશમાદિ લિંગનું જનક છે, અર્થાત્ સ્વકાર્ય (પ્રશમ વગેરે) કરે છે. અન્ય (= દ્રવ્ય) સમ્યક્ત્વ પ્રશમાદિજનક નથી. યથોક્ત (= ભાવ) સમ્યક્ત્વથી તીવ્ર શુભ ભાવ થાય છે. તીવ્ર શુભ ભાવથી વિશુદ્ધ ચારિત્રના પરિણામ થાય છે. વિશુદ્ધ ચારિત્રના પરિણામથી ઘાતીકર્મો અને ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થાય છે. ધાતીકર્મો અને ભવોપગ્રાહી કર્મોના ક્ષયથી શાશ્વત સુખવાળો મોક્ષ થાય છે. [૧૦૬૪ થી ૧૦૬૬]
प्रासङ्गिकमभिधाय प्रकृते मीलयति
[ ૪૭૫
सुअधम्मस्स परिक्खा, तओ कसाईहिँ होइ कायव्वा । तत्तो चरित्तधम्मो पायं होइ त्ति काऊणं ॥ १०६७ ॥
Jain Education International
૧. કોઈ વસ્તુનું જ્યારે અજ્ઞાન હોય છે-તેના ગુણોનું વિશેષ જ્ઞાન હોતું નથી ત્યારે તેના ઉપર સામાન્ય શ્રદ્ધા હોયછે. તે જ વસ્તુ જ્ઞાત બને છે = તેના ગુણોનું વિશેષ જ્ઞાન થાય છે ત્યારે તેના વિષે પૂર્વે જે શ્રદ્ધા હતી તેના કરતાં અનંતગણી શ્રદ્ધા વધી જાય છે.
આ હકીકતને આપણે દૃષ્ટાંતથી વિચારીએ, રોગીને રોગ દૂર કરનારા ઔષધનું નામ સાંભળતાં એ ઔષધ પ્રત્યે શ્રદ્ધા જાગે છે, પણ જ્યારે એ ઔષધનું વિશેષજ્ઞાન મેળવે છે, તેમાં રહેલી અદ્ભુત શક્તિનું ચોક્કસ જ્ઞાન થાય છે, આના સેવન વિના મારો રોગ નહિ જાય એવી ચોક્કસ ખાત્રી થાય છે, ત્યારે તેની શ્રદ્ધા કઈગુણી વધી જાય છે. હીરાના હાર પ્રત્યે બાળકને જે શ્રદ્ધા હોય છે તેનાથી અનંતગણી શ્રદ્ધા મોટા માણસને હોય છે. એકાએક રત્નની પ્રાપ્તિ થતાં એ રત્ન પ્રત્યે શ્રદ્ધા જાગે છે. પણ તેની પરીક્ષા કરતાં તેના ગુણોનું જ્ઞાન થતાં આ તો જીવનપર્યંત દરિદ્રતાને ફેડનાર ચિંતામણી રત્ન છે એવી ખબર પડતાં તેના પ્રત્યે અનંતગણી શ્રદ્ધા પ્રગટે છે. બાળપોથીમાં ભણતા વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેનાથી કઈગુણી શ્રદ્ધા કોલેજના વિદ્યાર્થીને હોય છે.
એ જ પ્રમાણે દ્રવ્ય સમ્યગ્દર્શનમાં જેટલી શ્રદ્ધા હોય છે, તેના કરતાં અનંતગુણી શ્રદ્ધા ભાવ સમ્યગ્દર્શનમાં હોય છે. ભાવસમ્યક્ત્વ જ તાત્ત્વિક છે. ભાવસમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પદાર્થોના યથાર્થ જ્ઞાનની જરૂર છે. આથી અપેક્ષાએ જ્ઞાનની મહત્તા વધારે છે. (ઉં. રહ. ગાથા ૧૧૦ની ટીકા, ઉ. ૫. ગા. ૬૮૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org