________________
पञ्चवस्तुके अनुयोग - गणानुज्ञाद्वारम् ]
[ ૪૬૬
वृत्ति:- 'कल्याणानि चात्र' - विचारे ' यानि सम्प्राप्तमोक्षबीजस्य' प्राणिनः 'सुरमनुष्येषु સુદ્ધાનિ’ વિવિાળિ‘નિયમેન શુમાનુવન્ધીનિ', ન્યાય્યત્વાવિતિ ગાથાર્થઃ || ૧૦૨૭ ॥ (કલ્યાણોની વ્યાખ્યા કહે છે—)
પ્રસ્તુતમાં કલ્યાણો એટલે મોક્ષબીજને પામેલા જીવને દેવલોક અને મનુષ્યલોકમાં પ્રાપ્ત થતાં નિયમો શુભનો અનુબંધ કરે તેવાં વિવિધ સુખો. કારણ કે તે સુખો ન્યાયથી યુક્ત છે.
(ભાવાર્થ- ભૌતિક સુખની આશંસા વિના કરેલા ધર્મથી મળેલાં સુખો ન્યાયથી યુક્ત છે, જ્યારે ભૌતિક સુખની આશંસાથી કરેલા ધર્મથી મળેલાં સુખો અન્યાયથી યુક્ત છે. આથી જ યોગબિંદુમાં ગા. ૧૪૫માં ભૌતિક સુખની આશંસાથી લીધેલા ચારિત્રથી મળેલાં નવત્રૈવેયકોનાં સુખોને અનીતિથી મેળવેલા ધનની જેમ અહિતકર કહ્યાં છે. મોક્ષબીજને પામેલ જીવ ધર્મ મોક્ષ માટે કરે છે. એથી એનો ધર્મ ભૌતિક આશંસાથી રહિત હોય છે. આથી તેને મળેલાં શુભાનુબંધી સુખો પરંપરાએ મોક્ષપ્રાપક હોવાથી ન્યાયથી યુક્ત છે.) [૧૦૨૭]
सम्मं च मोक्खबीअं, तं पुण भूअत्थसद्दहणरूवं । पसमाइलिंगगम्मं, सुहायपरिणामरूवं तु ॥ १०२८ ॥
વૃત્તિ:- ‘સમ્યવત્તું ચ મોક્ષવીન’ વત્તુતે, ‘તત્પુન:' સ્વરૂપેન ‘મૃતાર્થશ્રદ્ધાનરૂપ' તથા ‘પ્રશમાવિત્તિજ્ઞામ્યમે‘તત્ ‘શુમાત્મપરિણામરૂપ', નીવધર્મ તિ ગાથાર્થ: ! ૨૦૨૮ ॥ तम्मि सइ सुहं नेअं, अकलुसभावस्स हंदि जीवस्स । बंध असु खलु, धम्मपवत्तस्स भावेण ॥ १०२९ ॥
वृत्ति:- 'तस्मिन् सति सुखं ज्ञेयं' - सम्यक्त्वे शुद्धाशयस्य, 'अनुबन्धश्च शुभः खलु' तस्मिन् सति ગાથાર્થ: ।। ૧૦૨૬ ||
'अकलुषभावस्य हन्दि जीवस्य'धर्म्मप्रवृत्तस्य 'भावेन' परमार्थेनेति
.
(સમ્યક્ત્વનું વર્ણન કરે છે–)
સમ્યક્ત્વ મોક્ષનું બીજ છે. તે સમ્યક્ત્વ સ્વરૂપથી સત્ય જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાસ્વરૂપ અને આત્માના 'શુભપરિણામ સ્વરૂપ છે, અર્થાત્ જીવનો ધર્મ છે. આવું સમ્યક્ત્વ પ્રશમાદિ લિંગોથી જાણી શકાય છે. સમ્યક્ત્વ પ્રગટ થતાં (૧) જીવ શુદ્ધાશયવાળો બને છે, (૨) (એથી) જીવને પારમાર્થિક સુખની પ્રાપ્તિ થાય છે, (૩) જીવ પરમાર્થથી ધર્મમાં પ્રવૃત્તિ કરે છે અને (૪) પારમાર્થિક શુભનો અનુબંધ થાય છે. [૧૦૨૮-૧૦૨૯]
भूअत्थसद्दहाणं, च होइ भूअत्थवायगा पायं ।
सुअधम्माओ सो पुण, पहीणदोसस्स वयणं तु ॥ १०३० ॥
Jain Education International
૧. સત્ય જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ દ્રવ્ય સમ્યક્ત્વ છે, અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમાદિથી થતો આત્માનો શુભ પરિણામ એ ભાવસમ્યક્ત્વ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org