________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[ ૪૩
ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે
વાચનાના સ્થળને પ્રમાર્જીને વાચનાના સ્થળે કાજો લઈને સુંદર અને ઉચિત કપડાઓના બનાવેલાં બે આસનો પાથરવાં, તેમાં એક ગુરુને બેસવા માટે પાથરવું, બીજાં કંઈક ઊંચા સ્થાને સ્થાપનાચાર્ય માટે પાથરવું, આ સમવસરણનું ઉપલક્ષણ છે, અર્થાત્ સમવસરણની સ્મૃતિ નિમિત્તે સમવસરણના પ્રતીક રૂપે આસન ઉપર સ્થાપનાચાર્ય રાખવામાં આવે છે. (કારણ કે ઉત્સર્ગ માર્ગે સમવસરણ કર્યા વિના વાચના કરવાનો નિષેધ છે.) [૧૦૦૨] विधिविशेषमाह
दो चेव मत्तगाइं, खेले काइअ सदोसगस्सुचिए ।
एवंविहोऽवि णिच्चं, वक्खाणिज्जत्ति भावत्थो ॥ १००३ ॥ વૃત્તિ - “તે જીવ માત્ર' ભવત:- “સ્નેમમત્ર ઋયિમત્ર' વ, “સોપસ્ય' गुरोः, न सर्वस्य, 'उचिते' भूभागे भवतः, एदंपर्यमाह-'एवंविधोऽपि' सदोष: सन् 'नित्यं व्याख्यानयेदिति' प्रस्तुत भावार्थ' इति गाथार्थः ॥ १००३ ।।
जावइआ उ सुणिती, सव्वेवि हु ते तओ अ उवउत्ता ।
पडिलेहिऊण पोत्ति, जुगवं वंदंति भावणया ॥१००४ ॥ વૃત્તિ - “ચાવોઃ શ્રધ્વનિ' ચાલ્યા “સર્વેપિ' સાધવ: “તે “તતશ' તદ્દનન્તરે ‘૩પયુ: સન્ત: ‘પ્રપેક્ષ્ય પોત્ત' તયા યં ચ ‘યુરાપને પુરું, ન વિષયું, ‘માવનતા:' સન્ત તિ થાર્થ / ૨૦૦૪
વિશેષ વિધિ કહે છે–
ગુરુ કફ આદિની તકલીફવાળા હોય તો તેમના માટે એક શ્લેખ માટે અને એક લઘુનીતિ માટે એમ બે કુંડી યોગ્ય સ્થળે મૂકવી, પણ બધા ગુરુ માટે આ નિયમ નથી. આનો ભાવાર્થ એ છે કે ગુરુ કફ આદિની તકલીફવાળા હોય તો પણ સદા વાચના કરે. [૧૦૦૩ ત્યારબાદ જેટલા સાધુઓ ૧. વાત સમવસરને ચાહ્ય સ્વંત્સ: (ધર્મસંગ્રહ દશધા સામાચારી-ઉપસંપદા સામાચારીના વર્ણનમાં.) ૨. વાચના માટે અધિકારી એવા જ્ઞાનીએ માંદગી છતાં જ્યાં સુધી શક્તિ પહોંચે, ત્યાં સુધી વાચનાનું (વ્યાખ્યાનનું) દાન કરવાનું કહ્યું,
તેથી અધિકારી એવા સશક્ત નિરોગીને તો અવશ્ય વાચના આપવી જોઈએ એ સિદ્ધ થાય છે. એથી અધિકારી છતાં શિખ્યાદિને ભણાવવામાં પ્રમાદ કરનાર વિરાધક સમજવો, કારણકે- શ્રી જિનશાસનની (પ્રવચનની) વિદ્યમાનતા (પ્રવાહ) ટકાવવા માટે જ્ઞાનદાન મુખ્ય સાધન છે. તેનો પ્રવાહ અટકે તેટલી શાસનની કુસેવા થાય છે. વીતરાગવચનને જગતમાં પ્રચારવું અને આચરવું એ સાધુ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. જો શિષ્યાદિ અજ્ઞાન રહે, તો પરિણામે ક્રિયા પણ અજ્ઞાનક્રિયા રૂપ જ રહે અને જ્ઞાન (સમજણ) વિનાની તેવી ક્રિયા પણ આખરે નાશ પામે. જ્યાં જ્યાં ક્રિયા પ્રત્યે અનાદર દેખાય છે, ત્યાં ત્યાં ક્રિયાના લાભોનું અજ્ઞાન મુખ્ય હેતુ હોય છે. વરદત્તના જીવે પૂર્વભવમાં અધિકારી છતાં જ્ઞાનદાન પ્રત્યે કરેલા અનાદરથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જન કર્યું હતું. એ વાત જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આઠ પ્રભાવકોમાં પણ પ્રવચની અને ધર્મકથીનો નંબર મુખ્ય છે, તેમાં પણ આ હેતુ છે. જો કે એનો અર્થ એવો નથી કે અધિકારીએ પણ સૂત્રદાન કરવું જ જોઈએ. શાસ્ત્રનાં રહસ્યોને તથાવિધ ક્ષયોપશમના બળે વિનયપૂર્વક ગુરુકૃપાથી મેળવ્યાં હોય અને જે શિષ્યાદિનું આવર્જન કરવાની લબ્ધિવાળો (પુણ્યશાળી) હોય, તેણે જિનશાસનના પ્રવાહને છેડા સુધી પહોંચાડવાના અને શિષ્યાદિ પોતાના આશ્રિતોનો અનુગ્રહ કરવાના નિર્મળ ધ્યેયથી અવશ્ય વાચના આપવી જોઈએ, બીમાર પણ વાચનાદાતાએ પોતાની વાચના આપવાની શક્તિને ગોપવી બીજી આરાધના કરવી તે ઉચિત નથી, કારણકે-“શક્તિ ગોપવ્યા વિના જે યત્ન કરે, તે યતિ” કહેવાય છે. (ધ. સં. ભાષાંતર.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org