________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४४३
કેવા શિષ્યો યોગ્ય છે તે કહે છે–
સર્વત્ર રાગ-દ્વેષથી રહિત, બુદ્ધિમાન અને ધર્માર્થ (પરલોકભીરુ) શિષ્યો સામાન્યતયા સિદ્ધાંત સાંભળવાને = ભણવાને યોગ્ય છે. તે જ પ્રમાણે (વિશેષથી) અંગચૂલા વગેરે શાસ્ત્રોને આશ્રયીને પ્રાપ્ત અને પરિણત વગેરે પ્રકારના શિષ્યો યોગ્ય છે. [૯૭૩] मध्यस्थादिपदानां गुणानाह
मज्झत्थाऽसग्गाहं, एत्तोच्चिअ कत्थई न कुव्वंति ।
सुद्धासया य पायं, होति तहाऽऽसन्नभव्वा य ॥ ९७४ ॥ वृत्ति:- 'मध्यस्थाः ' प्राणिनः ‘असद्ग्राह', तत्त्वावबोधशत्रुम्, 'अत एव'-माध्यस्थ्यात् 'क्वचित 'स्तुनि 'न कुर्वन्ति', अपि तु मार्गानुसारिमतय एव भवन्ति, तथा 'शुद्धाशयाश्च' मायादि-दोषरहिताः 'प्रायो भवन्ति' मध्यस्थाः, तथाऽऽसन्नभव्याश्च, अतस्तेषु सफलः परिश्रम इति गाथार्थः ।। ९७४ ।।
મધ્યસ્થ આદિથી થતા લાભો કહે છે–
મધ્યસ્થ જીવો માધ્યય્યગુણના જ કારણે કોઈ વિષયમાં તત્ત્વબોધ માટે શત્રુસમાન કદાગ્રહ કરતા નથી, કિંતુ માર્ગાનુસારિમતિવાળા જ હોય છે, તથા મધ્યસ્થ જીવો પ્રાય: માયાદિ દોષોથી રહિત અને આસભવ્ય હોય છે. આથી તેમને સમજાવવામાં કરેલો પરિશ્રમ સફલ બને છે. [૯૭૪]
बुद्धिजुआ गुणदोसे, सुहुमे तह बायरे य सव्वत्थ ।
सम्मत्तकोडिसुद्धे, तत्तट्ठिइए पवज्जति ॥ ९७५ ॥ वृत्तिः- 'बुद्धियुक्ताः' प्राज्ञा ‘गुणदोषान्' वस्तुगतान् ‘सूक्ष्मांस्तथा बादरांश्च सर्वत्र'विध्यादौ सम्यक्त्वकोटिशुद्धान्'-कषच्छेदतापशुद्धान्'तत्त्वस्थित्या'-अतिगम्भीरतया प्रपद्यन्ते' साध्विति गाथार्थः ॥ ९७५ ॥
બુદ્ધિમાન જીવ વસ્તુમાં રહેલા સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોને જાણીને વિધિ આદિ દરેક વિષયમાં કષ-છેદ-તાપથી પરિશુદ્ધ હોય અને એથી પરમાર્થથી શુદ્ધ હોય તેનો સ્વીકાર કરે. [૯૭૫]
धम्मत्थी दिद्रुत्थे, हढोव्व पंकम्मि अपडिबंधाउ ।
उत्तारिज्जंति सुहं, धन्ना अन्नाणसलिलाओ ॥ ९७६ ॥ वृत्तिः- 'धार्थिनः' प्राणिनः 'दृष्टार्थे 'ऐहिके 'हढ एव'-वनस्पतिविशेष: 'पके अप्रतिबन्धात्' कारणाद् 'उत्तार्यन्ते' पृथक् क्रियन्ते 'सुखं 'धन्याः' पुण्यभाजः, कुतः ?'अज्ञानसलिलात्'-मोहादिति गाथार्थः ॥ ९७६ ॥
જેમ આ લોકમાં હડ નામની વનસ્પતિ કાદવમાં લપાતી ન હોવાથી કાદવથી અલગ કરી શકાય છે. તેમ ધન્ય એવા ધર્માર્થી જીવોને મોહથી સુખપૂર્વક અલગ કરી શકાય છે. [૯૭૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org