SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૨૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (૧) સત્કાર-સ્તુતિ કરવી વગેરે. (૨) અભુત્થાન આવે ત્યારે ઊભા થવું વગેરે. (૩) સન્માન=વસ્ત્રાદિ આપવું. (૪) આસનાભિગ્રહ આવે ત્યારે કે ઊભા હોય ત્યારે આસન આપવું, આસન ઉપર બેસવાની વિનંતિ કરવી વગેરે. (પ) આસનાનપ્રદાન તેમની ઈચ્છાનુસાર તેમનું આસન એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું. (૬) કૃતિકર્મ વંદન કરવું. (૭) અંજલિગ્રહ દર્શન થતાં અંજલિ જોડીને બે હાથ મસ્તકે લગાડવા. (૮) આગચ્છદનગમન=આવે ત્યારે સામા જવું. (૯) સ્થિતપર્કપાસન=બેઠા હોય ત્યારે પગ દબાવવા વગેરે સેવા કરવી. (૧૦) ગચ્છદનુગમન જાય ત્યારે થોડા માર્ગ સુધી તેમની સાથે વળાવવા જવું. - અનાશાતના વિનયના પંદર ભેદ છે. તે આ પ્રમાણે- તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયા અને પાંચ જ્ઞાન એ પંદરનો આશાતનાત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરવો. (ધર્મ = ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ.) ક્રિયા એટલે આસ્તિક્ય. ચારિત્ર વિનયના સામાયિક આદિ પાંચ ચારિત્રની મનથી શ્રદ્ધા કરવી, કાયાથી સ્પર્શનાપાલન કરવું અને વચનથી પ્રરૂપણા કરવી એમ ત્રણ પ્રકાર છે. આચાર્યાદિ વિષે અપ્રશસ્ત મન-વચન-કાયાનો વિરોધ કરવો અને પ્રશસ્ત મન આદિ પ્રવર્તાવવા, અર્થાત મનથી દુષ્ટ વિચારનો, વચનથી અનુચિત વાણીનો, અને કાયાથી અયોગ્ય વર્તનનો ત્યાગ કરવો અને મનથી આદરભાવ રાખવો, વચનથી ગુણોની પ્રશંસા કરવી અને કાયાથી સેવા કરવી એ મન-વચન-કાયા રૂપ વિનય છે. | ઉપચાર એટલે સુખકારી ક્રિયાવિશેષ. એવી ક્રિયાથી થતો વિનય તે ઔપચારિક વિનય છે. ઔપચારિક વિનયના સાત પ્રકારો છે. તે આ પ્રમાણે-(૧) અભ્યાસાસન=આદેશના અર્થી બનીને. અર્થાત્ ક્યારે મને આદેશ કરે અને હું એ આદેશને પાછું એવી ભાવનાથી, સદા આચાર્યની પાસે બેસવું. (૨) છન્દોડનુવર્તન આચાર્યની ઈચ્છા પ્રમાણે વર્તવું. (૩) કૃતપ્રતિકૃતિ આચાર્યની ભક્તિથી નિર્જરા થશે એટલું જ નહિ, પણ પ્રસન્ન થયેલા આચાર્ય મને શ્રુત ભણાવશે એવી ભાવનાથી આહારાદિ લાવી આપવો વગેરે સેવા કરવી. (૪) કારિતનિમિત્તકરણ=આ આચાર્યો મને શ્રુતજ્ઞાન આપ્યું છે ઈત્યાદિ ઉપકારોને નિમિત્ત બનાવીને તેમનો વિશેષ વિનય કરવો અને ભક્તિ કરવી. (૫) દુઃખાર્તગવેષણા- માંદગી આદિ દુઃખને દૂર કરવાના ઉપાયો કરવા. (૬) દેશકાલજ્ઞાન=દેશ અને કાળને જાણીને તે તે દેશ અને કાલ પ્રમાણે આચાર્યાદિની જરૂરિયાતોને સમજીને સેવા કરવી. (૭) સર્વત્રાનુમતિ-સર્વ કાર્યો તેમની અનુમતિથી-રજા લઈને કરવા. (૩) વૈયાવૃજ્ય-વ્યાવૃત્ત એટલે એશનાદિ આપવાની પ્રવૃત્તિવાળો આત્મા. વ્યાવૃત્તનો=અશનાદિ ૧. અહીં જણાવેલા વિનયના આ ભેદો અને પેટાભેદો તપોવિધિ પંચાશકની ત્રીજી ગાથામાં અને દશવૈકાલિક નિર્યુક્તિની ૪૮મી ગાથાની ટીકામાં છે. તદુપરાંત દશવૈ.નિ. ગા) ૩૨૫-૩૨૬ (અ. ૯)માં તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણી એ તેરનો આશાતનાત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરવો. એમ વિનયના (૧૩ x ૪ =) બાવન ભેદો જણાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy