SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [ ૩૨૭ मनागशुद्धस्यान्यलाभे सत्याहारादेः, एतदभ्यन्तरं तु ज्ञातव्यं' तपः, अभ्यन्तरमिवाभ्यन्तरं सर्वलोकाविदितत्वादिति गाथार्थः ।। ८४६ ।। આલોચના વગેરે પ્રાયશ્ચિત્ત, જ્ઞાન વગેરેનો વિનય, આચાર્ય વગેરેની વેયાવચ્ચ, વાચના વગેરે સ્વાધ્યાય, ધર્મધ્યાન વગેરે ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ અત્યંતર તપના ભેદો છે. કારણસર લીધેલા કંઈક અશુદ્ધ આહાર વગેરેનો અન્ય આહારાદિની પ્રાપ્તિ થતાં ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ છે. આ તપ સર્વ લોકોમાં પ્રસિદ્ધ ન હોવાથી અત્યંતર કહેવાય છે. પ્રિાયશ્ચિત્ત- પ્રાયશ્ચિત્ત શબ્દમાં પ્રાયઃ અને ચિત્ત એ બે શબ્દો છે. પ્રાયઃ એટલે અપરાધ. ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. જે અપરાધની શુદ્ધિ કરે તે પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્તના આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત એમ દશ પ્રકાર છે. આલોચના- ગુરુને સ્વદોષો વિધિપૂર્વક કહેવા. પ્રતિક્રમણ- પ્રતિ એટલે વિરુદ્ધ, ક્રમણ એટલે જવું, દોષોની વિરુદ્ધ જવું તે પ્રતિક્રમણ . દોષોથી પાછા ફરીને ગુણોમાં જવું, અર્થાત “મિચ્છામિ દુક્કડ” આપવું તે પ્રતિક્રમણ છે. મિશ્ર- આલોચના અને પ્રતિક્રમણ એ બંને કરવા. વિવેક- દોષિત ભોજનાદિનો ત્યાગ. વ્યુત્સર્ગ કાયોત્સર્ગ કરવો. તપ- કર્મને બાળે તે નીવિ વગેરે તપ છે. છેદ- તપથી અપરાધશુદ્ધિ ન થઈ શકે તેવા સાધુના “અહોરાત્ર પંચકર્મ આદિ ક્રમથી દીક્ષા પર્યાયનો છેદ કરવો. મૂલ- મૂળથી (બધા) દીક્ષાપર્યાયને છેદીને ફરીથી મહાવ્રતો આપવાં. અનવસ્થાપ્ય- અધિક દુષ્ટ પરિણામવાળો સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલો તપ પૂરો ન કરે ત્યાં સુધી તેને વ્રતો ન આપવાં. પારાંચિત- પ્રાયશ્ચિત્તોના કે અપરાધોના પારને-અંતને પામે, અર્થાત્ જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત નથી તે પારાંચિત. - વિનય- જેનાથી કર્મો દૂર કરાય તે વિનય. તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને ઉપચાર એમ સાત ભેદ છે. મતિ આદિ જ્ઞાનની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં જણાવેલા અર્થોનું ચિંતન, અને ગુરુ પાસે વિધિપૂર્વક પાઠ લઈને અભ્યાસ કરવો એમ પાંચ પ્રકારે જ્ઞાનવિનય છે. જેઓ દર્શનગુણમાં અધિક (= વિશુદ્ધ શ્રદ્ધાવાળા) હોય તેમનો વિનય કરવો એ દર્શનવિનય છે. દર્શન વિનયના શુશ્રુષા અને અનાશાતના એમ બે ભેદ છે. તેમાં શુશ્રુષાના દશ ભેદ છે. તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy