________________
૨૧૬ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
જીવનપર્યંત આહારનો ત્યાગ કરવામાં આવે તે યાવત્કથિક અનશન. થોડા સમય સુધી આહારનો ત્યાગ કરવામાં આવે તે ઈત્વર અનશન, યાવત્કથિકના પાદપોગમન, ઈંગિની અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. પાદપોપગમનમાં પરિસ્કંદ (= હલન-ચલન) વગેરે અને પ્રતિકર્મનો (= શ૨ી૨સેવાનો) સર્વથા અભાવ હોય છે, તથા ચારે આહારનો ત્યાગ હોય છે. ઈંગિનીઅનશનમાં પણ તે જ પ્રમાણે હોય. પણ નિયત કરેલા દેશમાં ફરવા આદિની છૂટ હોય છે. ભક્તપરિજ્ઞામાં (ફરવા આદિની છૂટ ઉપરાંત) પ્રતિકર્મ હોય છે તથા ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ હોય છે. ચોવિહાર વગેરે, નવકારશી વગેરે, તથા ઉપવાસથી આરંભી છ માસ સુધીનો તપ ઈત્વર અનશન છે.
ઊણોદરી- અલ્પ આહાર ખાવાથી પેટ પૂરું ન ભરવું તે ઊણોદરી. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ઓછું ખાવું એ દ્રવ્ય ઊણોદરી છે. બત્રીશ કોળિયા પૂર્ણ આહાર છે. આથી બત્રીશ કોળિયાથી એક વગેરે કોળિયા જેટલો આહાર ઓછો લેવાથી દ્રવ્ય ઊણોદરીના અનેક પ્રકાર છે. અમુક પ્રમાણમાં કષાયોનો ત્યાગ તે ભાવ ઊણોદરી છે.
વૃત્તિસંક્ષેપ- વૃત્તિ=ભિક્ષાચર્યા. સંક્ષેપ=અલ્પ કરવી. ભિક્ષાચર્યાને અલ્પ કરવી, અર્થાત્ દ્રવ્યાદિ અભિગ્રહો લેવા, તે વૃત્તિસંક્ષેપ છે. તે આ પ્રમાણે
લેપવાળું કે લેપરહિત જ દ્રવ્ય લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ છે. સ્વગામમાં જ, પરગામમાં જ, કે આટલા ઘરોમાં જ લઈશ વગેરે ક્ષેત્ર અભિગ્રહ છે. દિવસના પહેલા, મધ્ય કે પાછલા ભાગમાં જ લઈશ વગેરે કાલ અભિગ્રહ છે. મૂળ ભોજનમાંથી હાથ કે ચમચા વગેરેમાં લીધું હોય, કે થાળી વગેરેમાં મૂક્યું હોય તે જ લઈશ, ગાયન કરતાં કે રુદન કરતાં આપે તો જ લઈશ ઈત્યાદિ ભાવ અભિગ્રહ છે.
રસત્યાગ- દૂધ, દહીં આદિ બધા કે અમુક રસનો ત્યાગ.
કાયક્લેશ- ઉચિત રીતે કાયાને કષ્ટ આપવું તે કાયક્લેશ. વીરાસન, ઉત્કટુકાસન, ગોદોહિકાસન વગેરે આસને રહેવું, શીત, પવન અને તાપ વગેરે સહન કરવું, મસ્તકનો લોચ કરવો વગેરે અનેક પ્રકારે કાયક્લેશ તપ છે.
સંલીનતા- સંલીનતા એટલે સંવર કરવો-રોકવું. તેના ઇંદ્રિય, કષાય, યોગ અને વિવિક્તચર્યા એમ ચાર પ્રકાર છે. એમાં પ્રથમના ત્રણનો અર્થ પ્રસિદ્ધ છે. સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીલથી રહિત નિર્દોષ સ્થાનમાં રહેવું તે વિવિક્તચર્ચા છે. આ તપ કરાતું હોય ત્યારે લોકોથી પણ જણાતું હોવાથી અને સ્થૂલદષ્ટિવાળા કુતીર્થિકોમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હોવાથી આ બાહ્ય તપ છે.] [૮૪૫]
पायच्छित्तं विणओ, वेआवच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽविअ, अब्भितरओ उ नायव्वो ॥ ८४६ ॥
વૃત્તિ:- ‘પ્રાયશ્ચિત્તમ્’ આલોચનાવિ‘વિનયો' જ્ઞાનાોિવર: ‘વૈયાવૃત્ત્વમ્’ ઞાતિવિષય, તથૈવ ‘સ્વાધ્યાયો વાચનાહ્નિક્ષળ:, ‘ધ્યાન' ધર્મધ્યાનાવિ ‘વ્યુત્પñપિ ' ારળગૃહીતસ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org