________________
૬૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
જીવો હોય તો પણ અન્ય કારણવિશેષથી પ્રમાર્જન કરવાનું કહ્યું છે. પ્રમાર્જન ન કરવામાં આવે તો આગાઢ કારણે ઝાડો વગેરે પાઠવવામાં અને રાતે પેશાબ વગેરે પરઠવવામાં દોષો લાગે. [૧૩૬] अप्रमार्जनदोषानाह
आयपरपरिच्चाओ, दुहावि सत्थस्सऽकोसलं नूणं । __ संसज्जणाइदोसा, देहे इव न विहिणा हुंति ॥१३७ ॥ दारं ॥ वृत्तिः- यो हि कथञ्चित्पुरीषोत्सर्गमङ्गीकृत्यासहिष्णुः संसक्तं च स्थण्डिलं तेन दयालुना स तत्र न कार्यः कार्यो वेति द्वयी गतिः, किञ्चातः ?, उभयथाऽपि दोषः, तथा चाह'आत्मपरपरित्यागः' अकरणे आत्मपरित्यागः, करणे परपरित्याग इति, किश्चात इत्याह-'द्विधाऽपि शासितुः'-त्वदभिमततीर्थङ्करस्य अकौशलंनूनम्'-अवश्यं, कुशलस्य चाकुशलतापादने आशातनेति, दोषान्तरपरिजिहीर्षयाऽऽह-'संसर्जनादिदोषाः' पूर्वपक्षवाद्यभिहिता 'विधिना' परिभोगे 'न भवन्ति देह इव' शरीर इव, अविधिना त्वसमञ्जसाहारस्य देहेऽपि भवन्त्येवेति गाथार्थः ॥ १३७ ॥
પ્રમાર્જન ન કરવાથી થતા દોષો કહે છે–
કોઈ સાધુ ઝાડો રોકવા અસમર્થ હોય અને ચંડિલ (=ઝાડો કરવાની ભૂમિ) જીવોથી સંસક્ત હોય તો સાધુએ ઝાડો કરવો કે ન કરવો એમ બે વિકલ્પ છે. બંને વિકલ્પોમાં દોષ છે. જો ઝાડો રોકે (=ન કરે) તો આત્માનો ત્યાગ થાય સાધુ પોતે બિમાર પડે, યાવત્ પ્રાણનાશ પણ થાય, અને ઝાડો ન રોકે (=કરે) તો જીવોનો ત્યાગ થાય=જીવો નાશ પામે. આમ બંને રીતે તે માનેલા (=દિગંબરે માનેલા) તીર્થંકરની કુશલતામાં ચોક્કસ ખામી સિદ્ધ થાય છે. કુશલને અકુશલ ઠરાવવામાં આશાતના છે.
(આ પ્રમાણે વાદીએ બતાવેલા રજોહરણથી પ્રમાર્જન કરવાથી જીવોનો ઉપઘાત થાય એ દોષને દૂર કર્યો, હવે સંસર્ગથી જીવોનો ઉપઘાત થાય એ) બીજા દોષને દૂર કરવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છે- વિધિથી રજોહરણનો ઉપયોગ કરવામાં (પ્રમાર્જન આદિ કરવામાં) પૂર્વપક્ષવાદીએ કહેલા સંસર્ગ આદિ દોષો થતા નથી. કોની જેમ? શરીરની જેમ. જેમ શરીરનો વિધિપૂર્વક ઉપયોગ કરવાથી દોષો થતા નથી, તેમ રજોહરણનો પણ વિધિપૂર્વક ઉપયોગ કરવાથી દોષો થતા નથી. હા, અવિધિથી રજોહરણનો ઉપયોગ કરવામાં આવે તો જરૂર દોષો લાગે, પણ એમ તો અવિધિથી અયોગ્ય (=દોષ લાગે તેવો) આહાર લેનારને શરીરથી (=શરીરના કારણે) પણ દોષો લાગે જ. (આથી જેમ શરીર સંયમોપકારી હોવાથી રાખવામાં (ધારણ કરવામાં) આવે છે, તેમ રજોહરણ પણ સંયમોપકારી હોવાથી રાખવું જોઈએ.) [૧૩૭] रजोहरणमिति व्याख्यातम्, अष्टा इति व्याचिख्यासुराह
अह वंदिउं पुणो सो, भणइ गुरुं परमभत्तिसंजुत्ते । इच्छाकारेणऽम्हे, मुंडावेहत्ति सपणामं ॥ १३८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org