________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[ ૬૭
वृत्तिः- प्रमार्जने सति 'मूइंगलिकादीनां' पिपीलिकामत्कोटप्रभृतीनां विनाशसन्तानभोग्यविरहादयो' भवन्तीति वाक्यशेषः, रजोहरणसंस्पर्शनादल्पकायानां विनाशः, एवं सन्तान:प्रबन्धगमनं भोग्यं-सिक्थादि एतद्विरहस्तु भवत्येवेत्युपघातः, तथा 'रजोदरीस्थगनसंसर्जनादिना भवत्युपघात' इति च, सम्भवति च प्रमार्जने सति रजसा दरिस्थगनं तत्संसर्जने च सत्त्वोपघात રૂતિ ગાથાર્થ: || રૂપ
જીવોનો ઉપઘાત થાય છે એ વિગત કહે છે–
રજોહરણથી પ્રમાર્જન કરતાં રજોહરણના સ્પર્શથી લઘુકાયવાળા કીડી, મકોડા વગેરે જીવોનો વિનાશ થાય, કરોળીયાનાં જાળાં વગેરેનો નાશ થાય, કીડી વગેરેને સ્વભોગ્ય અનાજના દાણા વગેરેનો વિયોગ થાય જ, આમ જીવોનો ઉપઘાત થાય. તથા રજોહરણથી પ્રમાર્જન કરતા ધૂળથી (જીવોને રહેવાના) દર ઢંકાઈ જાય, અને ધૂળના સંબંધથી જીવોનો ઉપઘાત પણ થાય. [૧૩૫] एष पूर्वपक्षः, अत्रोत्तरमाह___ पडिलेहिउँ पमज्जणमुवघाओ कह नु तत्थ होज्जा उ ? ।
अपमज्जिउं च दोसा, वच्चादागाढवोसिरणे ॥ १३६ ॥ वृत्तिः- 'प्रत्युपेक्ष्य' चक्षुषा पिपीलिकाद्यनुपलब्धौ सत्याम्, उपलब्धावपि प्रयोजनविशेषे यतनया 'प्रमार्जनं' सूत्र उक्तम्, यतश्चैवमत 'उपघातः कथं नु तत्र भवेत् ?, नैव भवतीत्यर्थः, सत्त्वानुपलब्धौ किमर्थं प्रमार्जनमिति चेत् उच्यते-सूत्रोक्ततथाविधसत्त्वसंरक्षणार्थम्, उपलब्धावपि प्रयोजनान्तरे तु, 'अप्रमार्जने तु दोषः', तथा चाह-अपमृज्य च दोषाः वर्चआदावागाढव्युत्सर्गे', आदिशब्दान्निश्येकाङ्गुलिकादिपरिग्रह इति गाथार्थः ॥ १३६ ॥
આ પૂર્વપક્ષ કહ્યો, હવે આનો ઉત્તર આપે છે–
પ્રથમ આંખથી જોઈને કીડી વગેરે ન હોય તો (યતનાથી) પ્રમાર્જન કરવામાં આવે છે, કીડી વગેરે હોય તો પણ કારણવિશેષથી યતનાપૂર્વક પ્રમાર્જન કરવાનું સૂત્રમાં કહ્યું છે, આ રીતે યતનાથી પ્રમાર્જન કરવામાં ઉપઘાત કેવી રીતે થાય ? ન જ થાય.
પ્રશ્ન- જીવોની રક્ષા માટે પ્રમાર્જન કરવાનું છે. તો પછી જીવો ન હોય તો પ્રમાર્જન શા માટે કરવું જોઈએ?
ઉત્તર- સૂત્રમાં કહેલા તેવા પ્રકારના (આંખોથી ન દેખાય તેવા) જીવોના સંરક્ષણ માટે જીવો ન હોય ( ન દેખાય) તો પણ પ્રમાર્જન કરવું જોઈએ.
૧. જ્યાં કીડી વગેરે જેવો દેખાય તે સ્થાનનો ઉપયોગ મુખ્યતયા કરવાનો નથી, એથી ત્યાં પ્રમાર્જનનો અવકાશ જ નથી. આમ છતાં
કીડી વગેરે હોય તેવા સ્થાનનો કારણસર ઉપયોગ કરવો પડે તો પ્રમાર્જન કરીને ઉપયોગ કરવાનો છે. આથી અહીં “કીડી વગેરે હોય તો પણ કારણવિશેષથી યતનાપૂર્વક પ્રમાર્જન કરવાનું સૂત્રમાં કહ્યું છે.” એમ જણાવ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org