________________
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
રજોહરણપ્રદાનનો વિધિ કહ્યો, હવે રજોહરણ શબ્દનો અર્થ કહે છે
રજ=ધૂળને દૂર કરે તે રજોહરણ. આ રજોહરણ સાધુતાનું લિંગ છે. રજોહરણ ધૂળ વગેરે બાહ્ય રજને અને જીવોને બંધાતા કર્મરૂપ અત્યંતર રજને દૂર કરે છે માટે તે રજોહરણ કહેવાય છે.
પ્રશ્ન- કર્મરૂપ રજને સંયમયોગો દૂર કરે છે, પણ લિંગ નહિ.
ઉત્તર- સાક્ષાત્ તો સંયમયોગો જ કર્મરૂપ રજને દૂર કરે છે, પણ લિંગ સંયમયોગોનું કારણ છે. આથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને (જેમ પ્રાણનું કારણ બનનારા ઘીને પણ પ્રાણ કહેવામાં આવે છે તેમ) સંયમયોગોનું કારણ બનનારા લિંગને પણ રજોહરણ કહેવામાં આવે છે. [૧૩૨] एतदेव प्रकटयति
संजमजोगा एत्थं, रयहरणा तेसि कारणं जेणं ।
रयहरणं उवयारो, भण्णइ तेणं रओ कम्मं ॥ १३३ ॥ वृत्तिः- 'संयमयोगाः' प्रत्युपेक्षितप्रमृष्टभूभागस्थानादिव्यापाराः अत्र' अधिकारे रजोहरणाः', बध्यमानकर्महरा इत्यर्थः, 'तेषां' संयमयोगानां 'कारणं येन' कारणेन 'रजोहरणमित्युपचार : तेन हेतुनेति, रजःस्वरूपमाह-'भण्यते रजः कर्म' बध्यमानकमिति गाथार्थः ॥ १३३ ॥
આ જ વિષયને સ્પષ્ટ કરે છે–
પ્રસ્તુતમાં જોયેલી-પ્રમાર્જેલી ભૂમિમાં બેસવું વગેરે ક્રિયારૂપ સંયમયોગો જ રજોહરણ છે, અર્થાત્ તે સંયમયોગો બંધાતા કર્મરૂપ રજને દૂર કરે છે. લિંગ સંયમયોગોનું કારણ હોવાથી લિંગ માટે “રજોહરણ' એવો શબ્દપ્રયોગ ઉપચાર છે. અહીં બંધાતાં કર્મોને રજ (ધૂળ) કહેવાય છે. [૧૩૩]
केई भणंति मूढा, संजमजोगाण कारणं नेवं ।
रयहरणंति पमज्जणमाईहुवधायभावाओ ॥ १३४ ॥ વૃત્તિ - “વન અપત્તિ પૂઢાઃ'- વિશ્વવિશેષ: [18] “સંયોજન उक्तलक्षणानां 'कारणं नैव' वक्ष्यमाणेन प्रकारेण 'रजोहरणमिति', यथा न कारणं तथाऽऽह'प्रमार्जनादिभिः प्रमार्जनेन' संसर्जनेन च 'उपघातभावात्' प्राणिनामिति गाथार्थः ॥ १३४ ॥
(હવે પૂર્વપક્ષ કહે છે...)
કોઈ મૂઢ લોકો ( દિગંબરો) કહે છે કે રજોહરણ સંયમયોગોનું કારણ નથી. તેનાં કારણો આ પ્રમાણે છે- રજોહરણથી પ્રમાર્જન કરવાથી અને ધૂળ આદિના સંસર્ગથી જીવોનો ઉપઘાત થાય છે. [૧૩૪] एतदेवाह
मूइंगलिआईणं, विणाससंताणभोगविरहाई । रयदरिथज्जणसंसज्जणाइणा होइ उवघाओ ॥ १३५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org