________________
૬૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
કથા’ એ તારાનું વ્યાખ્યાન કર્યું, હવે ‘પરીક્ષા દ્વારને કહે છે–
(પ્રશ્ન અને કથાથી યોગ્ય છે એમ જાણીને) તેનો સ્વીકાર કરવા છતાં સાધુના આચારો જણાવવા વગેરે વિધિથી (તેનામાં શ્રદ્ધા, પાપભય વગેરે ગુણો છે કે નહિ તેની ચોક્કસાઈ કરવા) તેની છ મહિના સુધી પરીક્ષા કરવી. આ મુદત સામાન્યથી છે. જીવવિશેષને આશ્રયીને તો વધારેઓછો પણ પરીક્ષાકાળ સમજવો, અર્થાત્ પરિણત જીવને આશ્રયીને અલ્પ અને અપરિણત જીવને આશ્રયીને વધારે પણ પરીક્ષાકાળ જાણવો. [૧૨૨] परीक्षेति व्याख्यातं, साम्प्रतं सामायिकादिसूत्रमाह
सोभणदिणंमि विहिणा, दिज्जा आलावगेण सुविसुद्धं ।
सामाइआइसुत्तं पत्तं, नाऊण जं जोग्गं ॥ १२३ ॥ वृत्तिः- 'शोभनदिने' विशिष्टनक्षत्रादियुक्ते विधिना' चैत्यवन्दननमस्कारपाठनपुरस्सरादिना 'दद्यात् आलापकेन', न तु प्रथममेव पट्टिकालिखनेन, 'सुविशुद्ध' स्पष्टं 'सामायिकादिसूत्र' प्रतिक्रमणेर्यापथिकादीत्यर्थः, 'पात्रं ज्ञात्वा यद्योग्य' तद् दद्यात्, न व्यत्ययेनेति गाथार्थः ॥ १२३ ।।
પરીક્ષા દ્વારનું વ્યાખ્યાન કર્યું, હવે “સૂત્રપ્રદાન દ્વારનું વ્યાખ્યાન કરે છે–
વિશિષ્ટ નક્ષત્રાદિથી યુક્ત હોય તેવા શુભ દિવસે તેની યોગ્યતા પ્રમાણે સામાયિક (કરેમિ ભંતે), પ્રતિક્રમણ (પગામ સજ્જાએ) અને ઈર્યાપથિક (ઈરિયાવહી) વગેરે સૂત્રોનો મુખથી અત્યંત શુદ્ધ પાઠ આપવો, પહેલાંથી જ પાટી ઉપર લખીને ન આપવું. આ સૂત્રપ્રદાન વિધિપૂર્વક એટલે કે ચૈત્યવંદન (નમુસ્કુર્ણ), નમસ્કાર (નવકાર) વગેરે ભણાવવા પૂર્વક કરવું. (અર્થાત્ જો તેને ચૈત્યવંદન, નવકાર વગેરે સૂત્રો ન આવડતાં હોય તો પહેલાં એ શિખવાડીને પછી કરેમિભંતે વગેરે સૂત્રો શિખવાડવાં). [૧૨૩] उक्तं सूत्रदानं, शेषविधिमाह
तत्तो अ जहाविहवं, पूअं स करिज्ज वीयरागाणं ।
साहूण य उवउत्तो, एअं च विहिं गुरू कुणइ ॥ १२४ ॥ वृत्तिः- 'ततश्च' तदुत्तरकालं 'यथाविभवं' यो यस्य विभवः, विभवानुरूपमित्यर्थः, पूजां सः' प्रविव्रजिषुः 'कुर्यात् वीतरागाणां'-जिनानां माल्यादिना 'साधूनां' वस्त्रादिना, 'उपयुक्तः' सनिति, एनंच' वक्ष्यमाणलक्षणं विधिं गुरुः'-आचार्यः करोति', सूत्रस्य त्रिकालगोचरत्वप्रदर्शनार्थं વર્તમાનનિર્દેશ કૃતિ ગાથાર્થ: I ૨૨૪ /
સૂત્રદાન અંગે કહ્યું, હવે બાકીનો વિધિ કહે છે–
સામાયિકાદિ સૂત્રો ભણ્યા પછી મુમુક્ષુ પોતાના વૈભવ પ્રમાણે પુષ્પાદિથી જિનપૂજા અને વસ્ત્રાદિથી સાધુભક્તિ ઉપયોગપૂર્વક કરે, અને દીક્ષાદાતા ગુરુ હવે કહેવાશે તે વિધિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org