SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૧૬ દુ:' સૂત્રો: ‘પિશાર્થે', સોડ’ ચો તો મવતિ ત્યાતિ પથાર્થ: ૨૦૬ છે. જો આમ છે તો પછી (દશવૈકાલિક સૂત્રમાં રે ૪ વાને એ ગાથામાં “જે મળેલા પણ મનોહર અને પ્રિય ભોગોને પીઠ કરે છે–છોડે છે, અને સ્વાધીન ભોગોનો ત્યાગ કરે છે તે ત્યાગી કહેવાય છે” એમ જે કહ્યું છે તે કેવી રીતે ઘટી શકે? એવી વાદીની શંકાને ચિત્તમાં રાખીને ગ્રંથકાર કહે છે જે મળેલા પણ મનોહર અને પ્રિય ભોગોને પીઠ કરે છે ઈત્યાદિ કથન વ્યવહાર નયની અપેક્ષાએ છે. વ્યવહારનય સ્વાધીન પદાર્થોને જે છોડે છે તે ત્યાગી છે એમ માને છે. “સે ૪ વાર વૃક્વ' એ સ્થળે દુ અવ્યયનો “પણ' એવો શબ્દાર્થ છે. એટલે એ સૂત્રનો “તે જ ત્યાગી છે” એવો અર્થ નથી, કિંતુ “તે પણ ત્યાગી છે” એવો અર્થ છે. આથી જેમ સ્વાધીન પદાર્થોને છોડનાર ત્યાગી છે તેમ ભોગોથી રહિત હોવા છતાં જે ભાવથી દીક્ષા લે છે તે પણ ત્યાગી છે. કારણ કે તે નિદાનરહિત તપ આદિ કરે છે, અને ત્રિકોટી દોષનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (હણવું, હણાવવું અને હણતાની અનુમોદના કરવી એ હનન ત્રિકોટિછે, ખરીદવું, ખરીદાવવું અને ખરીદતાની અનુમોદના કરવી એ ક્રયણ ત્રિકોટિ છે, પકાવવું પકાવડાવવું અને પકાવતાની અનુમોદના કરવી એ પચન ત્રિકોટિ છે.) [૧૦૬] . को वा कस्स न सयणो ?, किंवा केणं न पाविआ भोगा? । संतेसुवि पडिबंधो, दुट्ठोत्ति तओ चएअव्वो ॥ १०७ ॥ वृत्तिः- 'को वा कस्य न स्वजनः किं वा केन न प्राप्ता भोगाः' अनादौ संसार इति, तथा 'सत्स्वपि' स्वजनादिषु 'प्रतिबन्धो दुष्ट इत्यसौ त्यक्तव्यः', असत्स्वपि तत्सम्भवात् इति થાર્થઃ || ૧૦૭ | અનાદિ સંસારમાં કોણ કોનો સ્વજન થયો નથી? અર્થાત્ દરેક જીવ દરેક જીવનો સ્વજન (અનંતવાર) થયો છે. કોનાથી ભોગો પ્રાપ્ત કરાયા નથી? અર્થાત્ દરેક જીવ (અનંતવાર) ભોગો પ્રાપ્ત કર્યા છે. તથા સ્વજનાદિ હોય તો પણ તેમના વિષે રહેલો રાગ દુષ્ટ છે. (સ્વજનાદિ દુષ્ટ નથી.) આથી સ્વજનાદિ સંબંધી રાગનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે સ્વજનાદિ ન હોય તો પણ તેમના વિષે રાગ-આસક્તિ હોય એ સંભવિત છે. (માટે સ્વજનાદિ છે કે નહિ એ મહત્ત્વની વાત નથી, સ્વજનાદિ વિષે આસક્તિ છે કે નહિ એ મહત્ત્વની વાત છે.) [૧૦૭] उभययुक्तानां तु गुणमाह धण्णा य उभयजुत्ता, धम्मपवित्तीइ हुँति अन्नेसि । जं कारणमिह पायं, केसिंचि कयं पसंगणं ॥ १०८ ॥ લિતિ રા યં છે. वृत्तिः- 'धन्याश्चोभययुक्ता'-बाह्यत्यागाविवेकत्यागद्वयसम्पन्नाः, किमित्यत आह'धर्मप्रवृत्तेर्भवन्ति अन्येषां' प्राणिनां 'यद्' यस्मात् 'कारणमिह प्रायेण केषाञ्चिद्' અન્વેષામિતિ “ક્ત પ્રસન' તિ થાર્થ / ૧૦૮ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy