________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[ ૪૭
છે, લોકમાં શાસનપ્રભાવનાનું કારણ એવી કરુણા છે. ત્યારબાદ માતા-પિતાની રજા મેળવીને ચારિત્રધર્મનો સ્વીકાર કરવો.
આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તો અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બનવું. કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સર્વ જીવોને હિતકર છે.
માયાથી દુષ્ટ સ્વપ્ન વગેરે કહેવું, એટલે કે ગધેડા-ઊંટ-પાડા વગેરે ઉપર બેઠેલો હતો વગેરે અનિષ્ટસૂચક દશ્ય મેં સ્વપ્નમાં જોયું. તથા મેં મારી બે આંખોની મધ્યનો ભાગ જોયો, દેવીઓનું ટોળું જોયું વગેરે મનુષ્યથી ન દેખી શકાય તેવું વિપરીત દેખાણું, ઈત્યાદિ કપટથી (હવે મારું આયુષ્ય અલ્પ છે વગેરે) માતા-પિતાને જણાવવું. વળી પ્રકૃતિ વિપરીત કરવી, અર્થાત્ બહારથી મરણનાં ચિહ્નો બતાવવાં. આ બધું કરવાથી “હવે આનું મરણ નજીકમાં છે' એમ સમજીને માતા-પિતા વગેરે રજા આપે. છતાં રજા ન આપે તો જ્યોતિષીઓ દ્વારા “આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય'' એમ વિપરીત ચેષ્ટાઓનાં ફળો જણાવવાં. આ રીતે કરાતી માયા એ વાસ્તવિક માયા નથી. કારણ કે એમાં શુભાશય છે, એમાં સ્વ-૫૨ ઉભયના હિતનો આશય છે.
આમ બધું કરવા છતાં કોઈ પણ રીતે રજા ન આપે તો તે માતા-પિતાદિનો “અસ્થાને રહેલા ગ્લાનને ઔષધ લેવા જવા માટે છોડવાના' દૃષ્ટાંતથી ત્યાગ કરવો.
તે દૃષ્ટાંત આ પ્રમાણે છે- માતા-પિતા પ્રત્યે રાગવાળો કોઈ પુરુષ કોઈ (યાત્રાદિ કરાવવાના) કારણસર માતા-પિતા સાથે જંગલમાં ગયો હોય, ત્યાં માતા-પિતાને અવશ્ય મરણ નિપજાવનાર મહાન રોગ થાય, તે રોગ તે પુરુષથી દૂર કરી શકાય તેવો ન હોય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય તેવો હોય, આ વખતે તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ઔષધ વિના માતા-પિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય, થોડો કાળ ઔષધ વિના પણ જીવી શકે તેમ છે એમ વિચારીને, ભોજન-આચ્છાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને, માતા-પિતાના રોગનું ઔષધ લેવા જવા માટે અને પોતાની આજીવિકા (= ભોજનાદિ) નિમિત્તે માતા-પિતાનો ત્યાગ કરનાર પણ પુરુષ સારો છે. કારણ કે ફરી સંયોગ થવાનો (ઔષધાદિ લઈને આવવાનું) હોવાથી ૫૨માર્થથી આ ત્યાગ ત્યાગ નથી, કિંતુ ત્યાગ ન કરે તે જ ત્યાગ છે. કારણ કે (દવા વિના) મૃત્યુ થવાથી (કાયમી) વિયોગ થાય. પંડિતો ક્રિયા કરતાં ફલને પ્રધાન માને છે. ધીર પુરુષો નિપુણ બુદ્ધિથી ફલને જુએ છે. તે પુરુષ ઔષધ મેળવીને માતા-પિતાને જીવાડે એવો સંભવ હોવાથી આ પ્રમાણે ત્યાગ કરવો એ પુરુષને ઉચિત છે.
(દીક્ષા પ્રસંગે પણ) આ પ્રમાણે માતા-પિતા પ્રત્યે ધર્મના રાગવાળો શુક્લપાક્ષિક (= જેનો સંસારકાળ અલ્પ છે તેવો) મહાપુરુષ માતા-પિતા સાથે સંસારરૂપ જંગલમાં આવ્યો છે, ત્યાં માતાપિતાને સંસારરૂપ જંગલમાં નિયમા વિનાશ કરનાર, બોધિબીજ આદિથી રહિત અને સામાન્ય પુરુષથી દૂર ન કરી શકાય તેવો, મરણાદિ વિપાકવાળો કર્મરૂપ રોગ થાય અને કદાચ સમ્યક્ત્વાદિરૂપ ઔષધિથી એ રોગ દૂર થાય તેવો હોય, આ વખતે ધર્મરાગથી તે મહાપુરુષ સમ્યક્ત્વાદિ ઔષધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org