________________
૪૬ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
સ્વજનત્યાગનો વિધિ આ પ્રમાણે છે—
મુમુક્ષુએ માતા-પિતા વગેરેને પણ સંસારની અસારતા વગેરે સમજાવીને પ્રતિબોધ પમાડવો=દીક્ષાની ભાવનાવાળા કરવા. પછી તેમની સાથે દીક્ષા લેવી.
માતા-પિતા કર્મની વિચિત્રતાથી પ્રતિબોધ ન પામ્યા હોય તો પ્રતિબોધ પમાડવો. તે આ રીતે- હે માતા-પિતા ! (૧) ઉભયલોકના ફલવાળું જીવન પ્રશંસનીય છે. (૨) તથા સામુદાયિકરૂપે કરેલાં શુભ કાર્યો સમુદાયરૂપે ફળે છે. (૩) આપણા બધાનો ભવપરંપરાથી દીર્ઘકાળનો વિયોગ થશે. (૪) સામુદાયિક રૂપે શુભ કાર્યો ન કરવામાં આવે તો આપણી આ પ્રવૃત્તિ એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓની તુલ્ય થાય. (૫) મૃત્યુને આવતું રોકી શકાતું નથી, અને આયુષ્ય અલ્પ હોવાથી મૃત્યુ અત્યંત નજીક છે. (૬) સમુદ્રમાં પડેલ રત્નની જેમ મનુષ્યભવ દુર્લભ છે. (૭) મનુષ્યભવ સિવાય પૃથ્વીકાયાદિના બીજા ઘણા ભવો છે. પણ તે ભવો બહુ દુઃખવાળા, મોહરૂપ અંધકારવાળા અને પાપના અનુબંધવાળા હોવાથી ચારિત્ર ધર્મ માટે અયોગ્ય છે. (૮) ભવરૂપ સમુદ્રના પારને પામવા વહાણ સમાન આ મનુષ્યભવ ચારિત્ર માટે યોગ્ય છે. સંવરથી જેના જીવહિંસા વગેરે છિદ્રો પૂરાઈ ગયા છે, જ્ઞાન જેનો સુકાની છે, તપરૂપ પવન જેને સહાયક છે, તેવા મનુષ્યભવ રૂપ વહાણનો ચારિત્રધર્મરૂપ સ્વકાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. (૯) મનુષ્યભવરૂપ આ અવસર દુર્લભ છે, અને સિદ્ધિસાધક ધર્મનું સાધન હોવાથી અનુપમ છે.
(૧૦) સિદ્ધિ (= મોક્ષ) જ સર્વ જીવોને આદરવા લાયક છે. કારણ કે સિદ્ધિમાં જન્મ, જરા, મરણ, ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, ક્ષુધા, તૃષા કે બીજાં પણ ઠંડી-ગરમી વગેરે દુઃખો નથી. સિદ્ધિમાં જીવો સર્વથા પરતંત્રતાથી રહિત બને છે. સિદ્ધિમાં જીવો અશુભરાગાદિથી રહિત, શાંત, શિવ અને અવ્યાબાધ હોય છે. [શક્તિથી ક્રોધાદિ ન હોવાથી શાંત, કોઈ ઉપદ્રવ ન હોવાથી શિવ અને કોઈ ક્રિયા ન હોવાથી અવ્યાબાધ છે.]
(૧૧) સંસાર સિદ્ધિથી વિપરીત છે, આથી જ અસ્થિર સ્વભાવવાળો છે. આ સંસારમાં સુખી પણ દુઃખી બને છે, વિદ્યમાન પણ (મૃત્યુથી) અવિદ્યમાન બને છે, બધી જંજાળ સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરો. (૧૪) આ સંસારનો નાશ કરવા તમે પ્રયત્ન કરો. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારનો નાશ કરું. (૧૬) હું જન્મમરણથી કંટાળી ગયો છું. (૧૭) માતા-પિતા આદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશરૂપ મારું વાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે ભાઈ વગેરે બીજાઓને પણ ઉચિત રીતે પ્રતિબોધ પમાડવો. (૧૯) પછી માતા-પિતાદિની સાથે ચારિત્રધર્મનું પાલન કરવું. (૨૦) સદા આ લોક-પરલોકની આશંસાથી રહિત બનીને ઉચિત કર્તવ્યનું પાલન કરવું. (૨૧) આ પ્રમાણે વીતરાગનું વચન છે.
તેવા કર્મપરિણામના કારણે માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો સ્વશક્તિ અને સ્વબુદ્ધિ પ્રમાણે બેઠી આવક અને બીજા ઉપાયોથી શુદ્ધ નિર્વાહનું સાધન કરી આપવું. કારણ કે આ કૃતજ્ઞતા ૧. પ્રસ્તુત ગાથામાં સ્વજનત્યાગનો વિધિ ‘વિધિસ્યા સ્તુ ધનાવિના અન્યત્ર નિર્મમણ્ય'' એમ તદ્દન ટુંકમાં કહ્યો છે. આથી અનુવાદમાં પંચસૂત્ર અને ધર્મબિંદુ ગ્રંથના આધારે વિશેષ વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org