SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કે પરભવમાં તેમણે દ્રવ્યદીક્ષા (=સાધુવેષ) સ્વીકારી હોય. મરુદેવી માતા જેવા આશ્ચર્યકારી બનાવોને અપવાદ રૂપ સમજવા. તેથી જ અહીં “પ્રાયઃ” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આ વાત જૈનેતરગ્રંથોમાં પોતાની પરિભાષાથી કહેવામાં આવી જ છે. કારણ કે “જે પહેલાં ક્યારેય કલ્યાણને પામ્યો નથી તે પણ કલ્યાણને પામ્યો” એવું વચન તેમના ગ્રંથોમાં છે. આથી આ બિના વિષમ છે, આ એક સંકટ છે, અર્થાત્ દીક્ષા વિના વિશિષ્ટ ગુણો ન પ્રગટે, અને વિશિષ્ટ ગુણો પ્રગટ્યા વિના દીક્ષા ન થાય, આમ ઈતરેતરાશ્રય રૂપ વિરોધ આવે છે. [૬૪] 'अन्यदुच्चार्य समतां दर्शयन्नाह विण्णायविसयसंगा, जमुत्तमिच्चाइ तंपि णणु तुल्लं । अण्णायविसयसंगा वि, तग्गुणा केइ जं हुंति ॥ ६५ ॥ वृत्तिः- 'विज्ञातविषयसङ्गा यदुक्तमित्यादि' पूर्वपक्षवादिना तदपि 'ननु तुल्यं' मत्पक्षेऽपि, कथमित्याह-'अज्ञातविषयसङ्गा अपि तद्गुणाः'-विज्ञातविषयसङ्गगुणाः 'केचन' પ્રાિનો “યત્'-યાત્ “મવત્તિ' | રૂતિ યથાર્થ: I || હવે પૂર્વપક્ષમાં પૂર્વે કહેલી બીજી યુક્તિ અહીં કહીને તેનું સમાધાન કહે છે– (૩) વળી વાદીએ “ભક્તભોગી પુરુષો વિષયસંગનો અનુભવ કર્યો હોવાથી વિષયસંગથી પરિચિત હોય છે, અને એથી વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોય છે” વગેરે પૂર્વે (૫૪મી ગાથામાં) જે કહ્યું તે અમારા (બાલદીક્ષાના) પક્ષમાં પણ સમાન છે. કારણ કે વિષયસંગના અનુભવથી રહિત પણ કેટલાક (બાલદીક્ષિત) જીવો વિષયસંગના અનુભવવાળા જીવોના જેવા ગુણવાળા હોય છે. ભાવાર્થ- જેમ ભક્તભોગી દીક્ષિત વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોવાથી સુખપૂર્વક દીક્ષાનું પાલન કરે છે, તેમ કેટલાક બાલદીક્ષિતો પણ યૌવનવયમાં આવવા છતાં વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોય છે, અને એથી સુખપૂર્વક દીક્ષાનું પાલન કરે છે. તથા જેમ ભક્તભોગી દીક્ષિતો ઉપર બીજાઓને બ્રહ્મચર્ય પાલન સંબંધી શંકા રહેતી નથી, તેમ કેટલાક બાલદીક્ષિતો ઉપર પણ બીજાઓને બ્રહ્મચર્ય પાલન સંબંધી શંકા રહેતી નથી. [૬૫] स्वपक्षोयचयमाह अब्भासजणिअपसरा, पायं कामा य तब्भवब्भासो । असुहपवित्तिणिमित्तो, तेसिं नो सुंदरतरा ते ॥ ६६ ॥ વૃત્તિ - “અબ્બાસનિતપ્રસાઃ'-માસેવહૂતવેદ “પ્રાય: IT'-વદિત્યેન HI एवंविधा वर्तन्ते, 'तद्भवाभ्यासः अशुभप्रवृत्तिनिमित्तस्तेषां' न विद्यते, अन्यभवाभ्यासस्तु मन्त्राग विप्रकृष्ट इति, 'सुन्दरतरास्ते'-शोभनतरास्ते अज्ञातविषयसङ्गाः । इति गाथार्थः ॥ ६६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy