________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्ति:- 'एवंविधेभ्यो' बहुगुणसम्पन्नेभ्यो 'देया' दातव्या 'प्रव्रज्या' दीक्षा 'भवविरक्तचित्तेभ्यः' - संसारविरक्तचित्तेभ्यः किमित्यत्राह - 'अत्यन्तदुष्करा यत्' यस्मात् 'स्थिरं चालम्बनममीषां' भवविरक्तचित्तानाममी सदा वैराग्यभावेन कुर्वन्ति । इति गाथार्थ:
॥ ३९ ॥
२६ ]
હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરે છે—
બહુગુણસંપન્ન અને સંસાર પ્રત્યે વૈરાગ્યવાળા જીવોને દીક્ષા આપવી જોઈએ. કારણ કે દીક્ષાનું પાલન અત્યંત દુષ્કર છે. અત્યંત દુષ્કર દીક્ષાના પાલન માટે સ્થિર આલંબન જોઈએ. સંસાર પ્રત્યે વૈરાગ્યવાળાઓને વૈરાગ્ય સ્થિર આલંબન છે. સંસાર પ્રત્યે વૈરાગી જીવો વૈરાગ્યભાવથી દીક્ષાનું पालन ४२ छे. [३८]
दुष्करत्वनिबन्धनमाह
अइगुरुओ मोहतरू, अणाइभवभावणाविअयमूलो ।
दुक्खं उम्मूलिज्जइ, अच्वंतं अप्पमत्तेहिं ॥ ४० 11
L
वृत्ति:- 'अतिगुरु : ' अतिरौद्रः 'मोहतरुः ' मोहस्तरुरिवाशुभपुष्पफलदानभावेन. मोहतरुः 'अनादिभवभावनाविततमूलः '- अनादिमत्यो याः संसारभावना विषयस्पृहाद्यास्ताभिर्व्याप्तमूलः, यतश्चैवमतो 'दुःखमुन्मूल्यते' अपनीयते 'अत्यन्तमप्रमत्तैः' इति गाथार्थः ॥ ४० ॥
संसारविरत्ताण य, होइ तओ न उण तयभिनंदीणं ।
जिणवयपि न पायं, तेसिं गुणसाहगं होइ ॥ ४१ ॥
वृत्ति:- 'संसारविरक्तानां च भवति तक' इत्यसावप्रमादः, 'न पुनः तदभिनन्दिनां', जिनवचनाद् भविष्यतीति चेत्; एतदाशङ्कयाह - 'जिवनचनमपि' आस्तां तावदन्यत् 'न प्रायस्तेषां ' संसाराभिनन्दिनां ‘गुणसाधकं भवति' शुभनिर्वर्त्तकं भवति । इति गाथार्थः ॥ ४१ ॥
દીક્ષા દુષ્કર કેમ છે એ જણાવે છે—–
મોહરૂપ વૃક્ષ અત્યંત ભયંકર છે. જેમ વૃક્ષ પુષ્પો અને ફળો આપે છે, તેમ મોહ અશુભ પુષ્પો અને ફળો આપે છે. માટે અહીં મોહને વૃક્ષની ઉપમા આપી છે. આ મોહ રૂપ વૃક્ષનાં મૂળિયાં સંસાર વધારનારી વિષયોની આકાંક્ષા વગેરે અશુભ ભાવનાઓથી વ્યાપ્ત છે. આથી અત્યંત અપ્રમત્ત જીવો પણ બહુજ મુશ્કેલીથી તેના મૂળિયાં ઉખેડી શકે છે. [૪૦] અપ્રમાદ સંસાર પ્રત્યે વૈરાગ્યવાળા જીવોને હોય, નહિ કે ભવાભિનંદી (= સંસાર પ્રત્યે ગાઢ રાગી) જીવોને.
પ્રશ્ન- ભવાભિનંદી જીવોને જિનવચનથી અપ્રમાદ ન થાય ?
ઉત્તર- ભવાભિનંદી જીવોને જિનવચન પણ પ્રાયઃ લાભ કરનારું બનતું નથી. [૪૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org