________________
અનુવાટકનું તથા
(પ્રથમ આવૃત્તિમાંથી) મુદ્રિત પંચવસ્તકની પ્રતમાં કોઈ કોઈ સ્થળે ગાથા અને ટીકાના પાઠમાં વિસંગતિ જોવામાં આવે છે. આથી જ આવા સ્થળે મુદ્રિત પંચવસ્તકની પ્રતમાં ટીકાના આધારે મૂળગાથામાં જે પાઠ સંગત હોય તેનો કાઉંસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા.ત. ૧૦૬ નંબરની ગાથામાં “સાહીને વા’ એવો પાઠ છે. એ પાઠના આધારે ટીકામાં “સ્વાધીને વા' એવો પાઠ હોવો જોઈએ. પણ અહીં ટીકામાં “સ્વાધીનત્વી” એવો પાઠ છે. ટીકાના સ્વાધીનત્વા એ પાઠના આધારે મૂળગાથામાં સાહીત્તા એવો પાઠ હોવો જોઈએ. આથી મુદ્રિત પ્રતમાં ત્યાં કાઉંસમાં સાહીત્તા એવો પાઠ મૂકવામાં આવ્યો છે. આવી વિસંગતિ દૂર કરવા અને મુદ્રિત પ્રતમાં ટીકામાં કોઈ કોઈ સ્થળે રહેલી અશુદ્ધિને દૂર કરવા મેં હસ્તલિખિત પ્રતો મંગાવી. તેમાં એક પ્રત પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરિ મ. દ્વારા અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની મળી. એક પ્રત મુનિશ્રી મુનિચંદ્રવિજયજી દ્વારા ખંભાત આ. વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાની મળી. એક પ્રત પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની મળી. - આ ત્રણ પ્રતોમાં અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની પ્રત મૂળ ગાથા વિના સંક્ષિપ્તવૃત્તિ રૂપ હોવાના કારણે ઉપયોગી બની નથી. બીજી બે પ્રતો કોઈ કોઈ સ્થળે ઉપયોગી બની છે. વિસંગતિવાળા કેટલાક સ્થળોમાં આ બંને હસ્તલિખિત પ્રતોના અને મુદ્રિત પ્રતના પાઠો સમાન છે. આથી કેટલાક સ્થળોમાં ગાથા અને ટીકાના પાઠની વિસંગતિ દૂર થઈ શકી નથી.
ટીકાની અશુદ્ધિઓમાં હસ્તલિખિત પ્રત વગેરેના આધારે જે સ્થળે શુદ્ધ પાઠ મળ્યો તે સ્થળે મેં સુધારો કર્યો છે. જ્યાં હસ્તલિખિત પ્રત આદિના આધારે શુદ્ધ પાઠ ન મળ્યો ત્યાં સંભવિત શુદ્ધ પાઠ કાઉંસમાં મૂક્યો છે. દા.ત. ૧૮૫મી ગાથામાં પ્રાયશ્યિ એવા પાઠના સ્થાને સંભવિત “પપ્રેતી’ એવો પાઠ કાઉંસમાં મૂક્યો છે. મુદ્રિતપ્રતમાં રહેલી કોઈ કોઈ અશુદ્ધિ આ પુસ્તકના મુદ્રિત ફર્માઓના વાંચન વખતે ખ્યાલમાં આવવાથી શુદ્ધિપત્રકમાં જણાવી છે. મુદ્રિત પ્રતના ઉપોદ્દાતના શુદ્ધાનાં પ્રતીનાં તુ સંભવ પર્વ” એ ઉલ્લેખ મુજબ પંચવસ્તુક ગ્રંથની શુદ્ધપ્રતો મળવી એ દુઃશક્ય છે.
આ ભાવાનુવાદમાં જ્યાં જ્યાં વિશેષ સ્પષ્ટીકરણની જરૂર લાગી ત્યાં ત્યાં મેં મારા ક્ષયોપશમ મુજબ સ્પષ્ટીકરણ કર્યું છે. ક્યાંક ચાલુ લખાણમાં કાઉંસમાં તો ક્યાંક ટિપ્પણમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તથા તે તે વિષય બીજા કયા સ્થળે આવે છે તેનો નિર્દેશ પણ તે તે સ્થળે કર્યો છે. આથી જિજ્ઞાસુઓને તે સ્થળો જોવાની ઈચ્છા થશે તો ઘણી સહેલાઈથી જોઈ શકાશે. ભાવ બરોબર સમજાય એ માટે મેં કાળજી રાખી છે. આમ છતાં આવા રહસ્યપૂર્ણ ગ્રંથોને પૂર્ણરૂપે સમજાવવા મારો ક્ષયોપશમ ઓછો પડે એ સહજ છે. આથી વિદ્વાનોને આમાં અનેક સ્થળે ત્રુટિઓ દેખાય એ સંભવિત છે. ક્યાંક ગ્રંથના ભાવને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ બન્યો હોઉં, અને ક્યાંક ખોટો અર્થ લખાઈ ગયો હોય એ પણ સંભવિત છે.