________________
જે પદાર્થો સરળ હોય તે પદાર્થો અનુવાદ વિના પણ સમજી શકાય છે. આથી જે પદાર્થો કઠીન હોય તે પદાર્થોને સરળ ભાષામાં સમજાવી શકનાર જ ભાવાનુવાદકાર સફળ બને છે. આમાં હું કેટલો સફળ બન્યો છું એનો જવાબ હું આપું એના કરતાં વિદ્વાન વાચકો આપે એ જ યોગ્ય ગણાય.
આ ભાવાનુવાદની પ્રેસકોપીનું લખાણ વર્ધમાન આયંબિલ તપની સો ઓળી પૂર્ણ કરનાર પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરિ મહારાજાએ (વિ.સં. ૨૦૪૨માં) તપાસી આપી છે. તથા તેઓશ્રીએ ધર્મસંગ્રહ ગુજરાતી ભાષાંતરમાં કરેલી ટિપ્પણીઓમાંથી કોઈ કોઈ ટિપ્પણીઓ તેઓશ્રીની અનુજ્ઞાપૂર્વક આ ગ્રંથમાં લેવામાં આવી છે. જ્યાં તેઓશ્રીની ટિપ્પણી લીધી છે ત્યાં કાઉંસમાં ધ. સં. ભાષાં. એવો ઉલ્લેખ કર્યો છે. વિશુદ્ધ સંયમી પૂ.આ.શ્રી જયઘોષસૂરિ મહારાજાએ કેટલાક પ્રશ્નોના ઉત્તરો પાઠવ્યા છે. મારા પરાર્થ પરાયણ પૂ. ગુરુદેવશ્રીએ અનુવાદની પ્રેસકોપી તૈયાર કરી આપી છે અને પૂર સંશોધનમાં સહયોગ આપ્યો છે. સંવેગમતિ મુનિશ્રી સંવેગરતિવિજયજીએ ઘણી મહેનત કરીને મૂળ ગાથાઓની અકારાદિ અનુક્રમણિકા તૈયાર કરી આપી છે. આ બધા મહાત્માઓનો ઉપકાર ચિરકાલ સ્મૃતિપથમાં આવ્યા વિના નહિ રહે.
- આ ભાવાનુવાદમાં ગ્રંથકારના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જે કંઈ લખાયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા પ્રાર્થ છું.
lucation Intern al
a & Personal
www.jainelibrary.org