________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
આવા ગુરુથી થતા બીજા લાભને જણાવે છે—
ઉપર્યુક્ત ગુણોથી યુક્ત ગુરુ અત્યંત અનુવર્તના કરે છે=શિષ્યોના સ્વભાવને અનુકૂળ બનીને તેમને હિતમાં જોડવાનો પ્રયત્ન કરે છે. કારણ કે તે શિષ્યોના ભિન્ન ભિન્ન વિચિત્ર સ્વભાવોને જાણી શકે છે, તથા કોને કેવી રીતે હિતમાં જોડવો ? એમ હિતના ઉપાયોને પણ જાણી શકે છે. [૧૬] अनुवर्त्तनागुणमाह
[ ૨૭
अणुवत्तणाए सेहा, पायं पावंति जोग्गयं परमं । रयणंपि गुणुक्करिसं, उवेइ सोहम्मणगुणेण ॥ १७ ॥
વૃત્તિ:- ‘અનુવર્તનયા’-રળભૂતયા‘શિક્ષા:’‘પ્રાયો' વાસ્તુત્યેનાંgi વિહાય 'प्राप्नुवन्ति योग्यताम्' अपवर्गं प्रति 'परमां' प्रधानां, स्यादेतत् योग्य एव प्रव्रज्यार्ह इति किं गुरुणेत्येतदाशङ्कयाह-'रत्नमपि' पद्मरागादि' गुणोत्कर्षं' कान्त्यादिगुणप्रकर्षम्' उपैति सोहम्मणगुणेण' रत्नशोधकप्रभावेण वैकटिकप्रभावेणेत्यर्थः । एवं सुशिष्या अपि गुरुप्रभावेण । इति गाथार्थः ॥ १७ ॥ અનુવર્તનાથી થતા લાભને કહે છે—
ગુરુની અનુવર્તનાથી શિષ્યો પ્રાયઃ મોક્ષ માટે પરમ (= વિશેષ) યોગ્ય બને છે, અર્થાત્ મોક્ષમાર્ગની વિશેષ આરાધના કરનારા બને છે.
પ્રશ્ન- યોગ્ય શિષ્યને દીક્ષા આપવાની છે. દીક્ષાને યોગ્ય શિષ્ય મોક્ષને યોગ્ય જ હોય=સ્વયમેવ મોક્ષમાર્ગની આરાધના કરનારો હોય, તો ગુરુની શી વિશેષતા ?
ઉત્તર- પદ્મરાગ (માણેક) વગેરે રત્નો કાંતિ આદિ ગુણોથી યુક્ત હોવા છતાં ઝવેરીના પ્રભાવથી તેનામાં કાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ થાય છે, તે રીતે મોક્ષ માટે યોગ્ય પણ સુશિષ્યો ગુરુના પ્રભાવથી વિશેષ યોગ્ય બને છે.
પ્રશ્ન- ગુરુની અનુવર્તનાથી શિષ્યો પ્રાયઃ મોક્ષ માટે પરમ યોગ્ય બને છે, એમ જે કહ્યું તેમાં ‘પ્રાયઃ’ કેમ કહ્યું ?
ઉત્તર- કોરડું મગ જેવા (અયોગ્ય) કોઈ શિષ્ય ઉપર ગુરુના પ્રભાવની અસર ન પણ થાય, એ જણાવવા અહીં ‘પ્રાયઃ' કહ્યું છે. [૧૭]
વિષ્ણુ
एत्थ य पमायखलिया, पुव्वब्भासेण कस्स व न हुंति ।
जो ते वणेइ सम्मं, गुरुत्तणं तस्स सफलति ॥ १८ ॥
वृत्ति:- 'अत्र च' प्रव्रज्याविधाने 'प्रमादस्खलितानि' इति प्रमादात् सकाशाद् दुश्चेष्टितानि 'पूर्वाभ्यासेन कस्य वा न भवन्ति', अनादिभवाभ्यस्तो हि प्रमादः न झटित्येव त्यक्तुं पार्यते । ૧. દુ:લા સત્ત્વમ્ કૃત્યપિ પા:।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org