________________
[ *
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
એટલે કે વિશાળ ચિત્તવાળો હોય, (અર્થાત્ રાગ-દ્વેષ આદિના પ્રસંગે પણ જેના રાગ-દ્વેષ બહાર દેખાય નહિ, તથા કોઈના દોષો બીજાને કહે નહિ,) (૧૬) પરિષહ આદિથી પરાભવ પામવા છતાં શરી૨ રક્ષણ આદિ માટે જે દીનતા ન કરે, (૧૭) ઉપશમ લબ્ધિ, ઉપકરણ લબ્ધિ અને સ્થિરહસ્ત લબ્ધિ એ ત્રણ લબ્ધિથી યુક્ત હોય, [૧૨]
तह पवयणत्थवत्ता, सगुरुअणुन्नायगुरुपओ चेव । આરિસો ગુરૂ વસ્તુ, મળિો રાગાહિĚિ ॥ ૩ ॥
वृत्ति:- 'तथा प्रवचनार्थवक्ता' - सूत्रार्थवक्तेत्यर्थः, 'स्वगुर्वनुज्ञातगुरुपदश्चैव' असत तस्मिन् दिगाचार्यादिना स्थापितगुरुपद इत्यर्थः, 'ईदृशो गुरुः' खलुशब्दोऽवधारणार्थः, ईदृश एव, कालदोषादन्यतरगुणरहितोऽपि बहुतरगुणयुक्त इति वा विशेषणार्थः, 'भणितो रागादिरहितै: ' પ્રતિપાતો વીતરાઔ: । તિ ગાથાર્થ: ॥ ૩ ॥
(૧૮) સૂત્રાર્થનો વ્યાખ્યાતા હોય, અર્થાત્ શિષ્યાદિને સૂત્ર અને અર્થની વાચના વગેરે આપતો હોય, (૧૯) જેને પોતાના ગુરુએ (= ગચ્છનાયકે) ગુરુપદે સ્થાપિત કર્યો હોય, સ્વગુરુના અભાવે દિગાચાર્યે (= ગચ્છાચાર્યે) જેને 'ગુરુપદે સ્થાપ્યો હોય, આવા જ ગુરુને વીતરાગ ભગવંતોએ દીક્ષા આપવા માટે લાયક કહ્યો છે. કાલદોષથી સર્વગુણ સંપન્ન ન હોય, કેટલાક ગુણોથી રહિત હોય, પણ ઘણા (મુખ્ય) ગુણોથી યુક્ત હોય તો તે પણ દીક્ષા આપવાને લાયક છે. [૧૩] एआरिसेण गुरुणा सम्मं परिसाइकज्जरहिएणं ।
पव्वज्जा दायव्वा, तयणुग्गहनिज्जराहेउं ॥ १४ 11
પોતાના આંતર દૂષણોને ટાળી આત્મશુદ્ધિ માટે તો ગુરુનો આશ્રય કરે, છતાં, જો એવાં દૂષણો ગુરુને જણાવી શકે નહિ તો આત્મશુદ્ધિ શી રીતે થાય ? વળી તે જણાવેલા દોષો ગુપ્ત ન રહે તો તે સાધુ પ્રત્યે બીજાઓને સદ્ભાવ-પૂજ્યભાવ વગેરે પણ શી રીતે પ્રગટે ? અને પરસ્પરના સદ્ભાવ વિના આરાધક શી રીતે થાય ? પોતે પણ શુભાશુભ પ્રસંગે હર્ષ-શોકને વશ થાય તો આરાધક શી રીતે બને ? માટે ગુરુપદને યોગ્ય સન્માનાદિ મળવા છતાં કે તેની જવાબદારીને અંગે વિષમ પ્રસંગ આવવા છતાં હર્ષ-વિષાદ ન થાય તેવી ગંભીરતા ગુરુમાં આવશ્યક છે. (ધ. સં. ભાષાં.)
૧. વિષમ પ્રસંગે સત્ત્વના અભાવે વિષાદ થવાથી કાર્ય પણ બગડે. ગુરુપદ અતિ જવાબદારીવાળું સ્થાન છે. આથી શાસનસેવાનાં કે શિષ્યાદિને સંભાળવાનાં આકરાં પણ કાર્યો ગુરુને કરવાનો પ્રસંગ આવે જ. તેવા પ્રસંગે દીનતાને નહિ કરતાં સત્ત્વને કેળવી તે પ્રસંગોને પાર પાડવાનો ઉત્સાહ અને બળ ગુરુમાં જોઈએ. (ધ. સં. ભાષાં.)
૨. ઉપશમલબ્ધિ એટલે બીજાને શાંત કરવાનું સામર્થ્ય. ઉપકરણલબ્ધિ એટલે સંયમમાં ઉપકારક વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુને મેળવવાની શક્તિ. સ્થિર-હસ્તલબ્ધિ એટલે બીજાઓને વ્રતપાલનાદિમાં સ્થિર કરવાની શક્તિ.
૩. ગુરુ સૂત્ર અને અર્થોના જાણકાર ઉપરાંત ભણાવવાની શક્તિ અને ઉત્સાહવાળા જોઈએ, અન્યથા શિષ્યો અજ્ઞાન રહે અને સંયમનું ભાવપાલન કરી શકે નહિ, જે ગુરુઓ પોતે તથાવિધ જ્ઞાન મેળવવા છતાં યોગ્ય શિષ્યોને પણ પ્રમાદના કારણે ભણાવતા નથી તે વરદત્તના જીવની જેમ જ્ઞાનાવરણીય કર્મો ઉપાર્જન કરી સંસારમાં ભમે છે. બાહ્ય કે અત્યંતર જે જે ગુણ કે વસ્તુ પ્રાપ્ત થાય તે તે બીજા યોગ્ય આત્માઓને આપી ઉપકાર કરવાથી જ સફળ થાય છે. અન્યથા અન્યભવે તે ગુણની પ્રાપ્તિ થતી નથી. વળી દાનધર્મની સાધના માટે સાધુને ‘જ્ઞાનદાન' એ જ એક સાધન છે. શિષ્ય યોગ્ય છતાં તેને દાન ન કરે તો બાકીની આરાધના નિષ્ફળ જાય. એમ સ્વહિતાર્થે પણ ગુરુએ યોગ્ય શિષ્યોને જ્ઞાનદાન કરવું જોઈએ, અયોગ્યને નહિ જ કરવું જોઈએ. (ધ. સં. ભાષાં.)
૪. ‘ગુરુએ ગુરુપદે સ્થાપેલો' એનો અર્થ એ છે કે ગુરુપદને લાયક બનેલો. અન્યથા મહત્ત્વાકાંક્ષાથી સ્વયં ગુરુ બનેલો દ્રવ્યથી ગુણોવાળો હોવા છતાં ભાવથી ગુરુની લાયકાત વિનાનો ગણાય છે. એવા સ્વચ્છંદચારીની નિશ્રામાં શિષ્યોનું હિત સધાતું નથી. તાત્પર્ય કે તેના ગુરુએ તેને ગુરુપદ માટે યોગ્ય માની તેના શિષ્યો બનાવ્યા હોય. (ધ. સં. ભાષાં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org